ભાજપ પટ્ટણી સમાજ ને ટિકિટ આપે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા ઉમેદવારો ની પસંદગી માટે કાર્યવાહી શરૂ કરી છે..જેને લઈને તમામ સમાજના આગેવાનો તેમના સમાજને મહત્તમ પ્રતિનિધિત્વ મળે તે માટે પ્રયાસો હાથ ધરી રહ્યા છે.રાજ્યમાં દેવીપૂજક સમાજની 50 લાખથી વધુ વસ્તી હોવાથી ભાજપ દ્વારા દેવીપૂજક સમાજનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા દેવી પૂજક સમાજ સહીત ગુજરાતના લોકોના પ્રશ્નોને અવાજ બની શકે તે માટે ટિકિટ આપવામાં આવે..અમદાવાદમાં બાપુનગર અને દરિયાપુર જેવી વિધાનસભા મત વિસ્તારમાં દેવીપૂજક સમાજ નિર્ણાયક મતદાર હોવાથી પટ્ટણી સમાજ ને પ્રતિનિધિત્વ આપવામાં આવે. એ માટે દેવીપૂજક સમાજ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે અને ભાજપને સમાજ તરફથી ખાતરી આપવામાં આવી છે કે દેવીપૂજક ભાજપની પડખે રહેશે અને સમગ્ર ગુજરાતમાં દેવીપૂજક ભાજપની તરફેણમાં મતદાન કરી ને પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ના 182ના લક્ષ્યમાં આખા ગુજરાતમાં પડખે ઉભો રહેશે..બાપુનગરમાં પી બી પટ્ટણી અને દરિયાપુર શાહપુર માં જગદીશ દાતણીયા દાવેદાર છે ત્યારે આ બન્નેમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવે ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા અસારવા વિધાનસભા બેઠક પર થી લક્ષ્મણ પટ્ટણી ને ટિકિટ આપવામાં આવતી હતી ત્યારે આ વખતે ભાજપ દ્વારા દેવીપૂજક નું ધ્યાનમાં રાખવા માં આવે હંમેશા થી દેવીપૂજક ભાજપની વિકાસ યાત્રા સાથે જોડાયેલો છે ને જોડાયેલો રહેવા માંગે છે ત્યારે અન્ય સમાજ ને ભાજપ દ્વારા પ્રતિનિધિત્વ અપાય છે દેવીપૂજક સમાજની લાગણી પણ ધ્યાને રાખવા માં આવે