દલા તરવાડીની જેમ પ્રજાની તિજારીને લુંટાવતા ભાજપના શાસકો-અમિ રાવતનો આરોપ !
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
રાજ્યના આઠેય મહાનગર પાલિકાઓમાં નિયમ વિરુધ્ધ પ્રજાના પૈસાને લુંટાવામાં આવી રહ્યો છે,,તેવો આરોપ કોંગ્રેસના નેતા અમીબેન રાવતે લગાવ્યા છે,પોતાના આરોપોને
સાબિત કરવા માટે તેઓએ વડોદારા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉદાહરણ આપીને શહેરી વિકાસ વિભાગમાં ફરિયાદ કરી છેે,, સાથે જે સત્તાધિશોએ આ નાણાં નિયમો વિરુધ્ધ
પોતાના મોજ મસ્તી માટે વાપર્યા છે તેમનાથી વસુલ કરવાની માંગ કરી છે,,
આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ
વડોદરાના કોંગ્રેસી નેતા અમીબેન રાવતની માનીએ
GPMC એક્ટમાં મેયર સિવાય ડે.મેયર , સ્ટેન્ડિંગ ચેરમેન તથા શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક માટે ગાડી તથા અન્ય ચા પાણીના ખર્ચ માટેનું પ્રોવિઝન એક્ટમાં નથી.
તેમ છતાં ડે.મેયર નંદા જોશી,સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ પટેલ તથા શાસક પક્ષ ભાજપના નેતા ચિરાગ બારોટ , શાસક પક્ષના દંડક અલ્પેશ લિંબાચિયા
સૌ મોંઘી ગાડીઓ તથા ભરપુર ચા પાણી નાસ્તા ની સુવિધાઓ વાપરી ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાત કરી પ્રજાના પૈસે મોટી ગાડીઓ ડીઝલ પેટ્રોલનો ધુમાડો તથા લાલ લાઈટો સાયરનો વગાડી વટ પાડી અને લીલાલહેર કરી રહયા છે.. ભાજપના કાર્યકરોને કોર્પોરેશન માં બોલાવી દરરોજ કોર્પોરેશનના ખર્ચે હજારો રૂપિયાના નાસ્તાની જ્યાફત ઉડાવી રહ્યા છે..જે કાયદા વિરુદ્ધ અને ગેરકાયદેસર છે.અને આ ખર્ચ કોર્પોરેશનમાં પાડી શકાય નહીં. કોર્પોરેશનની સભામાં પણ દરખાસ્ત મંજુર કરે તો પણ
GPMC એક્ટ એટલે કાયદાની વિરુદ્ધ ગણાય..કાયદેસર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કરાતા કોઈપણ ખર્ચાની ગૂજરાત સરકારની મંજૂરી લેવી પડે..
ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ
વડોદાર મ્યુનિસિપલ ભાજપના નેતાને વાહનના ઇધણ તરીકે 1.60 લાખ ચુકવાયા છે, ડ્રાયવરના પગાર પેટે 3.30 લાખ, વાહનના રિપેરિંગ માટે 1.91 હજાર, અને ચ્હા નાસ્તા પેટે 1.32 હજાર સહિત 8,13019 સહિત ચુકવાયા
જ્યારે વડોદરા ભાજપના દંડકને 2.5 લાખ રુપિયા ફ્યુઅલ ચાર્જ પેટે, ડ્રાયવરના પગાર પેટે 3.30 લાખ, વાહન રિપેરિંગ પેટે 1.13 લાખ, સહિત 6.93 લાખ ચુકવવાામાં આવ્યા,
જેને લઇને તેઓએ શહેરી વિકાસ વિભાગને ફરિયાદ કરી છે અને આ તમામ નાણાં વસુલવાની માંગ કરી છે,
કોંગ્રેસ ના નેતા અમી બેન રાવતે જણાવ્યુ છે કે વડોદરા તો માત્ર ઉદાહરણ છે, આવી જ રીતે અમદાવાદ સુરત રાજકોટ, ભાવનગર જામનગર જુનાગઢ અને ગાંધીનગર સહિત આઠેય મહાનગર પાલિકાઓમાં આ સ્થિતિ જોવા મળે છે
મોટા મહાનગરો માં મેયર,સ્ટેન્ડિગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર, સિવાયના હોદ્દેદારો પક્ષના નેતા દંડક અને વિવિધ કમિટીના ચેરમેનો ઉપરાંત વિપક્ષના નેતાઓને ગાડીઓ ફાળવવામાં આવે છે, જેનો તમામ ખર્ચ જે તે મહાનગર પાલિકા ઉઠાવે છે
જો કે વાસ્તવમાં જીપીએમસી એક્ટમાં આ પ્રકારની કોઇ જોગવાઇ, જેમ કે ગાડી, ઓફિસ ટેલિફોન ખર્ચ કે અન્ય કોઇ પણ પ્રકારનો ખર્ચની નથી, છતાં કરોડો રુપિયાના ખર્ચાઓ નિયમ વિરુધ્ધ કરી પ્રજાની તિજોરીને લુંટાવામાં આવી રહી છે
જે સત્તાનો દુરુપયોગ છે,,જે ફોજદારી ગુનો છે, એટલે કે ભાજપના શાસકો દલા તરવાડીની જેમ વર્તી રહ્યા છે, જે કરદાતાઓના પરસેવાના કમાણીનો દુરપયોગ છે, જે રોકવો જરુરી છે, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કોઇને કરદાતાના રુપિયાનો દુરુપયોગ
કરવાનો અધિકાર નથી, આવુ સત્તાનુ દરુપયોગ કરનાર દલા તરવાડીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !