રાજકીય પુષ્ઠ ભૂમિ ધરાવતા ભાજપના નેતાઓને હોમગાર્ડ કમાન્ડન્ટ ને ચૂંટણીની ફરજથી દૂર રાખવામાં આવે કોંગ્રેસ
રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા કમાન્ડન્ટને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજમાં રાખવા મામલે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ એ આક્ષેપ કર્યો છે કે 39 હોમગાર્ડ કમાન્ડન્ટ અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવે છે, જેમાં 36 જેટલા કમાન્ડન્ટ ભાજપ સાથે સંકળાયેલા છે.જેમને ચૂંટણી પ્રકિયાથી દૂર રાખવામાં આવે
ત્યારે નોંધનીય છે કે અત્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 70 હજારથી વધુ હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટ સીધી રીતે ભાજપ અથવા આરએસએસ સાથે સંકળાયેલા હોય, આ તમામ હોમગાર્ડ જવાનોના 70 હજારના પોસ્ટલ બેલેટના મત પર તેઓ પ્રભાવ પડી શકે છે. ધાકધમકી આપી અને તેઓના પોસ્ટલ બેલેટ મત છીનવી અને મતદાન કરાવી શકે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે આવા તમામ કમાન્ડન્ટને ચૂંટણી કમિશન તાત્કાલિક ચૂંટણીની ફરજમાંથી દૂર કરાય