અમદાવાદ
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
ભાજપ આજે આમ આદમી પાર્ટીની પરિવર્તન ની રાજનીતિ અપનાવી રહી છેઃ ગોપાલ ઈટાલિયા
ભાજપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવા માને છેઃ ગોપાલ ઈટાલિયા
ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા દેશની સેવા થઈ રહી છેઃ ગોપાલ ઈટાલિયા
ગુજરાતમાં ભાજપના નેતાઓએ ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો ધંધો કર્યો છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી ના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની વાતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી રહી છે. આજે દેશમાં ક્યાંય પણ સારી શાળાઓ અને સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થાની વાત થાય છે, તો ચોક્કસ દિલ્હીના કેજરીવાલ મોડલની વાત થાય છે, આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પહેલીવાર આવી અદ્ભુત વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશને એક ઉદાહરણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલ જી એ આખા દેશના નેતાઓ અને પાર્ટીઓને એક રસ્તો બતાવ્યો છે કે જો નિયત સાફ હોય તો પરિવર્તન નિશ્ચિત છે.
કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે કહ્યું હતું કે અમે રાજનીતિ કરવા નથી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ધીરે ધીરે, સંઘર્ષ કરતા-કરતા, આમ આદમી પાર્ટી આગળ વધીને સાચી સાબિત થઈ છે. સરકારી શિક્ષણ પ્રણાલી અને સરકારી આરોગ્ય વ્યવસ્થા જેવા મુદ્દાઓ ક્યારેય ભાજપના મુદ્દા ન હતા પરંતુ આજે ભાજપને આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિને અનુસરવાની ફરજ પડી છે, આ અમારી સફળતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આજે અમારા મુદ્દાઓ પર કામ કરવાની ફરજ પડી છે, કારણ કે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું છે.
હું ગુજરાતના ભાજપના નેતાઓને અભિનંદન આપું છું જેઓ દિલ્હીની સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે અને કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતની ખરાબ વ્યવસ્થા જાણો છો તો દિલ્હીની સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થામાંથી કંઈક શીખીને આવજો. ગુજરાતમાં ભાજપના નેતાઓ તેમના માતા-પિતાના નામે ટ્રસ્ટ શરૂ કરીને, ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો વેપાર કરી રહ્યા છે. હું બીજેપીના નેતાઓને બીજી એક વાત કહેવા માંગુ છું કે ત્યાં ફક્ત ફરીને અને માત્ર ફોટો પડાવી ને પાછા ના આવો અને ગુજરાતમાં આવીને લોકોમાં ખોટો ભ્રમ ન ફેલાવો.
આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવાનું માધ્યમ માને છે. અમારું માનવું છે કે શિક્ષણ દ્વારા આપણે સમાજ અને સમગ્ર દેશને આગળ લઈ જઈ શકીએ છીએ. જ્યારે બીજી તરફ ભાજપ શિક્ષણને ધંધો માને છે. એટલે ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા રાષ્ટ્રની સેવા થઈ રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મિલેનિયા ટ્રમ્પ જ્યારે દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે પણ દિલ્હીની સરકારી શાળાઓના વખાણ કર્યા હતા, તેથી ભાજપના લોકો પણ આ જ રીતે સકારાત્મક વલણ રાખીને દિલ્હીની શાળાઓની સમીક્ષા કરે તેવી આશા છે. આપણા માટે વધુ એક ગર્વ જેવી વાત છે કે ભાજપ સરકારે આજ સુધી ક્યારેય વિરોધ પક્ષની એકપણ સરકારી શાળાની હોસ્પિટલ જોવા માટે કોઈ કામ કર્યું ન હતું, તેથી ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે, તે સારી વાત છે.
ભાજપના નેતાઓ પહેલા આમ આદમી પાર્ટીની ટીકા કરતા હતા અને કહેતા હતા કે દિલ્હી એક નાનું શહેર છે અને અરવિંદ કેજરીવાલ એક શહેરના મેયર છે અને આમ આદમી પાર્ટી માત્ર શહેરી પાર્ટી છે, આવી ઘણી બકવાસ વાતો કરી છે, પરંતુ આજે ભાજપના નેતા પોતે કેજરીવાલ મોડેલની શાળા અને હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે, આ કેજરીવાલ મોડેલ, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના લાખો કાર્યકરોની મહેનતની જીત છે.
આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
શિવસેનાના બાગી નેતાઓની જેમ ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ