ભાજપના નેતાઓને અરવિંદ કેજરીવાલજીથી ડર લાગે છે એટલા માટે એમણે આણંદમાં કાર્યક્રમ ન થવા દીધો: ગોપાલ ઇટાલિયા
ધાક ધમકી આપીને ભાજપ વેપારીઓને અમારી સાથે ચર્ચા કરતા રોકે છે: ગોપાલ ઇટાલિયા
ભાજપને વેપારીઓનો અવાજ સાંભળવામાં રસ નથી: ગોપાલ ઇટાલિયા
વિશ્વની કહેવાતી મોટામાં મોટી પાર્ટી આજે આમ આદમી પાર્ટીથી ડરી રહી છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક સક્ષમ વિપક્ષ અને વિકલ્પ રૂપે આગળ વધી રહી છે, તે જોઈને ભાજપમાં એક ફફડાટ ઉભો થયો છે: ગોપાલ ઇટાલિયા
9 બેન્કવેટ હોલ વાળાઓએ કહ્યું કે ભાજપના ગુંડાઓ અમને ધમકાવે છે અમે હોલ નહીં આપી શકીએ અમને માફ કરજો: ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી સતત ગુજરાતના લોકો સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ રાજકીય ક્ષેત્રમાં આવ્યો છે. એ એટલા માટે કેમ કે અરવિંદ કેજરીવાલજી માને છે કે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ: ગોપાલ ઇટાલિયા
અમે વેપારીઓના પ્રશ્નોને, વ્યાપારીઓની રજૂઆતને અને વેપારીઓ જે કંઈ સલાહ આપવા માંગતા હોય તો એ સલાહ સૂચનને સાંભળવા માંગીએ છીએ: ગોપાલ ઇટાલિયા
ધાક ધમકી આપ્યા પહેલા ભાજપનાં ધારાસભ્યો, સાંસદ સભ્યો અને એમના માણસોએ આણંદના રસ્તાઓ રીપેર કરવો: ગોપાલ ઇટાલિયા
જનતા આ વખતે બૂથમાં જઇને ભાજપ લોકોના દિમાગ પર જે સત્તાનો મેલ ભરાઇ ગયો છે તેનાં પર ઝાડું મારશે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/આણંદ/ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક સક્ષમ વિપક્ષ અને વિકલ્પ રૂપે આગળ વધી રહી છે, તે જોઈને ભાજપમાં એક ફફડાટ ઉભો થયો છે અને ભાજપ વાળાને ડર લાગી રહ્યો છે. તે ડરમાંને ડરમાં ન કરવાના તમામ કામો ભાજપના લોકો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી સતત ગુજરાતના લોકો સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
એ પ્રયત્નોના ભાગ સ્વરૂપે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી પણ આપી છે. 300 યુનિટ વીજળી મફત આપવાની, 10 લાખ યુવાનોને રોજગાર આપવાની, 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ આપવાની, આદિવાસીઓ માટે પેસા કાયદો અને અનુસૂચિ પાંચ લાગુ કરવાનું, વેપારીઓને GST અને VETના રિફંડ સમયસર મળે તે બાબતે રિફંડ ક્લિયર કરવાની, આમ અનેક પ્રકારની ગેરંટીઓ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના લોકોને આપી છે.
ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ રાજકીય ક્ષેત્રમાં આવ્યો છે. એ એટલા માટે કેમ કે અરવિંદ કેજરીવાલજી માને છે કે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અને આ ગેરંટીથી ગુજરાતનો વિશાળ વર્ગ પ્રભાવિત છે. લોકોને અરવિંદ કેજરીવાલજી પર વિશ્વાસ છે કે કેજરીવાલ બોલે છે તો કરશે જ. અને એટલા માટે ગુજરાતના તમામ વર્ગને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ચાલુ છે. ડોર ટુ ડોર કેમ્પેઈન છે, રોજગાર સંવાદ છે, અને એટલા માટે જ હું પોતે છેલ્લા પાંચ દિવસથી વેપારીઓ માટેના જનસંવાદનું અરવિંદ કેજરીવાલજીના પ્રતિનિધિ તરીકે નેતૃત્વ કરી રહ્યો છું. વેપારી સાથે અમે જનસંવાદ ચાલુ કર્યો હતો જેમાં વાપી, સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને આજે વેપારી સાથેનો આ જનસંવાદ આણંદમાં રાખવામાં આવેલો હતો. અમે વેપારીઓના પ્રશ્નોને, વ્યાપારીઓની રજૂઆતને અને વેપારીઓ જે કંઈ સલાહ આપવા માંગતા હોય તો એ સલાહ સૂચનને સાંભળવા માંગીએ છીએ.
ભાજપ છેલ્લા 27 વર્ષથી રાજ કરે છે પણ તેમની પાસે વેપારીઓની વાત સાંભળવાનો સમય પણ નથી અને રસ પણ નથી. પણ આમ આદમી પાર્ટી એ એવી પાર્ટી છે જેમને વેપારીઓની વાત સાંભળવામાં રસ છે, તેમની સાથે સંવાદ કરવામાં પણ રસ છે અને તેમની સાથે મળીને આખા ગુજરાતને આગળ લઈ જવામાં પણ રસ છે. પરંતુ જે લોકોને આમ આદમી પાર્ટીથી ડર છે કે, લોકોનું સમર્થન આમ આદમી પાર્ટીને મળશે અને ભાજપને હારવું પડશે એ ડરના કારણે તે લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
અગાઉ 11, 12 અને 13 તારીખમાં અરવિંદ કેજરીવાલજીનો આણંદમાં એક કાર્યક્રમ અમે નક્કી કર્યો હતો, જેમાં નક્કી થયું હતું કે અરવિંદ કેજરીવાલજી આણંદમાં આવશે અને ગુજરાતની જનતાને કેટલીક ગેરંટીઓ આપશે. આપણા બધાનો અને આ તાકાતવાળી ચરોતરની ધરતીનું એ સૌભાગ્ય કહેવાય કે દેશના સર્વશ્રેષ્ઠ અને દેશના સૌથી લોકપ્રિય અને ઈમાનદાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આણંદમાં આવવાના હતા. પણ અહીંના ભાજપના નેતાઓને આ અરવિંદ કેજરીવાલજી થી ડર લાગ્યો એટલા માટે એમણે આ કાર્યક્રમ ન થવા દીધો.
જ્યારે અરવિંદ કેજરીવાલજી આણંદમાં એક ગેરંટી આપવા આવવાના હતા ત્યારે અમે બાકરોલ ગેટ સ્થિત તુલસી પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો અને તેમણે કાર્યક્રમ કરવા માટે હા પાડી. પણ ત્યારબાદ બે કલાક પછી તેમને જણાવ્યું કે, ભાજપના નેતાઓના દબાણના કારણે અરવિંદ કેજરીવાલજીના કાર્યક્રમો માટે તે પોતાનો હોલ નહીં આપી શકે. ત્યારબાદ અમે વિવાહ પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો, ત્યારબાદ તેમણે પણ એમ કહીને કાર્યક્રમ કરવાની ના પાડી કે, ભાજપના નેતાઓ ધાગધમકી આપે છે તો તે હોલ નહીં આપી શકે. ત્યારબાદ અમે અવસર પાર્ટી પ્લોટ નો સંપર્ક કર્યો તો શરૂઆતમાં એમણે આ કાર્યક્રમ માટે હા પાડી, ત્યારબાદ એમણે પણ એ જ વાત જણાવી કે, ભાજપના ધારાસભ્યના લોકો ધમકી આપી રહ્યા છે એટલા માટે એ પણ હોલ નહીં આપી શકે.
ત્યારબાદ નક્ષત્ર પાર્ટી પ્લોટે પણ પહેલા કાર્યક્રમ માટે હા પાડી અને બાદમાં ના પાડતા જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ તેમના પાર્ટી પ્લોટ માં આવીને તેમને ધાક ધમકી આપી રહ્યા છે માટે તે પણ હોલ નહી આપી શકે. ત્યારબાદ સરદાર પટેલ બેન્કવેટ હોલ નો સંપર્ક કર્યો તો દર વખતની પણ શરૂઆતમાં હા પાડી અને પછી એમણે જણાવ્યું કે ભાજપના લોકો એમને ધમકાવી રહ્યા છે તો તે પોતાનો હોલ નહીં આપી શકે. આવી જ રીતે નીલકંઠ પાર્ટી પ્લોટે શરૂઆતમાં કાર્યક્રમ માટે હા પાડી અને ભાજપની ધમકીઓ ના કારણે એમણે પણ કાર્યક્રમ કરવાની ના પાડી. ત્યારપછી અમે સ્ટાર વુડ પાર્ટી પ્લોટ, બોરસદનો સંપર્ક કર્યો પહેલા તેમણે પણ હા પાડી પછી એમણે પણ ક્હ્યું સોરી માફ કરજો, ભાજપના ગુંડાઓ અમને ધમકાવે છે, અમે પ્લોટ નહીં આપી શકીએ.
કુલ 7 પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો આણંદમાં અરવિંદ કેજરીવાલજી નો કાર્યક્રમ કરવા માટે. 7 પાર્ટી પ્લોટવાળાને ભાજપના MP, MLA કે ભાજપના માણસોએ ધમકાવ્યા. અને બધાને કહીં દીઘુ કે અરવિંદ કેજરીવાલજીને કોઇ એ પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ કે પોતાની પ્રોપર્ટી ભાડે આપવી નહીં, કાર્યક્રમ થવા દેવો નહીં, નહીં તો તમારા ધંધા બંધ થઇ જશે.
અમે તો એવું વિચારતા હતા કે, સમય કાઢીને આણંદ માં સારો કાર્યક્રમ કરીશું. એટલે આજે આણંદમાં મારા નેતૃત્વમાં વેપારીઓ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શરૂઆતમાં અમે ઉમા ભવનનો સંપર્ક કર્યો, શરૂઆતમાં એમણે હા પાડી કે કાર્યક્રમ કરી શકો છો, શું શરતો રહેશે, કેવી કાળજી લેવાની બધી વાત થઇ ગઈ. ઉમા ભવનમાં દસ હજાર રૂપિયા એડવાન્સ પેટે આપવાના હોય તે પણ આમ આદમી પાર્ટીએ ગુગલ પે થી ચુકવી દીધા.રાત્રે આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી, સામાન ઉતાર્યો. રાત્રે 2 વાગ્યે અમારી પાર્ટીના ઇવેન્ટ મેનેજરને બોલાવ્યા અને રાત્રે 2 વાગ્યે ના પાડી દીધી અને કહ્યું કે ભાજપના ગુંડાઓ અમને ધમકાવે છે અમે હોલ નહીં આપી શકીએ અમને માફ કરજો. તમારા દસ હજાર રૂપિયા પાછા લઇ લો અમે નહીં કરી શકીએ આમ આદમી પાર્ટીનો પ્રોગ્રામ.
કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો હતો એટલે તાત્કાલિક અમે સીએમ પાર્ક બેન્કવેટ હોલનો સંપર્ક કર્યો. આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ રાખવા માંગીએ છીએ. શરૂઆતમાં તેમણે પણ હા પાડી. પાંચ હજાર રૂપિયા એડવાન્સ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. શરૂઆતમાં 9 વાગ્યે હા પાડી 11 વાગ્યે કહ્યું કે નહીં આપી શકીએ. અમને ભાજપના લોકો દબાણ કરે છે. આણંદની અંદર કુલ 9 વખત અલગ અલગ જગ્યાએ અમે સંપર્ક કર્યો અને કુલ 9 વખત ભાજપના લોકોએ ના પડાવી કે અરંવિદ કેજરીવાલજી નો કાર્યક્રમ નહીં થવા દઇએ. ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે અને અમે તો આમ આદમી છીએ, નાના માણસો છીએ. સૌથી નાના દેશની પાર્ટી છીએ.
મને આશ્ચર્ય થાય છે કે જે ધરતી પરથી ચરોતરમાંથી સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ આખી દુનિયાને એક સંદેશ આપી ગયા હોય તાકાતનો, હિંમતનો, લોખંડી મનોબળનો એવી ચરોતરની બળૂકી ધરતી પર આવા નમાલા ભાજપના નેતાઓ પાકશે એ તો આશ્ચર્યનો પ્રશ્ન છે. જ્યાં સરદાર પટેલનો જન્મ થયો હોય, જ્યાં સરદાર પટેલનાં પવિત્ર ચરણો પડ્યા હોય, જેનાં વિચારોથી આ ધરતી બળૂકી બની હોય ત્યાં એવા ડરપોક અને કાયરો લોકો સમાજનું નેતૃત્વ કરતા હશે. સરદાર પટેલની ભૂમી પર આવા કાયરો! અમે વિશ્વની સૌથી નાની પાર્ટી છીએ, તમારે અમારાથી ક્યાં ડરવાનું હોય ભાજપવાળાએ. તમે નવ વખત અમારા કાર્યક્રમો ન થાય એ માટે હોલના માલિકોને ધમકાવો છો.
ભાજપનાં જે પણ ધારાસભ્યો, સાંસદ સભ્યો કે પછી જેણે પણ કોઇ કામ કર્યું છે એમની અંદર એટલી હિંમત હોય , સત્તાનો નશો હોય તો આણંદનાં રોડ રિપેર કરાવો. આણંદના રોડ સામે તમારી સત્તાની દાદાગીરી બતાવો. ત્યાં તો તમારું પાંચિયું ઉપજતું નથી. આણંદમાં કોઇ પણ બજારે જાવ, રોડની હાલત શું છે એ જોઇ લો. ત્યાં તમારું કઈ ચાલતું નથી એટલા માટે એક નિર્દોશ પાર્ટીપ્લોટવાળાને ધમકાવો છો? આ બધું જનતા જોઇ રહ્યી છે.
આજે જો આણંદનાં વેપારીઓ, વેપારી સંવાદનાં કાર્યક્રમમાં આવ્યા હોત, આમ આદમી પાર્ટીનાં પ્લેટફોર્મ પરથી બે રજૂઆત કરી હોત અને અમે એમનાં પ્રશ્નો સાંભળ્યા હોત તો કઈ સારું થાત. એનાં બદલે વેપારીઓનો અવાજ કોઇ પાર્ટી સાંભળે નહીં, એનાં માટે વેપારીઓને રોકવા માટે અમારો કાર્યક્રમ એમણે રદ કરાવ્યો.
હું ગુજરાતનાં, આણંદનાં તમામ વેપારીને વિનંતી કરું છું કે આવા તાનાશાહી પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને એક વખત જાકારો આપો અને એક વખત ઇમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. જે ડરપોક લોકોએ સરદાર પટેલની ભૂમી પરથી આવું કૃત્ય કર્યું છે તેમને એટલું કહીશ કે, ગમે તેટલી કોશીશ કરી લો પરંતું આ વખતે જનતા ક્રાંતિ કરવાનાં મૂડમાં છે. તમે પાર્ટીપ્લોટવાળાને રોકી શકશો જનતાને નહીં રોકી શકો. જનતા આ વખતે બૂથમાં જઇને તમારા દિમાગ પર જે સત્તાનો મેલ ભરાઇ ગયો છે તેનાં પર ઝાડું મારવાની છે.