અમદાવાદ
હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !
હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ
હાર્દીક પટેલ હવે ભાજપમાં જોડાશે તેને લઇને તારીખ હવે નક્કી થઇ ગઇ છે,ત્યારે ભાજપે હવે હાર્દીકની સરળતા માટે તેના રાજકીય હરિફોને ઠેકાણે પાડવાની શરુઆત કરી દીધી છે, ત્યારે માનવામાં
આવે છેકે હાર્દીક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂટણી લડશે,,જેના માટે હાર્દીકના સમર્થકોએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. 15000 કાર્ચકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમા જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન તેમના પર થયેલા કેસ અંગે કોર્ટ દ્વારા હાર્દિકને રાહત આપવામાં આવી હતી. તેથી હાર્દિકના ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેથી હવે એ વાત પણ નક્કી છે કે હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.
વિરમગામ બેઠકની વાત કરીએ તો અહી છેલ્લા બે ટર્મથી ભાજપને કોંગ્રેસને વનવાસ આપી રહ્યુ છે,,વર્ષ 2012માં કોંગ્રેસના તેજશ્રી બેન પટેલે વિરમગામ વિધાનસભા સીટ જીત્યા હતા, તેઓ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન
કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અહેમદ પટેલને હરાવવાની નેમ સાથે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઇ ગયા હતા, તેઓ વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ બેઠક પરથી ચૂટણી લડ્યા
ત્યારે સ્થાનિક મતદારોએ પક્ષ પલ્ટુ એવા તેજશ્રી બેન પટેલ ઉપર ભરોસો કરવાના બદલે કોંગ્રેસના લાખા ભાઇ ભરવાડને વિજય અપાવ્યો,,ત્યારે આ બેઠક ઉપર અત્યારે પુર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ
પુર્વ ધારાસભ્ય કામભાઇ રાઠોડ, પુર્વ ધારાસભ્ય પ્રાગજી ભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયા, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપ વજુ ભાઇ ડોડીયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન
જે જે પટેલ, પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પુર્વ પ્રમુખ રુત્વીજ પટેલ, અમદાવાદ મહાનગર પાલિકાના પુર્વ દંડક રાજુ ભાઇ ઠાકોર દાવેદાર માનવામાં આવે છે,જો કે હાર્દીક પટેલની ભાજપમાં તાજ પોશી બાદ
ભાજપના તમામ દાવેદારોનુ ધારાસભ્ય બનવાનુ સ્વપ્ન રોળાઇ જશે,
રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ
હાર્દીક પટેલ વિરમ ગામ બેઠક પરથી ઉમેદવાર તરીકે નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે તેમના વિજયમાં કોઇ નડતર રુપ કે વિધ્ન રુપ ન થાય તે માટે ભાજપ અત્યારથી વિજય વિરમગામ ઓપરેશન આંરભી દીધુ છે,સુત્રોની માનીએ તો
વિરમગામના કદ્દાવર નેતા અને પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયાને રાજ્યની સૌથી મોટીસહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ડીરેક્ટર પદ માટે ચૂટણી લડાવવાનો નિર્ણય કરાયો છે, એટલુ જ નહી આગામી સમયમાં તેમને
વાઇસ ચેરમેન પદ પણ આપી શકાય છે, જ્યારે અન્ય દાવેદારોને પણ તેમના કદ પ્રમાણે બોર્ડ નિગમમાં કે સંગઠનના યોગ્ય સ્થાન આપવામા આવશે, તેવી સંભાવના વ્યકત થઇ રહી છે,
આમ વજુ ભાઇ ડોડીયાને સહકારી સંસ્થામા સ્થાન આપીને પક્ષે તેમના પુત્ર નવદીપ ડોડીયાને પણ વિરમગામ બેઠક પરના દાવેદાર તરીકેનો સ્થાન ઝુટવી લીધો છે, તે સિવાય બાકી દાવેદારોનો પણ હવે છેદ ઉડાડી દેવામાં આવશે,