અમદાવાદ
સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર !
સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર !
ભારતિય જનતા પાર્ટીએ રાજ્યભરમાં હજારો કાર્યકર્તાઓને વિસ્તારક યોજના હેઠળ નિશ્ચિત નિયમો હેઠળ મેગા જનસંપર્ક અભિયાન કર્યો,,સુત્રોની માનીએ તો અનેક એવા કાર્યકર્તાઓએ નિષ્ઠા અને નિયમો પ્રમાણે કામ નથી
કર્યુ,, આવા કાર્યકરો ઉપર નજર રાખવા માટે ભાજપે દિલ્હીની એક એજન્સી થકી મુલ્યાંકન અને સમિક્ષા રિપોર્ટ તૈયાર કરાવી રહી છે, અને જે કાર્યકરોએ કામ ચોરી કરી હશે અને યોગ્ય રિપોર્ટ સબમિટ ન કર્યુ હોય
આગામી દિવસોમાં આવા કાર્યકર્તાઓને મહત્વની જવાબદારીમાંથી દુર રખાય તેવી સંભાવના છે,,
વડા પ્રધાન નરેન્દ્રમોદીનો સ્વપ્ન છે કે ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના નેતૃત્વ હેઠળ વર્ષ 1985માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી 149 બેઠકો મળી હતી, એ રેકોર્ડને બ્રેક કરવો,,
જો કે નરેન્દ્ર ભાઇ તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન એ રેકોર્ડ ને બ્રેક કરી શક્યા ન હતા, ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીની ગેર હાજરીમાં ગુજરાતના સવાયા મોદી ચંદ્રકાત પાટીલે રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, અને ગાંધીનગર
મહાનગર પાલિકા જેવી સત્તા કેન્દ્રોમાં પણ ભાજપનો ભગવો લહેરાવી બતાવ્યો છે,ત્યારે માધવ સિહના રેકોર્ડ કરતા પણ આગળ વધી ગુજરાત ભાજપના સર્વે સર્વા ચંદ્રકાંત પાટીલે ગુજરાતમાંથી કોંગ્રેસને નેસ્ત નાબુત કરવાની નેમ સાથે
રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવાના સંપલ્પ સાથે આયોજન બધ્ધ આગળ વધી રહ્યા છે, જેના ભાગ રુપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ધારાસભ્યો ,,પ્રધાનો, અને જિલ્લાના સિનયર નેતાઓને વિસ્તારક તરીકે મોકલ્યા હતા, જેમના દ્વારા
પણ વિધાનસભાની રિયાલીટી રિપોર્ટ તૈયાર કરાયો છે,
ત્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં 12 હજાર જેટલા વિસ્તારકોને પણ ખાસ જવાબદારી સોપાઇ છે, તેમને બુથ સ્તરે બુથ સમિતી બની છે કે કેમ શક્તિ કેન્દ્રો ઉપર બરાબર કામ થાય છે કે કેમ,રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લાભાર્થિઓ સુધી
પહોચી છે કે કેમ,,લાભાર્થીઓના ઘરે સંપર્ક અભિયાન,, બુથ સમિતીના સભ્યોને મળવું, બુથ સમિતીની ચકારણી કરવી, સાચી છે કે ખોટી હોય તેને રિપોર્ટ કરવો,, તેમની સાથે બેસીને જમણવાર કરવી, પાર્ટીની રાજકીય સ્થિતિ જાણવી
વિપક્ષની ભુમિકા,,આમ આદમી પાર્ટીની ભુમિકા ચકાસવાની હતી,, અને ભાજપે બનાવેલ એક ખાસ એપ્લીકેશનમાં તેનો ફોટો સાથેનો રિપોર્ટ કરવાનો હતો, પણ સુત્રોની માનીએ તો સંખ્યા બંધ્ધ વિસ્તારકોએ પુર્ણ સમય કામ કરવાના બદલે
ગણતરીના કલાકોમાં જ કામ સમેટી દઇને ઘર ભેગા થઇ ગયા, કારણ કે ગરમી બહુ વધારે હતી, તેમની ગરમી સહન ન થઇ,જેથી ઘરે પહોચીને તેઓએ પક્ષના પરિવારના બદલે પોતાના પરિવાસ સાથે એ સી રુમમાં સમય પસાર કર્યો,,
જો કે આ તમામ બાબતો પર રાષ્ટ્રિય ભાજપે થર્ડ પાર્ટી એજન્સીને ઇન્સ્પેક્શન કરવા માટે, વોચ રાખવા માટે કામ સોપી દીધુ છે,, રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર ગયેલ તમામ વિસ્તારકો દ્વારા કરાયેલ કામગિરીનો રિપોર્ટનું
વિશ્લેષણ કરાશે, તેમના રિપોર્ટમાં કેટલુ તથ્ય છે તેનુ ક્રોસ વેરીફિકેશન કરાશે, જેના આધારે આગામી દિવસોમાં કોની બાદબાકી કરવી તેનો નિર્યણ કરાશે,