ગાંધીનગર

ભાજપા સૌથી વધુ સીટ, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટ શેર એમ ત્રણ રેકોર્ડ બનાવવા જઇ રહી છે સી. આર. પાટીલ

Published

on

ગુજરાતમાં આગામી તા. ૫મી ડીસેમ્બરે યોજાનારા બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી સી. આર. પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ

પહેલાં તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર
ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના
મતદારોનો આભાર માન્યો સી. આર. પાટીલ

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહમાં
ગુજરાતની જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે – સી. આર. પાટીલ

વિવિધ રાજ્યોમાંથી આવેલ આગેવાનો અને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કરેલ પ્રચાર પ્રસાર માટે પણ આભાર માન્યો હતો સી. આર. પાટીલ

વર્ષ ૨૦૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં
કુલ મતદારોની સંખ્યા ૧૦ લાખ જેટલી વધી છે સી. આર. પાટીલ

Advertisement

ગુજરાતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બનવા
પામ્યો નથી અને પરિણામના દિવસે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી
જળવાઇ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સી. આર. પાટીલ

ગુજરાતમાં કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કોઇનું નામ જાહેર કર્યું નથી પરંતુ
ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના
નેતૃત્વમાં જ ચૂંટણી લડાવી છે સી. આર. પાટીલ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ટીકીટ વાંચ્છુઓ હોઇ તે સ્વાભાવીક છે પરંતુ
દરેકને ટીકીટ ફાળવવી શક્ય ન હોય જે લોકોને ટીકીટ મળી નથી તેવા કાર્યકર્તાઓ અને નેતાઓ
પક્ષ સાથે રહી નક્કી કરેલા ઉમેદવારોને જીતાડવા માટે કામે લાગી ગયાં છે સી. આર. પાટીલ

આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સીટ, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટ શેર
એમ ત્રણ રેકોર્ડ બનાવવા જઇ રહી છે સી. આર. પાટીલ

પક્ષમાં ગેરશીસ્ત આચરનાર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને
સસ્પેન્ડ કરવામાં આવેલ કાર્યકર્તાઓને
ભારતીય જનતા પાર્ટીમાં પરત લેવાના નથી સી. આર. પાટીલ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તૈયારી કર્યા બાદ બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થવાના છે. ગત પહેલાં તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના મતદારોનો આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ સાહેબમાં ગુજરાતની જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિવિધ રાજ્યોમાંથી આવેલ આગેવાનો અને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કરેલ પ્રચાર પ્રસાર માટે પણ આભાર માન્યો હતો. ગુજરાતની જનતાએ ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગૃહ મંત્રી
અમિતભાઇ શાહ નો પણ આભાર માન્યો હતો. ગુજરાતમાં આગામી તા. ૫મી ડીસેમ્બરે યોજાનારા બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્વળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
સી. આર. પાટીલે કહ્યું હતું વર્ષ ૨૦૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં કુલ મતદારોની સંખ્યા ૧૦ લાખ જેટલી વધી છે. ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિના સભ્યોનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે મતદાન કરાવવાની જવાબદારી હોય છે. નરેન્દ્રભાઇ સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબનું ગુજરાત ગૃહ રાજ્ય છે અને એટલા માટેજ તેઓ ગજરાતમાં હાજર રહ્યાં છે. કાર્યકર્તાઓના અને નેતાઓના મન મોટાવ હતાં છતાં પણ ભારતીય જનતા પાર્ટી તેમની નારાજગી હટાવી પક્ષ માટે કાર્યરત થવા અંગે મનાવવામાં અમે સફળ રહ્યાં છીએ. ગુજરાતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી અને પરિણામના દિવસે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઇ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કોઇનું નામ જાહેર કર્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ટીકીટ વાંચ્છુઓ હોઇ તે સ્વાભાવીક છે પરંતુ દરેકને ટીકીટ ફાળવવી શક્ય ન હોય જે લોકોને ટીકીટ મળી નથી તેવા કાર્યકર્તાઓ અને નેતાઓ પક્ષ સાથે રહી નક્કી કરેલા ઉમેદવારોને જીતાડવા માટે કામે લાગી ગયાં છે. પક્ષમાં ગેરશીસ્ત આચરનાર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સસ્પેન્ડ કરવામાં આવેલ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પરત લેવાના નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સીટ, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટ શેર કરવાના એમ ત્રણ રેકોર્ડ બનાવવા જઇ રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version