સુરતના ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ સુરતના વેપારીઓને વચન આપ્યું.
‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતના વેપારીઓને 24 કલાક વીજળી આપીશું: અરવિંદ કેજરીવાલ
પહેલાં દિલ્હીમાં પણ પાવર કટ ઘણો થતો હતો, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 24 કલાક વીજળી આવે છેઃ અરવિંદ કેજરીવાલ
27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી: આપ
સુરતના વેપારીઓને પાવર કટના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે: આપ
ભાજપે ગુજરાત મોડલના નામે માત્ર જુઠ્ઠાણા ફેલાવ્યા છે: આપ
એશિયાનું સૌથી મોટું ટેક્સટાઈલ હબ કહેવાતા સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ વારંવાર વીજ કાપનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે અનેક વખત ફરિયાદ કરવા છતાં વહીવટીતંત્ર તેમની વાત સાંભળતું નથી. વેપારીઓનું કહેવું છે કે જો આ જ સમસ્યા ચાલુ રહેશે તો તમામ વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે. સુરતમાં છેલ્લા 30 મહિનાથી વીવિંગ ટેક્સટાઈલના વેપારીઓ વીજ પુરવઠો ખોરવાતા ભારે પરેશાન છે. અનેક વખત ફરિયાદો કરવા સાથે વેપારીઓએ વીજ વિભાગની કચેરીએ ઘેરાવ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા, પરંતુ આજદિન સુધી કોઈએ વેપારીઓની વાત સાંભળી નથી.
આ ગંભીર સમસ્યા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક ટ્વિટ દ્વારા પોતાનું નિવેદન આપતા કહ્યું કે, “પહેલાં દિલ્હીમાં પણ પાવર કટ ખૂબ જ થતો હતો. હવે વીજળી 24 કલાક આવે છે. તમામ વેપારી ભાઈઓથી મારું વચન છે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમને 24 કલાક વીજળી આપીશું.
ખૂબ જ નવાઈની વાત છે કે ભાજપ હંમેશા ગુજરાત મોડલની વાત કરે છે, પરંતુ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે અત્યાર સુધી ગુજરાત મોડલના નામે માત્ર જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે, કારણ કે આજ સુધી ગુજરાતમાં વેપાર, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના મુદ્દા પર ભાજપે પાછલા 27 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. પરંતુ આજે ધીમે ધીમે ગુજરાત મોડલની વાસ્તવિકતા લોકો સામે આવી રહી છે. ગુજરાત વર્ષોથી વેપારની ભૂમિ તરીકે જાણીતું છે, પરંતુ આજે 27 વર્ષ સુધી શાસન કરનાર ભાજપ સરકાર ગુજરાતના વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પગલાં ભરી રહી નથી તે ખૂબ જ દુઃખની વાત છે.
સુરત વીવર્સ એસોસિએશનના પ્રમુખ અને કાપડના વેપારી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, પાવર કટની સમસ્યાના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વીજ પુરવઠામાં પાવર કટના કારણે મશીનોમાંની મોટરો બળી જાય છે. વીજળીનું બિલ વધારે છે અને કપડાંનું ઉત્પાદન ઓછું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો દરમિયાન એક વખત પાવર કટ થવાને કારણે વિવિંગ યુનિટ ફરી શરૂ થવાથી 2 હજાર રૂપિયાનું નુકસાન થાય છે. સુરતના કીમ, કરંજ, પીપોદરા, સાયણ, ગોથાણ, જોલવા, સચિન અને પલસાણા સહિતના અનેક ઔદ્યોગિક વિસ્તારોના વેપારીઓ વીજ કાપની સમસ્યાથી પરેશાન છે.
પરંતુ હવે ગુજરાતના વેપારીઓએ વધુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં રહેણાંક વિસ્તારોની સાથે-સાથે વેપારીઓને પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતી આવી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતની તમામ જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.