ગાંધીનગર
રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી
રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઇ બીજેપી એ 182 પૈકી 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે અનુસૂચિત જાતિની 13 બેઠકો ના ઉમેદવારો બીજેપીએ જાહેર કરી દીધા છે જેમાં ભાજપે વણકર સમાજને દસાડા ,ઇડર ,ગઢડા ,બારડોલી ,રાજકોટ ગ્રામ્ય ,કાલાવડ ,કોડીનાર ,અને વડગામ ગાંધીધામ
ફાળવી છે ત્યારે રોહિત સમાજને વડોદરા સીટી અને કડી બેઠક જયારે અમદાવાદમાં અસારવા બેઠક વાલ્મિકી સમાજને ફાળવી છે..ત્યારે સૂત્રોની વાત માનીએ તો વણકર સમાજની 20 લાખ વસ્તી છે .રોહિત સમાજની અંદાજિત 25 લાખ વસ્તી છે છતાં માત્ર બે બેઠકો ફાળવી છે જેને લઇ ને રોહિત સમાજના બુથથી લઈને પ્રદેશના નેતાઓમાં નારાજગી જોવા મળે છે જેની સીધી અસર ચૂંટણી ના પરિણામ પડી શકે છે તેમ તેમણે નામ નહીં લખવાની શરતે કહ્યું હતું.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે રોહિત સમાજ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ માં ગાંધીનગરમાં શક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું જોકે તેમ છતાં રોહિત સમાજની લાગણીને ધ્યાને લેવાઈ નથી..વર્ષ 2017માં રોહિત સમાજ ને ભાજપે ગઢડા ,કડી, દાણીલીમડા વડગામ અને વડોદરા સીટી સહીત પાંચ બેઠકો આપી હતી ત્યારે બીજેપીએ માત્ર બે બેઠકો રોહિત સમાજને આપી હતી જેને લઈને ભાજપમાં સક્રિય રોહિત સમાજના કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે..ત્યારે તેની અસર ચૂંટણીના પરિણામો પડે તેવી દહેશત નામ નહીં લખવાની શરતે વ્યક્ત કરી રહ્યા છે..