પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
ગુજરાત વિધાનસભાની 182 સીટો જીતવાના નેમ સાથે ભાજપ આગળ વધી રહ્યુ છે ત્યારે પ્રાંતિજના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને ભાજપમાં જોડવા માટેનો ઓપરેશન હાથ ધરાયુ છે,
સુત્રોની વાત સાચી માનીએ તો કાશી વિશ્વનાથના પરમભક્ત વડા પ્રધાન નરેન્દ્રમોદીના આશિર્વાદ લીધા બાદ પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ મધ્ય પ્રદેશ સ્થિત ઉજ્જૈનમાં મહાકાલના આશિર્વાદ લેવા પહોચ્યા છે,
તેઓની રાજકીય સોદાબાજીના ભાગ રુપે પ્રાંતિજ બેઠક માટે ભાજપે ટિકીટ કરી હોવાનુ પણ સુત્રો કહી રહ્યા છે, આ બેઠક પર અત્યારે રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્ર સિહ પરમાર પ્રતિનિધીત્વ કરી રહ્યા છે,
જો કે તેમનો પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથેનો વિભત્સ વિડીયો વાયરલ થયો હતો જે તેમની રાજકીય કારકીર્દી માટે ભષ્માસુર સાબિત થઇ શકે છે,
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
પ્રાંતિજ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1962માં કોંગ્રેસના શાંતુ ભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના કિશોર સિહ ચાવડાને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એન એ ઝાલાએ કોંગ્રેસના શાંતુ ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના ગોપાલ દાસ પટેલે એનસીઓના કૃપાસંગ સોલંકીને હરાવ્યા
વર્ષ 1975માં અપક્ષ ઉમેદવાર દિપ સિહ રાઠોડે અપક્ષ ઉમેદવાર મણિલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1980માં જનતા પાર્ટીના મગન ભાઇ પટેલે કોંગ્રેસ આઇના હરિશ ચંદ્ર સિહને હરાવ્યા
વર્ષ 1985માં કોંગ્રેસના ગોવિંદ પટેલે ભાજપના વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 1990માં ભાજપના વિરેન્દ્ર સિહ ઝાલાએ કોગ્રેસના ગોવિંદ ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1995માં વિરેન્દ્ર સિહ ઝાલાએ કોંગ્રેસના જયવદન પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના દિપ સિહ રાઠોડે કોંગ્રેસના ગોવિંદ પટેલને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના દિપ સિહ રાઠોડે કોંગ્રેસ વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના જય સિહ ચૌહાણે કોંગ્રેસના વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 2012માં કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયાએ ભાજપના જયસિહ ચૌહાણને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના ગજેન્દ્ર સિહ પરમાર કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયાને હરાવ્યા
પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસ વર્ષ 1962, 1972, 1985,વર્ષ 2012મા જીતી છે, જ્યારે વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષ વર્ષ 1980માં જનતા પાર્ટી, અને વર્ષ 1975માં અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીતી ચુક્યા છે
જ્યારે ભાજપ 1990, 1995,1998,2002,2007.2017 એમ છ વખત ચૂંટણી જીતી ચુક્યો છે,,
વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને ભાજપના યુવા નેતા ગજેન્દ્ર સિહ પરમાર ભોય ભેગા કરી દીધા હતા, તેઓ પ્રાંતિજ વિધાનસભાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સતત રાજ્ય સરકારમાં રજુઆત કરીને ઉકેલ લાવતા હતા, જેને પરિણામે તેઓ પ્રાંતિજ વિધાનસભામાં પ્રજા વત્સલ નેતા તરીકે લોક હૃદયમાં સ્થાન પામ્યા હતા, ગજેન્દ્ર સિહ ચૌહાણનો સ્વભાવ એક સરળ સહજ અને મિલન સાર છે, તેઓ લોકોના પ્રશ્નો ઉકેલવામાં હમેશા
અગ્રેસર રહે છે, તેઓ અધિકારી અને પ્રધાનોને પણ પોતાના પ્રશ્નોને લઇને દબાણ ઉભો કરી વિસ્તારની જનતાને ન્યાય અપાવતા હતા, તેમને અંદાજ પણ ન હતો કે સંવેદનશિલ ગણાતી મુખ્ય પ્રધાન વિજય રુપાણીની સરકારના તમામ પ્રધાનો ઘર ભેગા કરવાનો કેન્દ્રિય નેતૃત્વે નિર્ણય કર્યો, જેની સાથે જ ન જાણ્યુ જાનકી નાથે તેવું પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગજેન્દ્ર સિહના જીવનમાં બન્યું એવુ કે તેઓ સીધા રાજ્ય કક્ષાના પ્રધાન બની ગયા,,જેની સાથે
તેમના રાજકીય વિરોધીએ પણ સક્રીય બન્યા,,અને સ્વચ્છ છબી ધરાવતા, ચારિત્ર્યવાન, પ્રજા વત્સલ, લોક હૃદય સમ્રાટ બની ચુકેલા યુવા નેતા ગજેન્દ્ર સિહ ચૌહાણનો રાજકીય કાટો કાઢી નાખવા માટે ષડયંત્રો ખેલ શરુ થયો ,, અને
એક મહિલા કાર્યકર્તા સાથે અંગત પળોનો આનંદ માણતા હોય તેવો કથિત વિડીયો વાયરલ થયો,, એ મહિલાએ છેક કોર્ટ સુધી ન્યાય માટે ફરિયાદ કરી છે, જો કે ચારિત્ર્યવાન અને પ્રજા વત્સલ હોવાના કારણે તેમના રાજકીય વિરોધીઓ તેમનુ રાજકીય એન્કાઉન્ટર કરી શક્યા નહી,પણ તેમના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં જરુરથી સફળ થયા, જો કે તેમનુ મંત્રી પદ યથાવત છે,,
હવે તેમના રાજકીય વિરોધીઓએ નવો દાવ ખેલ્યો છે, વર્ષ 2012માં પુર્વ શિક્ષણ પ્રધાન જયસિહ ચૌહાણને હરાવીને આવેલા કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયા ભાજપના બારણે ડોરબેલ વાગડી રહ્યા છે,અને ભાજપના બંધ દરવાજા ખોલાવવા પ્રયત્ન કરી રહ્યા છે,જેના ભાગ રુપે તેઓ કાશિવિશ્વનાથના પરમ ભક્ત વડા પ્રધાન નરેન્દ્રમોદીના શરણે પહોચ્યા હતા, બજેટ સત્ર દરમિયાન તેઓએ વડા પ્રધાન નરેન્દ્રમોદી સાથે આશિર્વાદ લીધા હતા, ત્રણ મહિનાના ભાજપ સાથેના લિવ ઇન રિલેશનને હવે ઔપરચારિક કરવા જઇ રહ્યા છે, આગામી સપ્તાહમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સત્તાવાર રીતે જોડાઈ જશે, અને ભાજપનો કેસરીયો ધારણ કરશે, જેની સાથે જ
રાજ્ય સરકારના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર માટે શનિની પનોતીની જેમ કપરા દિવસોનો આરંભ થાય તેવી શક્યતાઓ છે, કારણ બહુજ સ્પષ્ટ છે, સુત્રોની વાત સાચી માનીએ તો મહેન્દ્ર સિહ બારૈયા પ્રાંતિજ બેઠક માટે
કન્ફરમેન્શન સાથે ભાજપના ખુંટે બંધાઇ રહ્યા છે, ત્યારે ગજેન્દ્ર સિહ પરમાર પુર્વ શિક્ષણ મંત્રી જય સિહ ચૌહાણ સહિતના અનેક દાવેદારોની ચૂંટણી લડવાની મનની મનમાં રહી જશે,
કોના રોળાઇ શકે છે
ભાજપ- સભંવિત દાવેદાર
ગજેન્દ્ર સિહ પરમાર- રાજ્ય સરકારના પ્રધાન
જયસિહ ચૌહાણ, પુર્વ શિક્ષણ પ્રધાન
પ્રદીપ સિહ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય
રણજીત સિહ દિપસિહ રાઠોડ, સાસંદ પુત્ર
મહેશ ભાઇ અમિચંદ પટેલ, પુર્વ ચેરમેન સાબરડેરી
કલ્પેશ પટેલ, ચેરમને એપીએમસી તલોદ
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ