ગાંધીનગર
કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !
કમા રાઠોડની રિએન્ટ્રીથી કોની થશે એક્ઝીટ !
ભાજપના બળવાખોર પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડની વાજતે ગાજતે રેડ કાર્પેટ પાથરીને ભાજપમાં પુનંઃ પ્રવેશ અપાયો
તેમને ઘર વાપસી કરાવવા માટે પ્રદેશના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા,
મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલ ગેર હાજરી આંખે ઉડીને વળગે તેવી હતી,
આ ઘટનામાં સુત્રો કહે છે કે કમાભાઇ રાઠોડને યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલના વિશ્વાસુ ગણવામાં આવે છે,
સ્થાનિક નેતાઓની સૂંચક ગેર હાજરી
કહેવાય છેકે સવારનો ભુલ્યો સાંજે ઘરે આવી જાય તો તેને ભુલ્યો નથી કહેવાતો,,એ રીતે
અમદાવાદ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને વિરમગામના પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડની ભાજપમાં ધર વાપસી થઇ,
તેમના ઘર વાપસી માટે ભાજપના પ્રદેશ મુખ્યાલય કમલમ ઉપર મોટો કાર્યક્રમનું આયોજન થયુ, જેમાં પ્રદેશ અધ્યક્ષ
ચંદ્રકાંત પાટીલ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપ સિહ વાધેલા, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની ભાઇ પટેલ
અમદાવાદ જિલ્લાના પુર્વ પ્રમુખ કુશળસિહ પઢેરીયા, કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમાર,પુર્વ પ્રધાન જશાભાઇ બારડ, ભાજપ નેતા રુત્વીજ પટેલ
હાજર રહ્યા હતા, જો કે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગિરી ગોસ્વામીની ગેર હાજરી સૂચક હતી,કમાભાઇ રાઠોડ, ભીખાભાઇ પટેલ,
મહેશ પટેલ સહિત સંખ્યા બધ્ધ ભાજપના નારાજ કાર્યકર્તાઓને ખેસ પહેરવાની ભાજપમાં પુનઃ જોડવામાં આવ્યા,,આમ 2017માં ભાજપને
પાઠ ભણાવવા નિકળેલા કમાભાઇ રાઠોડને પાચ વરસમાં આત્મજ્ઞાન થયુ કે તેમનો ભાજપ સિવાય કોઇ ઉધ્ધાર નથી,
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત
કમાભાઇ રાઠોડની રાજકીય તાકાતની વાત કરીએ તો તેઓ નાડોદરા રાજપુત સમાજમાંથી આવે છે, તેઓ 2007 વિરમગામ બેઠક ઉપર
ચૂંટણી લડ્યા જીત્યા,, 2010ની વસ્તી ગણતરીના આધાર ઉપર ગુજરાત વિધાનસભાની બેઠકોનું સિમાંકન કરાયું
જેમાં સાણંદ વિધાનસભા બેઠક નવી અસ્તિત્વમાં આવી,,પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના વિશ્વાસુ
ગણાતા કમાભાઇ રાઠોડને ભાજપે સાણંદ વિધાનસભા બેઠક પરથી 2012માં ટિકીટ આપી,,તેઓ કોંગ્રેસના કરમસી પટેલ સામે હારી ગયા
હોવા છતાં આનંદી બેન પટેલની કૃપાથી તેઓ 2013માં અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા અને વર્ષ 2016 સુધી રહ્યા
વર્ષ 2017માં અમદાવાદ જિલ્લાની રાજનિતિમાં મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો, અને સાણંદમાં તેમને ભાજપે ટિકીટ ન આપી, જેથી તેઓએ
બંડ પોકાર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂટણી લડ્યા અને 37975 મતો મેળવીને ત્રીજા સ્થાને રહ્યા, ત્યારે ભાજપે તેમને છ વરસ માટે સસ્પેન્ડ
કર્યા હતા, કમાભાઇ રાઠોડ નાડોદરા રાજપુત સમાજમાં મજબુત પકડ ધરાવે છે,તેઓનો પ્રભાવ આસપાસના 17 વિધાનસભામાં પડે છે,,તેમ તેમના નજીકના સમર્થકો કહે છે, (૧) સાણંદ (૨)વિરમગામ (૩)ધોળકા (૪)ધંધુકા (૫)ગઢડા (૬)બોટાદ(૭)પાલીતાણા (૮)ભાવનગર શહેર(૯)ખંભાત(૧૦)રાપર (૧૧)હળવદ (૧૨)મૂડી (૧૩) દસાડા (૧૪)લીબડી (૧૫)વઢવાણ (૧૬)રાધનપુર (૧૭)ચાણસ્મા
આટલી વિધાનસભા ના રાજપૂત સમાજ ની વોટબેંક પર પ્રભાવ પાડી શકે
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
કમાભાઇ રાઠોડની ટીકીટ કપાવવા પાછળની રાજનિતી
કમાભાઇ રાઠોડ આનંદી બેન પટેલના અંગત વિશ્વાસું હોવા છતા તેમની ટિકીટ કાપવા પાછળ પણ મોટી રાજનિતિ હતી,
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહે
વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું તેમની સાથે સ્મૃતિ ઇરાની અને બળવંત સિહ રાજપુત પણ રાજ્ય સભાના ઉમેદવાર હતા
એ સમયે ભાજપની પાસે ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે પુરતા ધારાસભ્યો ન હતા, ત્યારે ભાજપે ત્રિજી બેઠક જીતવા માટે કોગ્રેસના નેતાઓના
શબ્દોમાં વાત કરીએ તો ખરીદ વેચાણ સંઘ શરુ થયો,, કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા, જ્યારે બીજી તરફ અહેમદ
પટેલે પણ પોતાની સીટ જીતવા રિસોર્ટ પોલીટીક્સ શરુ કર્યું, કોગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરુ લઇ જવામાં આવ્યા, ત્યાં ધારાસભ્યો પાસેથી
ફોનથી લઇને તમામ વસ્તુઓ લઇ લેવામાં આવી,,એ સમયે કોગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ હતો, એવા સમયે
કરમસી પટેલના પુત્ર કનુ પટેલ ભાજપ માટે સંકટ મોચક સાબિત થયા,, તેઓએ તાબડ તોબ ભાજપના નેતાઓની સૂચના મુજબ બેંગાલુરુ
પહોચ્યા,અને ભાજપના પેકેજ મુજબ પિતાને સમજાવવામાં સફળ રહ્યા, અને કમરસી પટેલ ચૂંટણીના દિવસે કોગ્રેસની લક્ઝરીમા આવી
ભાજપના ઉમેદવારને મત આપ્યા,પરિણામે 2017 ભાજપે આપેલ કમિટમેન્ટ મુજબ તેમના પુત્ર કનુભાઇ પટેલને ટીકીટ આપી,,અને તેઓ
સાણંદના ધારાસભ્ય બન્યા, અત્યારે તેઓ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના અંગત વિશ્વાસુ માનવામાં આવી છે,
કનુભાઇ પટેલની પ્રજા લક્ષી કામગીરી થી તેઓ પ્રભાવિત હોવાનુ માનવામાં આવે છે,
ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે
સાણંદમાં હવે આનંદી બેન પટેલ વર્સીસ અમિત શાહ જુથ આમને સામને
પુર્વ જિલ્લા ભાજપના પ્રમુખ અને 2017માં છ વરસ માટે સસ્પેન્ડ થયેલા કમાભાઇ રાઠોડને આવકારવા માટે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન સહિતના હોદ્દેદારો વિશેષ સમય કાઢીને હાજર રહ્યા,
જોકે અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ હર્ષદ ગિરી ગોસ્વામી,જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ સિહ ડોડીયા
અને સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ગેર હાજર રહ્યા હતા,
અહી મામલો ગેર હાજરીનો નથી, પણ જુથવાદનો છે, કારણ કે જે લોકો ગેર હાજર રહ્યા તેઓ અમિત શાહ નજીક માનવામાં આવે..
જ્યારે જે નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા તેઓ આનંદી બેન પટેલની નજીક માનવાં આવે છે, સુત્રો કહે છે કે આનંદી બેન પટેલના
કહેવાથી કમાભાઇ રાઠોડની ભાજપમાં અધિકૃત વાપસી થઇ છે,
કમા ભાઇ રાઠોડના પુન પ્રવેશથી કોની રાજકીય કારકીર્દી જોખમાશે
સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલ અમિત શાહના વિશ્વાસુ હોવાથી તેમની ટિકીટ કન્ફર્મ માનવામાં આવે છે,
જ્યારે જિલ્લા ભાજપના મહામંત્રી અને પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયાના પુત્ર નવદીપ સિહ ડોડીયા
વિરમગામ વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે, તેઓ પણ કમાભાઇ રાઠોડની જેમ નાડોદરા રાજપુત છે, હવે કમાભાઇ રાઠોડના પુનઃ પ્રવેશ
બાદ અમદાવાદ જિલ્લાની રાજનિતીમાં સમિકરણો બદલાયેલા જોવા મળે છે, કમાભાઇ વિરમ ગામ સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે
તો સાણંદમાં તેઓ 2012માં ભાજપમાંથી ચૂંટણી લડી ચુક્યાછે તો 2017માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની રાજકીય તાકાતનુ
પ્રદર્શન કરી ચુક્યા છે, જેથી હવે તેમની ઉપસ્થિતિ કનુભાઇ પટેલ અથવા નવદીપ ડોડીયા કોઇ એકને નડી શકે છે,
આમ તો ટિકીટ કોને આપવી તેનો નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કરતુ હોય છે, પણ જે રીતે ગુજરાતમાં આનંદી બેન પટેલ અને અમિતશાહ
નો પ્રભાવ જોવા મળે છે બન્ને જુથો એક બીજાને પછાડવા અને પોતાના સમર્થકોને વધુ ટિકીટ મળે તેના માટે સક્રીય થયા છે તેમ
સુત્રો કહે છે,