ભાજપે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પંજાબ ચંદીગઢ ના પ્રભારી તરીકે જવાબદારી સોંપી
ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા એ ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પંજાબ અને ચંદીગઢ ના પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે.કેન્દ્રીય નેતૃત્વ દ્વારા 13 રાજ્યો ના પ્રભારી અને સહ પ્રભારી ની નિમણુંક કરી છે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે વર્ષ 2024 માં યોજાનાર લોકસભા ની ચૂંટણી ને ધ્યાને રાખી ને ભાજપે અનુભવી અને સિનિયર નેતાઓ ને ચૂંટણી ની રણનીતિ તૈયાર કરવા માટે જવાબદારી સોંપી છે..ત્યારે નોંધનીય છે કે ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ રાજય ના મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ તરીકે સેવાઓ આપી હતી તેમને વર્ષ 2021 માં દૂર કરી ને તેમના સ્થાને ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જવાબદારી સોંપવા માં આવી હતી.ત્યારે હવે સંગઠન કામ ના જાણકાર વિજય રૂપાણી ને પંજાબ માં ભાજપ ને સત્તા સ્થાને લાવવાની જવાબદારી સોંપાઈ છે..અત્યારે આમ આદમી પાર્ટી પંજાબ માં સત્તા સ્થાને છે ત્યારે પંજાબ માં ભાજપ નો લોકસભા ની સારો દેખાવ થાય તેની જવાબદારી પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી ને સોંપાઈ છે..