આપ’ રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાએ પુરાવા સાથે ભાજપના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો.
ભાજપ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પાણીનું કૌભાંડ આચર્યું: રાકેશ હિરપરા
ભાજપ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે: રાકેશ હિરપરા
36મા નેશનલ ગેમમાં ભાજપે રેકોર્ડ બનાવવાનો હોય એમ સામાન્ય શિક્ષણ સમિતિની સભાને ફક્ત 40 થી 45 સેકન્ડમાં પૂરી કરી દીધી: રાકેશ હિરપરા
પહેલા અમે વાર્તા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પરંતુ હજુ સુધી એમાં પણ કોઈની ધરપકડ થઈ નથી: રાકેશ હિરપરા
કોરોના કાળ દરમિયાન ખીચડી ખવડાવવાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને હવે પાણીનું કૌભાંડ કરવામાં આવ્યું છે: રાકેશ હિરપરા
આપણે સૌએ ભેગા મળીને આ ભ્રષ્ટાચારી લોકોને પાઠ ભણાવવો પડશે, આમ આદમી પાર્ટી આવનારા દિવસે ઉગ્ર લડાઈ લડશે: રાકેશ હિરપરા
વારંવાર Amrit Engineering Pvt. Ltd., Shree Enterprise, INTILEN NITSOL એમ આ ત્રણ એજન્સીઓ પાસેથી જ કેમ તમામ ખરીદી કરવામાં આવે છે?: રાકેશ હિરપરા
Amrit Engineering Pvt. Ltd., Shree Enterprise, INTILEN NITSOL ત્રણેય એજન્સીના GST એડ્રેસ કેમ એક જ જગ્યાના છે?: રાકેશ હિરપરા
વારંવાર ખરીદીઓ થતી હોય તો એજન્સીએ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વસ્તુઓ આપવી જોઈએ છતાંય બજાર ભાવ કરતાં ઉંચો ભાવ કેમ વસુલવામાં આવે છે?: રાકેશ હિરપરા
જે વસ્તુ બીલમાં લખેલી છે એ વસ્તુ સિવાયની હલકી ગુણવત્તાવાળી વસ્તુ કેમ આપવામાં આવી?: રાકેશ હિરપરા
દર વખતે ખોટા સરનામાના બીલ/ચલણ શા માટે બનાવવામાં આવે છે?: રાકેશ હિરપરા
આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે જ સમિતિ અધ્યક્ષ ત્રણ દિવસથી સમિતિની ઓફીસે દેખાતા નથી, તાળું મારીને ભાગી જાય છે: રાકેશ હિરપરા
કદાચ પેપર ખોટું બોલતા હોઇએ પરંતું અમે ટાંકીમાંથી ફોટો લીધો છે જેમાં એ મોટર પર અમૃત લખેલું છે. અમૃતનું નામ કોઇ જગ્યાએ કોઇ કોન્ટ્રાક, કોઇ ચલણ કે ડિલિવરીમાં પણ મેન્સન કર્યું નથી તો પછી આ બ્રાડની વસ્તું કેમ આપવામાં આવી?: રાકેશ હિરપરા
વારંવાર આ ભ્રષ્ટાચાર ખુલવા છતાં તેઓ સુધરવાનું નામ નથી લેતા એનું કારણ એ છે કે, આવા લોકોને લાગે છે કે આ બધું આપણા પરમ પૂજ્ય પિતાશ્રીનું છે: રાકેશ હિરપરા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે ભાજપ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે. એટલે ભાજપના ભ્રષ્ટાચાર વિશે વાત કરવી એ કોઈ નવાઈની વાત નથી હોતી પરંતુ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને જવાબદાર વ્યક્તિ તરીકે અમે પુરાવા સાથે બતાવતા હોઈએ છીએ કે આ લોકો કેટલા ભ્રષ્ટાચારી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈને પાણી પીવડાવવું અને શિક્ષણ આપવું એ પુણ્યનું કામ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કહો કે ગુજરાત સરકાર કહો એમના દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં પાણી પીવડાવવાની ખરીદીમાં એક કૌભાંડ થયું છે અને આની પહેલા પણ શિક્ષણ સમિતિ વારંવાર અલગ અલગ મુદ્દે ઘેરાતી રહે છે.
ભાજપ સંચાલિત શિક્ષણ સમિતિએ 26 સપ્ટેમ્બરે યોજાયેલ સામાન્ય શિક્ષણ સમિતિની સભાને ફક્ત 40 થી 45 સેકન્ડમાં પૂરી કરી દીધી. 36મા નેશનલ ગેમમાં ભાજપે ભાગ લીધો હોય અને રેકોર્ડ બનાવવા માગતા હોય એવું લાગતું હતું. આની પહેલા અમે વાર્તા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પરંતુ હજુ સુધી એમાં પણ કોઈની ધરપકડ થઈ નથી. અત્યાર સુધી રોડ રસ્તા અને પાણીના કૌભાંડ થતા હતા પણ ભાજપે રચનાત્મક રીતે કૌભાંડ કરવા માટે વાર્તાનું કૌભાંડ આચર્યું હોય એવું લાગે છે. કોરોના કાળ દરમિયાન ખીચડી ખવડાવવાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને હવે પાણીનું કોભાંડ કરવામાં આવ્યું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી શાળાઓ છે, ઘણી બધી શાળાઓ વારંવાર જરૂરી સાધનોની માંગ કરતી હોય છે અને ઘણી શાળાઓએ પાણી ખેંચવાના પંપ ખરાબ થઈ જવાના કારણે નવા પંપ માંગ્યા હતા. લગભગ બે વર્ષથી આ પંપની માંગણી થતી હતી અને આખરે શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો કે પંપ આપી દઈએ. અને 45 સેકન્ડની થયેલી સામાન્ય સભામાં આનું કામ આવ્યું હતું. ટોટલ 12 સબમર્સીબલ પંપ અને મોટરને ખરીદવાનું કામ આવ્યું હતું અને એની સાથે જોડાયેલ ફાઈલોમાં અલગ અલગ પ્રકારના બીલ હતા અને 17 પંપની ખરીદી થઈ હતી અને સાથે સાથે એક કોમ્પ્યુટરની પણ ખરીદી થઈ હતી. આ લોકોએ બે અલગ અલગ એજન્સીઓને આ સામાન ખરીદવા માટે કામ આપ્યું. એમાંથી એક એજન્સી નું નામ છે Shree Enterprise બીજી એજન્સી નું નામ છે Nutra Marketing. Shree Enterprise પાસે બે અલગ અલગ ઓર્ડરમાં સામાન લેવામાં આવ્યો. એક વખત આઠ પંપની ખરીદી કરવામાં આવી અને બીજી વખત સાત પંપની ખરીદી કરવામાં આવી. અને Nutra Marketing પાસેથી બે પંપ ખરીદવામાં આવ્યા એટલે ટોટલ મળીને 17 પંપ થયા. મેં એના બિલ વાંચ્યા કે કયા ભાવે શું ખરીદાયુ છે. નક્ષ અને એબીબી બ્રાન્ડના પંપ ખરીદવામાં આવ્યા હતા. એક પંપ ની કિંમત 26,600 હતી. પછી અમે અલગ અલગ શાળાઓએ જઈને આની માહિતી વેરીફાઇ કરવાનું શરૂ કર્યું. ત્યાં અમે જોયું કે Amrit Engineering Pvt. Ltd. કંપનીના પંપ આપવામાં આવ્યા છે. વાર્તા કૌભાંડ બાદ શાળાના બાળકોને પાણી પીવડાવવામાં પણ ભાજપે ગોટાળો કર્યો.
આમ આદમી પાર્ટીની નેશનલ કાઉન્સિલના સદસ્ય અને શિક્ષણ સમિતિમાં વિપક્ષના નેતા એવા રાકેશ હિરપરાએ પુરાવા સાથે ભાજપના આ ગોટાળાનો પર્દાફાશ કર્યો છે.
ભાજપ સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા અલગ અલગ શાળાઓમાં પાણી ખેંચવા માટેની ઇન્ડકશન મોટર તેમજ સબમર્શીબલ પંપ આપવામાં આવ્યા છે. આ પંપ/મોટર સમિતિએ Shree Enterprise અને Nutra Marketing નામની બે એજન્સીઓ પાસેથી ખરીદેલ છે. એક પંપ/મોટર દીઠ રૂપિયા 26,600 લેખે કુલ 17 પંપ/મોટરના કુલ ૪,૫૨,૨૦૦ રૂપિયા એજન્સીઓને ચૂકવાયા છે. એજન્સીએ પોતાના બીલમાં લખેલ છે કે એમણે Naksh અને ABB કંપનીના પંપ/મોટર આપેલ છે અને એ પ્રમાણે જ સમિતિ પાસેથી ભાવ લીધેલ છે પણ શાળામાં જે પંપ/મોટર આપવામાં આવેલ છે એ Amrit Engineering Pvt. Ltd. કંપનીના આપવામાં આવેલ છે. અમોએ Amrit Engineering Pvt. Ltd. નામની કંપની પાસેથી આ જ મોડેલના પંપ/મોટરના ભાવ કઢાવ્યા તો એ કંપનીએ આ જ સ્પેસીફીકેશન વાળી મોટર રૂપિયા 15930 અને આ જ સ્પેસીફીકેશન વાળો પંપ રૂપિયા 12508માં આપવાનું જણાવ્યું એનો અર્થ એ થયો કે સમિતિએ એક પંપ દીઠ લગભગ 10,000 રૂપિયા વધુ ચૂકવ્યા.
અમુક શાળામાં Amrit Engineering Pvt. Ltd. કંપનીના પંપ/મોટર સાથે જે ડિલિવરી ચલણ આપવામાં આવેલ છે એમાં Shree Enterpriseનું સરનામું લખેલ છે 182, સરગમ પાર્ક, પુણાગામ-બોમ્બે માર્કેટ રોડ. અમોએ આ એડ્રેસ પર તપાસ કરી તો ત્યાં તો અન્ય કોઈ વ્યક્તિ વસવાટ કરે છે અને એ તો બે માળનું રહેણાક મકાન છે, ઓફીસ કે ફેક્ટરી નથી. Shree Enterpriseનો GST નંબર છે 24ACEFS1381C1ZI. આ GST નંબર સાથે જોડાયેલું એડ્રેસ છે 186, જાપાન માર્કેટ. Shree Enterpriseના બીલમાં લખેલ નંબર છે 9974028753 જે ખોટો છે. Nutra Marketingનો GST નંબર છે 24AAIFM3710H1ZL અને આ GST નંબર સાથે જોડાયેલ એડ્રેસ છે 188, જાપાન માર્કેટ. એનો અર્થ એ થયો કે Shree Enterprise અને Nutra Marketing બંને એક જ છે.
આ સિવાય INTILEN NITSOL નામની એજન્સી પાસેથી સમિતિએ એક કોમ્પ્યુટરની ખરીદી કરેલ છે. આ કોમ્પ્યુટરમાં 4GB RAM, 1TB હાર્ડ ડિસ્ક, Core i3 પ્રોસેસર, 19.5” મોનીટર, વગેરે વસ્તુઓ આપવાની નક્કી કરેલ છે જેનો ભાવ 46,900 ચૂકવાયો છે. બજારમાં આ જ સ્પેસીફીકેશનનું કોમ્પ્યુટર 36,000 રૂપિયામાં મળે છે. આ INTILEN NITSOLનો GST છે 24AABFI1905R1ZA અને આ GST નંબર સાથે જોડાયેલ એડ્રેસ છે 188, જાપાન માર્કેટ.
અમારા મુખ્ય સવાલો છે કે,
1.વારંવાર આ ત્રણ એજન્સીઓ પાસેથી જ કેમ તમામ ખરીદી કરવામાં આવે છે?
2.ત્રણેય એજન્સીના GST એડ્રેસ કેમ એક જ જગ્યાના છે?
3.વારંવાર ખરીદીઓ થતી હોય તો એજન્સીએ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વસ્તુઓ આપવી જોઈએ છતાંય બજાર ભાવ કરતાં ઉંચો ભાવ કેમ વસુલવામાં આવે છે?
4.જે વસ્તુ બીલમાં લખેલી છે એ વસ્તુ સિવાયની હલકી ગુણવત્તાવાળી વસ્તુ કેમ આપવામાં આવી?
5. દર વખતે ખોટા સરનામાના બીલ/ચલણ શા માટે બનાવવામાં આવે છે?
Shree Enterprise અને Nutra Marketing એવી એજન્સીઓ છે જેને સમિતિ વારંવાર અલગ અલગ કામ આપે છે. Shree Enterprise ટોયલેટ ક્લીનર પણ સપ્લાય કરે છે, કબાટ પણ સપ્લાય કરે છે અને પાણીના પંપ/મોટર પણ સપ્લાય કરે છે. Nutra Marketing પંપ/મોટર પણ સપ્લાય કરે છે, RO પ્લાન્ટ રીપેર પણ કરે છે. આ સિવાય પણ અન્ય ઘણા કામો આ બંને એજન્સીઓને મળે છે. આ બાબત ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ તરફ ઈશારો કરે છે.
આ તમામ પૂરાવાઓ સાથે લઈને બેઠા છીએ. મેં જે પણ વસ્તુ આજે કિધેલી. જેવા કે જીએસટી નંબર, એન્ટર પ્રાઇઝ અને એડ્રેસ આપ સૌ જાતે વેરીફાઈ કરી શકો છો. આ પંપ જે શાળામાં મૂકેલા છે એમને અમે જાતે જ વેરિફાઇ કરેલાં છે. એમાં એ ક્વોલિટી આપવામાં આવી છે કે નહીં. આ જે 188 નંબરની દુકાન છે. 188 નંબરમાં 2 જીએસટી ચાલે છે. ન્યુટ્રા માર્કેટીંગ એ જ છે, INTILEN NITSOL પણ એ જ છે. આની 3 દૂકાનો છે, 186,187 અને 188. આ ત્રણેય નંબરની દુકાનમાંથી બધો વહીવટ થાય છે. જે-186માં ઓમ સાઇ મોડેલીંગ ચાલે છે. એબીબી અને નક્સની મોટર અને સબમરસીન આપવાનાં હતા એનાં બદલે અમૃત કંપનીનું આપવામાં આવ્યું છે. એબીબી અને નક્સનું નથી આપવામાં આવ્યું. શાળામાં આપવામાં આવેલું બે હોર્સ પાવરનું વોટરપંપનું ડિલિવરી ચલણ Shree Enterpriseનું છે જેનું એડ્રેસ 182 સરગમ પાર્ક સોસાયટી છે. બીજી સ્કુલમાં પણ આજ પ્રમાણનું ડિલિવરી ચલણ છે. આ બંને મોડલ નંબરનાં ભાવ અમે કઢાવેલા છે એનાં પૂરાવા અમારી પાસે અને કોટેશન પણ છે.
કદાચ પેપર ખોટું બોલતા હોઇએ પરંતું અમે ટાંકીમાંથી ફોટો લીધો છે જેમાં એ મોટર પર અમૃત લખેલું છે. અમૃતનું નામ કોઇ જગ્યાએ કોઇ કોન્ટ્રાક, કોઇ ચલણ કે ડિલિવરીમાં પણ મેન્સન કર્યું નથી તો પછી આ બ્રાડની વસ્તું કેમ આપવામાં આવી? તો આ તમામ વસ્તુઓ બતાવે છે કે આ સફેદ, ધોળા દિવસે થયેલો ભ્રષ્ટાચાર છે. અને આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે જ સમિતિ અધ્યક્ષ ત્રણ દિવસથી સમિતિની ઓફીસે દેખાતા નથી. તાળું મારીને ભાગી જાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિમાં એક સભ્ય હોવા છતાં 6-7 પોલીસકર્મીઓને રાખીને સભાઓ ભરવામાં આવે છે.
વિજેલન્સમાં પણ ફરીયાદ કરીશું, બીજે ફરીયાદ કરીશું. આવા બનાવોને ખુલ્લા પાડીશું. વારંવાર આ ભ્રષ્ટાચાર ખુલવા છતાં તેઓ સુધરવાનું નામ નથી લેતા એનું કારણ એ છે કે, આવા લોકોને લાગે છે કે આ બધું આપણા પરમ પૂજ્ય પિતાશ્રીનું છે. ગુજરાતનાં લોકોને વિનંતી કે આ ભાજપની સરકાર અહંકારી બની ગઇ છે કે વારંવાર ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા છતાં એમને શરમ નથી આવતી કે પ્રજાનાં પૈસા લુંટવાનું હવે બંધ કરી દઈએ. આપણે સૌએ ભેગા મળીને આ લોકોને પાઠ ભણાવવો પડશે. પાણી જેવા પવિત્ર વસ્તુમાં અને શિક્ષણમાં લૂંટ કરી છે. આમ આદમી પાર્ટી આવનારા દિવસે ઉગ્ર લડાઈ લડશે. આ ભ્રષ્ટાચારીઓને છુપાવવામાં નહીં આવે અને આ લડાઇ ચાલુ રહેશે.