આમ આદમી પાર્ટી

ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

Published

on

ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

પૂર્વ કોર્પોરેટર તથા ભાજપના જિલ્લા SC સેલના ઉપપ્રમુખ રહી ચુકેલ મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને મનહરભાઈ પરમાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ

લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે: આપ

Advertisement

આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ – ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો આપવાનું નક્કી કરીને બેઠા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ આજે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસના ષડયંત્રને સફળ નહીં થવા દે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે દરેક જાતિ ધર્મના લોકો અને દરેક વર્ગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.

આ ઈમાનદાર અને સમાજસેવક લોકોની યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ભરૂચના રહેવાસી મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલજીના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. મનહરભાઈ પરમારની સાથે સાથે કિશાન આગેવાન પિયુષભાઈ પરમાર , કેતનભાઇ પરમાર, રજનીકાંત ભાઈ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મનહરભાઈ ભરૂચ નગરપાલિકામાં એક કોર્પોરેટર તરીકે ખૂબ જ સારી સેવા આપી ચૂક્યા છે. આ સિવાય મનહરભાઈ ભાજપમાં ભરૂચ જિલ્લાના અનુસૂચિત જાતિ વીંગના ઉપપ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. મનહરભાઈ આર.ટી.આઈ એક્ટિવિસ્ટોની ટીમ સાથે પણ ઘણા સમયથી કામ કરી રહ્યા છે. મનહરભાઈ માહ્યાવંશી સમાજના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે તથા ફેર પ્રાઇસ એસોસિએશનના પણ જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં વર્ષો સુધી જે પ્રશ્નોનો નિકાલ ન આવતો હતો તેવા પ્રશ્નોના નિકાલ લાવવા માટે મનહરભાઈએ ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે. મનહરભાઈએ ભરૂચમાં પોતાનું સંગઠન ખૂબ જ મજબૂત બનાવ્યું છે અને તેઓ યુવાઓમાં ખૂબ જ પ્રચલિત છે. મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિ અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં થયેલા દિલ્હીના કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટીની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ, મફતમાં સારું આરોગ્ય, બેરોજગારોને રોજગાર, રોજગાર ન મળે ત્યાં સુધી યુવાનોને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થુ, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ, ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP, જળ, જંગલ, જમીન પર માત્ર ગ્રામસભાઓનો જ અધિકાર રહે એ માટે ‘પેસા કાનૂન’, કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને લોકતંત્ર જળવાઈ રહે તે માટે જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આપી છે.

આજે અરવિંદ કેજરીવાલની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈને દરેક વર્ગ અને સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સાથે લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે એ જોતા જનતા આ વખતે પરિવર્તન લાવવાનાં મૂડમાં છે એ સ્પષ્ટ નજર આવી રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version