અમદાવાદ

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

Published

on

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

ફાઇલ ફોટો- અમિત શાહ સંગ ભુપેન્દ્ર યાદવ

ગુજરાત વિધાનસભા ઇલેક્શન માટે બ્યુંગલ ફુકાઇ ચુક્યો છે, સત્તાધારી પક્ષ ભાજપ,કોગ્રેસ અને આમ અદામી પાર્ટી સહિત અનેક અપક્ષો પણ ચૂટણી લડવા માટે તાલ ઠોકી રહ્યા છે
તેવામાં 2017માં ભાજપને સત્તાના શિખર સુધી પહોડનાર તત્કાલિન પ્રભારી અને હાલના કેન્દ્ર સરકારના પ્રધાન ભુપેન્દ્ર યાદવને ફરી ગુજરાતના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોપાય તેવી
સંભાવના વર્તાઇ રહી છે, ભુપેન્દ્ર યાદવ 2017માં ગુજરાત ભાજપના ચાણક્ય રહ્યા હતા, જોઇએ આ રિપોર્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચાઓનો બજાર ગરમ છે, કેટલાક કહે છે ચૂટણી જુન સુધી આવશે તો કેટલાક કહે છે, કોઇ કહે છે કે પોતાના નિયત સમય એટલે કે ડીસેમ્બરમાં પણ આવી
શકે છે, તેની વચ્ચે કેન્દ્ર સરકારના પ્રધાન ભુપેન્દ્ર યાદવને ગુરજરાતના પ્રભારી મંત્રી બનાવાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે, સાથે એક અઠવાડિયામાં તેમનો પ્રવાસ પણ ગુજરાતમાં ગોઠવાશે
તેવી ચર્ચાઓ ભાજપના રાજકીય વર્તુળોમાં શરુ થઇ ગઇ છે

Advertisement

સફળ રણનિતીકાર તરીકે ભુપેન્દ્રયાદવ

ભુપેન્દ્ર યાદવને સફળ સંગઠનના સફળ રણનિતિકાર તરીકે જોવામાં આવે છે, 2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતી તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપના વિરોધમાં હતા
તે સમયે ભાજપ સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી, તેવા સંજોગોમાં ભુપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો,,સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જીત માટે જુસ્સો ભર્યો, બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ રણનિતિને મજબુક કરી,
પાટીદાર અનામત આદોલનને કઇ રીતે તોડાય અથવા એમ કહીએ કે
તેની અસર ભાજપને કઇ રીતે ઓછી થાય તે માટે રણનિતિ ઘડી, પાટીદાર આદોલનની આગેવાની કરતા અનેક નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડ્યા,, રુત્વીજ પટેલને પાટીદાર
નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા, પાટીદાર સમાજના આગેવાનોને સાથે બેઠક કરી,,અને ભાજપને હારતા હરતા જીત તરફ વાળી લીધી,,અને 2017માં ભાજપને જીત અપવવામાં તેમની રણનિતિ કારગર નિવડી,,
વિજય રુપાણીએ જ્યારે સીએમ પદ ઉપર રાજીનામુ આપ્યુ હતુ, ત્યારથી તેઓ ગુજરાતથી દુર હતા, ત્યારે હવે એક એઠવાડીયામાં તેઓનો ગુજરાત પ્રવાસ ગોઠવાઇ શકેછે,

Advertisement

2022માં પણ મળી શકે છે ગુજરાતની જવાબદારી

આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં સત્તા હાંસલ કરી તેવી જ રીતે તે ગુજરાતમાં પણ આવી રહી છે,જેમાં પ્રથમ શક્તિપ્રદર્શન તે 2 એપ્રિલથી કરશે, જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન
ભગવંત માન આવશે,, રોડ શો કરશે,, સાથે પંજાબમાં જીત અપાવનારી ટીમને આપે ગુજરાતની જવાબદારી સોપી દીધી છે, પરિણામે હવે ભાજપને કોગ્રેસ કરતા આપની ચિન્તા વધુ છે, કારણ કે
આદ આદમી પાર્ટીએ પંજાબમા આવતાની સાથે પોતાના વચનોના પાલનની શરુઆત કરી દીધી છે, જ્યારે ભાજપ સામે યુપીની જનતાને અપાયેલા વચનો પાલન કરવાનો પડકાર રહેશે, જેથી ભાજપ હાઇકમાન્ડ
ભુપેન્દ્રયાદવને ફરીથી ગુજરાતની જવાબદારી સોપી શકે છે

 

Advertisement

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોગ્રેસી નેતાઓની મુલાકાત

ગુજરાત કોગ્રેસની સ્થિતિ હાલ એક જોડે ને તેર તુટે જેવી છે, કારણ કે જ્યારથી ખુલાસો થયો છે કે તેમના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં ત્યારથી તેમનામાં હડકંપ શરુ થઇ ગયો છે
ત્યારે ગુજરાત કોગ્રસેમાં દિગ્વિજય સિહ અને હાર્દીક પટેલ જુથ વચ્ચે પણ વિવાદો ચરમસીમાએ છે તેવી પરિસ્થિતિમાં ગુજરાતમાં કોગ્રેસની રણનિતિ શુ રહેશે કયા મુદ્દાઓ લઇને તેઓ
જનતા વચ્ચે જશે, અને જે રીતે કોગ્રેસનુ જનાધાર સામે સવાલો ઉભા થાય છે તેનાથી કોગ્રેસના ધારાસભ્યોને નુકાશન થઇ રહ્યા છે, ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ શાષન આપવા છતાં
કોગ્રેસ તેને ઘેરી સકતી નથી, હવે તો આપ પણ કોગ્રેસ માટે પડકાર છે,, તેવામાં હવે કોગ્રેનસા નેતાઓ રાહુલ ગાંધીને દિલ્હીમાં મળ્યા છે,,અને ગુજરાતનો ચીતાર રજુ કર્યો છે, સાથે ટીકીટ આપવાથી માંડી પ્રચારની
રણનિતિ તૈયાર કરીને ગુજરાત પરત આવશે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version