ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય વિજય બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં સત્તાધારી પક્ષ ના નેતા તરીકે ફરી એક વખત ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય રક્ષા મંત્રીરાજનાથ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભાના પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને સમર્થન આપ્યું હતું.જેને તમામ ધારાસભ્યોએ વધાવી લીધો હતો..જયારે બીજી તરફ ગુજરાત વિધાનસભામાં ગૃહના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી થઇ ગયા બાદ હવે તેમના મંત્રી મંડળમાં કોનો કોનો સમાવેશ કરવો તેને લઇને ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ,સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે દિલ્હી જશે.
.તમામ જ્ઞાતિ અને જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે તે પ્રકારે બીજેપી દ્વારા મંત્રી મંડળની રચના કરવા માં આવશે તેમ સૂત્રો કહી રહ્યા છે..સૂત્રોની વાત સાચી માનીએ તો શંકર ચૌધરી ,અલ્પેશ ઠાકોર ,ઋષિકેશ પટેલ ,જગદીશ પંચાલ ,હાર્દિક પટેલ ,પંકજ દેસાઈ ,પૂર્ણેશ મોદી ,હર્ષ સંઘવી ,જીતુ વાઘાણી ,બાલકૃષ્ણ શુકલા અમિત ઠાકર ,અમુલ ભટ્ટ ,નરેશ પટેલ ,મુકેશ પટેલ ,ભગવાન બારડ ,કનુ પટેલ ,કનુ દેસાઈ ,જયદ્રથસિંહ પરમાર શંભુનાથ ટુંડીયા ,બલવંતસિંહ રાજપૂત ,કુબેર ડીંડોર ,મનીષા વકીલ, ,વિજય પટેલ ,કેતન ઇનામદાર ,સહીત ધારાસભ્યોના નામોની ચર્ચા છે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગણપતસિંહ પરમાર અને રમણ વોરા ના નામોની ચર્ચાઓ છે..