ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
એક તરફ ભરત સિહ સોલંકીએ કહ્યુ છે તેઓ ત્રિજા લગ્ન કરવાના છે અને છુટાછેડાની રાહ જોઇ રહ્યા છે,,ત્યારે તેમની પત્ની રેશ્મા પટેલે કહ્યુ છે કે હુ મારા પતિની સાથે રહેવા માંગુ છે, મને મિલ્કતન નથી જોઇતી મને મારો પતિ પાછો જોઇએ છે,,
આમ જે રીતે ભરત સિહ સોલંકીએ વાયરલ વિડાયોકાંડ બાદ કરેલા પ્રેસમાં સક્રીય રાજનિતિમાંથી નાનકડો બ્રેક લેવાની જાહેરાત કરી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે.હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.
તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ.ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે.મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી.
જ્યારે મારા જીવન જોખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત. એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી.તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટીકીટ વહેંચી એવાં આક્ષેપ કર્યા.આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે. મેં 12 જુલાઈ 2021ના રોજ નોટીસ આપી હતી.તેણે 29 માર્ચે આવીને બેવરલી હિલ્સની કબજો લઈ લીધો.
મને દુઃખ થાય છે કે મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં.એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.
ત્યારે ભરત સિહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યુ છે કે તેઓએ જે પણ આરોપો લગાવ્યા છે તે પાયા વિહોણા છે,હુ ધાર્મિક વ્યક્તિ છું, મંદિરમાં જઇને પુજા પાઠ કરુ તો મને પ્રસાદ અપાતુ હોય છે, દોરા ધાગા મારા હાથમાં બાંધવામા આવે છે,,
જો તેઓ એવુ કહેતા હોય કે મે તેમને મારવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ કેવી રીતે જીવે છે,, તેઓ સાબિત કરે કે તેમની સાથે મે કઇક આવુ કર્યુ છે, હુ હમેશાંથી તેમની સાથે રહેવા માંગુ છુ,, મને મિલકત નથી જોઇતી મને તો મારો પતી જોઇએ છે
મારે તો એમના ઘડપણના સાથી બનવું છે, હુ તેમની તમામ ભુલો ક્ષમા કરીને સ્વીકારી લેવા માંગુ છે, અને કોઇ જો મારા વિરુધ્ધ કાયદાકિય લડાઇ લડશે તો હુ એના માટે પણ તૈયાર છુ, સાવિત્રી તો પોતાના પતિને યમરાજ પાસેથી લઇ આવી હતી
હુ પણ મારા પતિને પરત મેળવીને જ રહીશં, જી તેમની જીવન પર્યન્ત સેવા કરવા માંગુ છે,,જેમ રામાયણમાં મંદાવીએ ભરતની સાથે રહી હતી તેવી રીતે હુ પણ રહેવા માંગુ છું,,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર થયા
ભરત સિહ સોલંકીના પ્રેસકોન્ફરંસ દરમિયાન કેટલાક પત્રકારો સાથે કેટલાક કથિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેહુદુ વર્તન કર્યુ, એક સિનિયર પત્રકારે જણાવ્યુ કે અમે વાયરલ વિડીયોની સાચી હકીકત જાણવા પ્રયત્ન કરી રહ્યા હતા, અમે જાણવાનું પ્રયત્ન કર્યો
કે જે અડધી રાત્રે તેઓ બરમુડા અને ટી શર્ટમાં એ યુવતીના ઘરે કેમ ગયા હતા, એ યુવતી કોણ હતી,તેમની સાથે યુવતી અડધી રાત્રે શુ કરતી હતી, જ્યારે વારં વાર સવાલ પુછવા છતાં તેઓ જવાબ આપવાનુ ટાળ્યો હતો, પ્રેસકોન્ફરન્સ પુર્ણ થયા બાદ
કેટલાક કથિત કાર્યકર્તાઓ નજીક આવી ગયા અને અમને બહાર ખેચવાની કોશિસ કરી, અને કહ્યુ કે બહુ સવાલો પુછી છે, અમે પણ પત્રકાર છીએ, તુ એકલો જ પત્રકાર છે,, બહાર નિકળ તને બતાવીએ,, મામલો મારા મારી સુધી પહોચી ગયો હતો
પણ પત્રકારોએ વિવાદથી બચવા માટે તેઓ ચુપ ચાપ અંદર આવી ગયા, અને ઝઘળો ટાળ્યો હતો, ત્યારે આ ઘટનાએ સાબિત કર્યુ કે આ પ્રેસકોન્ફરન્સ થકી ભરત સિહ સોલંકીના સમર્થકો મિડીયાનો આવાજ દબાવવા માંગતા હતા,