અમદાવાદ
ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !
ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !
અમદાવાદ-
ગુજરાત ટુરિઝમ વિભાગ સાઉથ આફ્રિકાના સિહ બતાવીને વિદેશી પ્રવાસીઓને લલચાવી રહ્યો છે,તમને જાણીને નવાઇ લાગશે કે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને અપાતા બુકલેટમાં
આફ્રિકાના સિહનો ફોટો છે,, વાત ગુજરાતના ગૌરવની છે,,પણ સિહ આફ્રિકાનો છે, જેથી ગુજરાતના ટુરિઝમ વિભાગની મજબુરી શુ છે કે તેઓ ગુજરાત ગિરના સિહના બદલે સાઉથ આફ્રિકાના સિહ બતાવીને
શુ સાબિત કરવા માંગે છે,,
બુકલેટમાં છપાયેલી વિદેશી સિહની તસ્વીર
ગુજરાત ગિરના સિહોને લઇને હમેશાથી વિવાદ થતુ હોય છે, ક્યારેક તેમના મોતને લઇને ,, તો ક્યારેક તેમની માવજતને લઇને,, પણ ટુરિઝમ વિભાગ આ તમામથી પર થઇને જાણે અલગ ગ્રહ ઉપર કામ કરતો હોય તેમ લાગે છે
કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર અપાતી બુકલેટમાં જે સિહનો ફોટો છે, તે સાઉથ આફ્રિકાના જંગલોનો હોવાનુ દેખાય છે, છતાં તે સિહનો ફોટો ગુજરાત ટુરિઝમે ઉપયોગ કરી લીધો છે, ત્યારે લાગે છે કે ગુજરાત ટુરિઝમને
ગિરના સિહોના ફોટો મુકવામાં શરમ અનુભવાય છે, લાગે છે ગુજરાત સરકારનો વન વિભાગ સિહોનુ માવજત કરવામાં ઉણુ ઉતરતુ હશે, જેથી હુસ્ટ પુસ્ટ સિહનો ફોટો પાડી સકવામાં ગુજરાત ટુરિઝમ નિષ્ફળ નિવડ્યુ
જેથી તેઓએ આફ્રિકાના ભાડુતી સિહનો ફોટો મુકીને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે,
આઇએએસ અધિકારી રાજીવગુપ્તાએ કરી હતી ભુલ
આઇએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ એક વખત ગિરના સિહના નામે વિદેશી સિહોના વિડીયો સાથે ટ્ટીટ કર્યુ હતુ,
પણ જ્યારે લોકોએ તેમને અરીસો દેખાડ્યો ત્યારે તેઓએ લેખિતમાં માફી માંગી અને જે અધિકારીએ
ભુલ કરી હતી તેની પાસે માફી પણ મંગાવી હતી,
રાજીવ ગુપ્તાનુ માફીનું ટ્ટીટ
https://cites.org/eng/saving_lions_Africa_agrees_on_ways_forward
ગુજરાત ટુરિઝમની એરપોર્ટ ઉપર અપાતી બુકલેટમાં જે સિહનો ફોટો છે, તે આફ્રીકાનો પાન્થેર સિહ છે, જેની જોઇન્ટ પ્રેસનોટ 1 જુન 2016ના દિવસે જે પ્રેસનોટ છે,તેમાં આ સિહનો ફોટો છપાયો છે
જે સાબિત થાય છે કે આ ફોટોનો ઉપયોગ ગુજરાત સરકારે કરી લીધુ છે,