સાવધાન અમદાવાદમાં ગરબીનો પારો ૪૪ને જશે પાર
-ભૂજ ૪૧.૮ ડિગ્રી સાથે હોટેસ્ટ : ૭ શહેરમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદમાં આજે ૪૧.૭ ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર જવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી રવિવારથી બુધવાર દરમિયાન પારો ૪૪ ડિગ્રીને પાર જઇ શકે છે. આમ, આગામી ચાર દિવસમાં કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.અમદાવાદમાં ગત રાત્રિનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.
આજે દિવસ દરમિયાન ૪૧.૮ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ સરેરરાશ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સુરતમાં મે મહિનામાં પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું બે વર્ષ બાદ પ્રથમ વાર બન્યું છે.
ગુજરાતમાં ક્યાં વધારે ગરમી?
શહેર ગરમી
ભૂજ ૪૧.૮
અમદાવાદ ૪૧.૭
અમરેલી ૪૧.૬
જુનાગઢ ૪૧.૬
ગાંધીનગર ૪૧.૫
વડોદરા ૪૧.૨
સુરત ૪૧.૦
રાજકોટ ૪૦.૭
ડીસા ૪૦.૪
પાટણ ૪૦.૪
ભાવનગર ૪૦.૨