અમદાવાદ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે
સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત ) ગાંધીનગર સંસ્થા દ્વારા રાજ્યના સમગ્ર રોહિત સમાજનું મહાસંમેલન તારીખ 25-9-2022 ને રવિવાર ના રોજ રામકથા મેદાન, ગાંધીનગર આયોજિત કરવાનો નિર્ધાર કરેલ છે. જેને લઇ ને અમદાવાદ માં જુના સર્કિટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે અમદાવાદ ની બેઠક મળી હતી. તેમાં હાલના સાંપ્રત સમયમાં સમગ્ર રોહિત સમાજની એકતા તેમજ સામાજીક, શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક અને રોજગારી બાબતે સામુહિક વિચારમંથનથી યોગ્ય દિશામાં સમાજના નવનિર્માણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગાંધીનગર મહાસંમેલન માં સમગ્ર રોહિત સમાજ દ્વારા વિશાળ સંખ્યા માં જનમેદની એકત્રિત કરી ને શક્તિ પ્રદર્શન ને ચર્ચા થઇ હતી . સૂત્રો ની વાત સાચી માનીએ તો આગામી સમય માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાનાર છે ત્યારે રોહિત સમાજ ને અન્યાય ના થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા દબાણ ઉભું કરાશે રોહિત સમાજ ના નેતાઓ ને મહત્તમ ટિકિટો મળે તે માટે સમાજ દ્વારા વિશેષ પ્રયાસો કરાશે આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય તથા સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, રાષ્ટ્રીય મંત્રી તથા નિવૃત્ત એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી કે. ડી. પાટડીયા, મહાપીઠ ના પ્રદેશ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય તથા નિવૃત આઈ. એ. એસ. શ્રી આર. એમ. પટેલ, સંત રોહિદાસજી સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ , ગાંધીનગર ના પ્રમુખશ્રી ડાહ્યાભાઈ બી. પરમાર, મહાસંમેલનના આયોજન અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પરમાર, તેમજ અમદાવાદ શહેર ના કાઉન્સિલરહીરાભાઈ પરમાર, મિત્તલબેન મકવાણા, ભારતીબેન વાણીયા તથા સમાજના અગ્રણીઓએ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યા માં લોકોએ હાજરી આપી હતી
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને