ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે વડોદરાના બાલુ શુકલાને સોંપાઈ જવાબદારી
ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે બરોડાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલાની નિમણુંક કરી દેવામાં આવી છે તેઓ વડોદરાના વર્ષ 2014માં સાંસદ રહી ચુક્યા છે આ ઉપરાંત તેઓ વડોદરા શહેરના મેયર તરીકે સેવાઓ આપી ચુક્યા છે.જયારે નાયબ દંડક તરીકે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ,વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને બોરસદના ધારાસભ્ય રમણસિંહ સોલંકીની નિમણુંક કરી દેવામાં આવી છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આ તમામ ધારાસભ્યો પ્રથમ વખત ગૃહમાં ચૂંટાયા છે.જોકે ભાજપનો 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મળી છે.જયારે વિપક્ષની સ્થિતિ નગણ્ય બરાબર છે ત્યારે ગૃહમાં મુખ્ય દંડક થી લઈને નાયબ દંડકની ભૂમિકા ખાસ રહેવાની નથી.ત્યારે નોંધનીય છે કે અત્યાર સુધી નડિયાદ ના ધારાસભ્ય પંકજ દેસાઈ મુખ્ય દંડક તરીકે ફરજ બજાવતા હતા જોકે આ વખતે તેમના બદલે બાલુ શુક્લને જવાબદારી સોંપાઈ છે.