બલરામ થવાણી એક એવા ધારાસભ્ય છે જેમને ઓળખવા તો દુર, નામ પણ મતદારોએ સાંભળ્યું નથી !
નરોડાના કેન્ટોન્મેન્ટ વિસ્તારના મતદારોએ પોતાના ધારાસભ્ય ને ઓળખતા પણ નથી, જ્યારે અનેક મતદારો સાથે પંચાત ટીવીએ વાત કરી કે તેઓએ પોતાના ધારાસભ્યને જોયા નથી, નામ પણ નથી સંભાળ્યુ, તમને બતાવી દઇએ કે અમદાવાદનુ કેન્ટોન્મેન્ટ બોર્ડ સંચાલિત સદર બજાર વિસ્તારમાં સાઢા સાત હજાર જેટલા મતદારો છે, આ વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકાની હદ નથી આવતી જેથી અહી પાણી ગટર રોડ જેવી સુવિધા કેન્ટોન્મેન્ટ બોર્ડ આપે છે, બોર્ડની ચૂંટણી પણ અહી થાય છે, અહીના મતદારો પોતાના કાઉન્સિલર માટે મતદાન નથી કરી સકતા પણ ધારાસભ્ય અને સાસંદ માટે મતદાન કરે છે, જ્યારે પંચાત ટીવીએ અહી મુલાકાત લીધી તો જાણવા મળ્યુ કે અહી તો સ્થાનિક ધારાસભ્યને 99 ટકા લોકો જાણતા જ નથી, જે ખુબજ ચોકાવનારુ છે
અમદાવાદનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર અહી હિન્દુ મુસ્લિમ તમામ લોકો રહે છે, અદાજીત સાઢા સાત હજાર મતદારો અહી રહે છે, જ્યારે અહી પંચાત ટીવીની ટીમ પહોચી તો સ્થાનિકો જણાવ્યુ કે અહી પીવાના પાણીથી લઇને અનેક પ્રકારની પ્રાથમિક સુવિધા કેન્ટોન્મેંટ બોર્ડ આપી શકતુ નથી, અહી કોર્પોરેશનની હદ ન હોવાથી અહી મહાનગર પાલિકા ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધા આપી સકતું નથી, બોર્ડ પણ અહી ટેક્ષ લે છે, પોતાના પ્રમાણે નિયમો બનાવીને મનસ્વી રીતે સંચાલન કરે છે, જેના કારણે સ્થાનિક ત્રસ્ત છે, પણ જો સ્થાનિક ધારાસભ્ય ઇચ્છે તો પોતાના ગ્રાન્ટમાંથી સુવિધાઓ અપાવી શકે છે, મહત્વની વાત એ છે કે જ્યારે સ્થાનિકોને વાત કરી કે તેમના ધારાસભ્ય કોણ છે તો જેમની સાથે અમે વાત કરી તેઓએ કહ્યુ કે તેઓએ પોતાના ધારાસભ્યને ઓળખતા નથી, કેટલાકે તો એવુ પણ કહ્યુ કે તેઓએ નામ પણ નથી સાંભળ્યું,
જ્યારે લોકશાહીમાં ધારાસભ્યને સદર બજારના મતદારો મતદાન કરે છે,સ્થાનિકોનો આરોપ છેકે અહી ભાજપના સહિતના રાજકીય પક્ષો પ્રચાર કરવા આવે છે, પણ ચૂંટણી પુર્ણ થઇ જાય પછી કોઇ દેખાતું નથી, તે સિવાય ઘારાસભ્ય કોણ છે અને કેવા દેખાય છે તે પણ સ્થાનિકોને ખબર નથી જ્યારે કેટલાક યુવાનોએ જણાવ્યુ કે ઇલેક્શનના પ્રચારમાં ધારાસભ્ય આવ્યા હતા પછી ક્યારે દેખાયા નથી, તેઓ કોઇ કામ કરતા નથી માત્ર માલ બનાવી રહ્યા છે, આમ નરોડાના આ વિસ્તારના મતદારો પોતાન ધારાસભ્યના કામથી અસંતુષ્ટ તો છે પણ ભારોભાર નારાજ પણ છે,