માસ્ક ગરમીમાં કરી શકે છે સમસ્યા કરો આવા ઇલાજ
કોરોનાથી બચાવનાર માસ્ક ગરમીમાં સતત પહેરી રાખવાથી ચહેરા પર ખીલની સમસ્યા
પોષતું તે મારતું ! : માસ્કથી ગભરામણ થાય તો દર બે કલાકે તે ઉતારી લો : ગંદા માસ્કથી ફેલાય છે બ્લેક ફંગસ : ડોક્ટરોના અધ્યયનમાં મોટો ખુલાસો
કોરોના મહામારીમાં માસ્કથી બચાવની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ બહાર આવી રહી છે. એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે ગરમીમાં સતત ઘણા દિવસો સુધી એકને એક માસ્ક પહેરવાથી લોકોના ચહેરા પર ખાલ અને ફોડકીઓની સમસ્યા થઇ રહી છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર બે કલાકે માસ્ક ઉતારીને આ પરેશાનીથી બચી શકાય છે.
દિલ્હીના સફદરગંજ, મુંબઇના હિન્દુજા અને બેંગ્લુરુના મેડિકલ કોલેજના ડોક્ટરોનાં અધ્યયનમાં માસ્કને અર્થાત માસ્કથી થતા ચહેરાના ખીલ અને ઉપસી આવતા દાણા પર જાણકારી અપાઈ છે, સાથે સાથે તેનાથી બચવાના ઉપાય પણ બતાવાય છે. આ અધ્યયને જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એસ્થેટિક ડર્મેટલોજીમાં પ્રકાશિત થયું છે.
62 ટકા સ્વાસ્થ્ય કર્મીઓમાં જોવા મળી સમસ્યા : અભ્યાસ અનુસાર 6 કલાકથી વધુ સમય સુધી સતત એન-95 માસ્ક લગાવનાર સ્વાસ્થ્ય કર્મીઓના ચહેરા પર ખીલનો ખતરો વધુ છે. 62 ટકા સ્વાસ્થ્ય કર્મીઓમાં ‘માસ્કને’ની સમસ્યા મળી હતી.
15 મીનીટનો બ્રેક લો : ડોક્ટરો અનુસાર સતત માસ્ક પહેરનાર દર બે કલાકે સુરક્ષિત જગ્યાએ જઇને 15 મીનીટનો માસ્ક ફ્રીના બ્રેક લઇને આ પરેશાનીથી બચી શકે છે.
માસ્કથી આમ રહો સુરક્ષિત : ખુલ્લા અને ઓછા ખતરાવાળી જગ્યાઓમાં નોન સર્જીકલ માસ્ક લગાવો, જ્યારે ખતરાવાળા સ્થાનો જેમ કે હોસ્પિટલ વગેરે સ્થળે એન.95 માસ્ક લગાવો. કપડાના માસ્ક ધોયા પછી જ પહેરો. એન-95 માસ્કનો 72 કલાક પછી બીજીવાર ઉપયોગ કરો. ચહેરાને ક્લીનરથી સાફ કરો. માસ્કને સ્પર્શતા પહેલા અને બાદમાં હાથ ધુઓ. રોજ મેકઅપ કરવાનું ટાળો, ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો.
ગંદા માસ્કથી બ્લેક ફંગસ : એમ્સમાં થયેલા એક અધ્યયન અનુસાર લાંબા સમય સુધી કપડાનું માસ્ક પહેરવાથી બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે. 352 દર્દીઓ પર થયેલા સંશોધનમાં 152 લોકો કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસથી પણ પીડિત હતા, જ્યારે 200 દર્દી એવા હતા જે માત્ર કોરોના સંક્રમિત હતા. સંશોધકોના કહેવા મુજબ આવા માસ્કના ઉપયોગથી બ્લેક ફંગસ અને અન્ય બીમારીઓના ખતરો વધી ગયો હતો. એટલે આવા માસ્કથી બચવું જોઇએ જેમની રોગ પ્રતિકાર ક્ષમતા ઓછી ે તેમણે સાવધ રહેવું જોઇએ.