બોલિવૂડ
Back Fat Solution : આ ઘરે તૈયાર કરેલી ખાસ ચા થી ઘટશે કમર પર ની ચરબી
આપણા દેશમાં સદીઓથી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ગુણધર્મોને કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં પણ મૂકવામાં આવી છે. હળદરનો ઉપયોગ રસોઈમાં, કોસ્મેટિક અને દવાઓમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કમરની ચરબી ઘટાડવા માટે પણ કરી શકાય છે.
હળદરમાં હાજર છે ઘણા પોષક તત્વો
હળદરમાં પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર ફક્ત તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર નથી પરંતુ તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક છે. દરરોજ એક કપ હળદરની ચા તમારું વજન ઘટાડી શકે છે.
આ રીતે બનાવો હળદરની ચા
એક તપેલીમાં થોડું પાણી લો. તેમાં આદુ અને હળદર પાવડર નાખો. હવે તને ઉકળવા દો. જ્યારે તે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ કપમાં ગાળી લો અને આ ચાને સર્વ કરો.
હળદરની ચાના ફાયદા
1. શરીરમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હોય, આ ચા તેને દૂર કરવામાં અસરકારક છે.
2. આ ચાથી મેટાબોલિક સિન્ડ્રોમ અટકે છે. આ સિન્ડ્રોમ સ્થૂળતા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. મેટાબોલિક ફેરફારોને કારણે પેટની આસપાસની ચરબી વધે છે.
3. હળદરની ચા કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડે છે. સાથે જ શરીરમાં બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.
4. આના કારણે પાચનક્રિયા સારી રહે છે. સારી પાચનક્રિયાથી ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થતી નથી.
નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
ગાંધીનગર
પઠાણ ફિલ્મનો રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘે કર્યો વિરોધ

બોલિવૂડની ફિલ્મ પઠાણ 23 જાન્યુઆરીએ રિલીઝ થનાર છે ત્યારે આ ફિલ્મનું સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી ટ્રેલર અને ગીત લોન્ચ કરાયું છે, જેને લઈને અત્યારેસમગ્ર દેશમાંવિરોધ થઇ રહ્યો છે., ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ રીલિઝ ના થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી છે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના પ્રમુખ ભીખાભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જોતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે.
તેમણે વધુમાં રજુઆત કરી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મથી ભારતીય સંસ્કૃતિને પણ ઠેસ પહોંચી છે. આ ફિલ્મ સમાજ માટે ઘાતક છે, સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠોરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવા જોઈએ.
એન્ટરટેનમેન્ટ
કોણ છે માલવિકા મોહનન ?

કોણ છે માલવિકા મોહનન ?
માલવિકા મોહનન એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. આ ફિલ્મો સિવાય તેણે હિન્દી, કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તે સિનેમેટોગ્રાફર KU મોહનનની પુત્રી છે, જેણે તેણીને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પટ્ટમ પોલ (2013) માં કાસ્ટ કરી હતી, જે તેણીની પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મ પછી, તેણીએ મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું, અને તેણીને ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે પ્રશંસા પણ મળી.
માલવિકાએ તેણીનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં કર્યું હતું, જ્યાં તેણે વિલ્સન કોલેજમાંથી માસ મીડિયામાં ડિગ્રી મેળવી હતી, જેના કારણે તેણી સિનેમેટોગ્રાફર અથવા દિગ્દર્શક તરીકે તેના પિતાને મદદ કરી શકી હતી. તેણી આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ તેના પિતાના કહેવાથી તેણે કેટલીક ક્રીમની જાહેરાત વગેરેના શૂટિંગમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તેને અભિનયમાં રસ પડવા લાગ્યો.
તેને આગામી મલયાલમ ફિલ્મમાં અભિનય કરવાની તક પણ મળી. પરંતુ માલવિકાએ તેની સાથે જોડાતા પહેલા આવો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવાનો સમય માંગ્યો હતો. ત્યારબાદ તેણીએ ઓડિશનમાં હાજરી આપી અને પટ્ટમ પોલમાં મુખ્ય પાત્ર તરીકે પસંદગી પામી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ અજાયબી બતાવી શકી ન હતી અને તેને અસફળ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો
તેણી તેની બીજી ફિલ્મ નિર્ણાયકમ (2015) માં બેલે ડાન્સર બની હતી. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સાથે સારી સમીક્ષાઓ પણ મેળવી હતી. પરંતુ બાદમાં તેણીએ ફિલ્મના નિર્માણની વચ્ચે છોડી દીધી હતી.[8] 2016માં, માલવિકાએ તેની પ્રથમ કન્નડ ફિલ્મ નાનુ મટ્ટુ વરલક્ષ્મી (2016)માં અભિનય કર્યો હતો.જેમાં તેણે નવોદિત પૃથ્વી સાથે કામ કર્યું હતું. 2017), તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
એન્ટરટેનમેન્ટ
મલાઈકા અરોરાએ 1.35 લાખનો શર્ટ પહેર્યો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ નેશ માટે જાણીતી છે બોલ્ડ આઉટફિટ ને લઇ સતત લોકોમાં ચર્ચામાં રહેતી હોય છે તાજેતર માં મલાઈકા મુંબઈમાં નાઇટ આઉટ કરતી જોવા મળી હતી. એ સમયે મલાઈકાએ માત્ર શર્ટ પહેર્યો હતો.
મલાઈકાએ બાલેન્સિયાગા બ્રાન્ડનો વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. મલાઈકાએ શર્ટની સાથે બોટમ પહેર્યું નહોતું. ગમબુટ તથા સ્લિંગ બેગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાએ કારમાં બેસતા પહેલાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.જેને લઇ સોશિયલ મીડિયામાં ટ્રોલ તેના ચાહકોએ કરી હતી
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ