જેમને દૂધ પીવું ગમે છે તેમના માટે દૂધ પીવાનો આમ તો કોઈ સમય નથી હોતો, પરંતુ જો સ્વાસ્થ્યની વાત કરીએ તો મેડિકલ સાયન્સમાં ગાયનું દૂધ પીવાનો યોગ્ય સમય રાત્રે જણાવવામાં આવ્યો છે. આવું એટલા માટે કારણ કે મેડિકલ સાયન્સ મુજબ, ગાયના દૂધમાં સ્લીપ ઈન્ડ્યૂસિંગ ગુણ હોય છે અને તે સુપાચ્ય નથી હોતું, જેના કારણે તેને સવારે પીવાની સલાહ આપવામાં આવતી નથી.
દૂધ પીવાના ફાયદા અને નુકસાનની સંપૂર્ણ સૂચિ
જોકે, જો આપણે વૈજ્ઞાનિક રિસર્ચની વાત કરીએ તો તેના વિશે કોઈ ખાસ રિસર્ચ થયું નથી. વિજ્ઞાન અનુસાર, જ્યારે તમે દૂધ પીઓ છો ત્યારે તે તમારા સ્વાસ્થ્ય અને પાચન તંત્ર પર સંપૂર્ણપણે નિર્ભર કરે છે. જાણો દૂધ પીવાના ફાયદા અને ગેરફાયદાની સંપૂર્ણ વિગતો.
સવારે દૂધ પીવાના ફાયદા
દૂધમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જેને જો નાસ્તામાં સામેલ કરવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થાય છે. ઉદાહરણ તરીકે, તે તમારા હાડકાંને મજબૂત બનાવે છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે.
સવારે દૂધ પીવાના ગેરફાયદા
દૂધ સુપાચ્ય નથી હોતું અને તેને પચવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં જેમનું પાચનતંત્ર નબળું છે, તેઓને સવારે દૂધ પીધા પછી દિવસભર પેટ ભારે-ભારે લાગવાની ફરિયાદ રહે છે.
રાત્રે દૂધ પીવાના ફાયદા
જો તમે રાત્રે સૂતા પહેલા દૂધ પીશો તો તમારું પેટ આખી રાત ભરેલું રહે છે અને તમને ભૂખ લાગતી નથી. આયુર્વેદ મુજબ રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને શરીરના સ્નાયુઓને પણ આરામ મળે છે.
આ લોકોએ રાત્રે ન પીવું જોઈએ દૂધ
જે લોકોને લેક્ટોઝ ઈનટોલરેસ (Lactose Intolerance) દૂધને પચાવવામાં તફલીફ છે, તેઓએ રાત્રે દૂધ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ. એટલું જ નહીં, જે લોકોને ડાયાબિટીસ છે તેમણે પણ ડોક્ટરની સલાહ લીધા પછી જ રાત્રે દૂધનું સેવન કરવું જોઈએ.