સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાં નિમણુંકો માટે નાણાં લેવાયા હોવાનો કથિત ઓડિયો વાયરલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ચેરમેન તરીકે વડોદરાના કૌશલ દવેની નિમણુક કરાઇ છે તેની સાથે સાથે સમગ્ર રાજ્યમાં તાલુકા અને જિલ્લા લેવલે પણ નિમણુકો કરાઇ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આ સંસ્થામાં નિમણુકોને લઇને આંતરિક વિખવાદ બહાર આવ્યો છે, ત્યારે યુવા મોર્ચા માલપુરના ગ્રુપની ચેટ વાયરલ થઇ છે,તે પછી એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે, આ ચેટ મુજબ આ સંસ્થમાં નિમણુકો માટે 10-10 હજાર રુપિયા લેવાયોની હોવાની ચર્ચા છે,તેના કારણે હવે સમગ્ર ભાજપમાં વિવાદ ઉભો થયો છે
અરવલ્લી જિલ્લા માલપુર તાલુકાના એક વોટ્સગ્રુપની ચેટ વાયરલ થઇ છે, તે મુજબ માલપુર તાલુકા ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલ અને શરદ ભાઇ મહામંત્રી એવુ કહેવુ છે કે સ્વામી વિવેકાનંદ યુવા મંડળમાં જે બન્ને માણસોની નિમણુકો કરાઇ છે તેના માટે જિલ્લા ભાજપ પ્રમુખ રાજુ ભાઇ પટેલે 10-10 હજાર રુપિયા લીધા છે, આવુ ને આવુ કરશો તો સાચા કાર્યકરોની શુ દશા થશે,
તેના પછી એડિયો પણ વાયરલ થયો છે, જેમાં કથિત ભાજપના નેતા અને કાર્યકર્તા વચ્ચે વાત ચિત છે,જેમાં જેમા નેતા કાર્યકર્તા ધમકીની ભાષામાં ભાજપના સંસ્કાર ના શોભે તેવી વાતો કરે છે, જેમાં પોતાના નામનો ઉલ્લેખ આ વોટ્સએપ ગ્રુપમાંથી ડીલીટ કરવા માટે ધમકાવી રહ્યા છે,,સાથે તેઓ ગાળો પણ આપી રહ્યા છે,એફઆઇઆર કરવાની વાત કરી રહ્યા છે,
જેના કારણે સમગ્ર રાજ્યમાં ભાજપના સંસ્કારી નેતા સામે નારાજગી જોવા મળી રહી છે, તો વિવેકાનંદ યુવા બોર્ડમાં નિમણુકોને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યા છે,,
ગુજરાત યુવક અને સાંસ્કૃતિક બોર્ડ ના ચેરમેન તરીકે કૌશલ દવે ની કરાઈ નિમણુંક