રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ૧૭મો વીરાંજલિ કાર્યક્રમ પાટનગરનાં આંગણે યોજાઈ હતો. આ મલ્ટીમિડીયા કાર્યક્રમ વીરાંજલિમાં ગાંધીનગર વાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શહિદોને સલામી આપતા આ પર્વને નગરજનોએ ઉત્સાહભેર માણ્યો.
આ કાર્યક્રમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભા. જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દેશના નામી – અનામી શહીદોને શ્રદ્ધાંજલી અર્પવાના ઉમદા ભાવથી વિરાંજલી કાર્યક્રમ ગાંધીનગરના આંગણે રજૂ થઇ રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવમાં 6 લાખ નાગરિકને જોડવામાં આ કાર્યક્ર્મ સફળ રહ્યો છે. આપણને મહામૂલી આઝાદી અપાવવામાં શહીદ વીરક્રાંતિકારીઓએ કેવી યાતનાઓ ભોગવી છે, જેનો અહેસાસ આજના યુવાનોને આ કાર્યકમ થકી થશે. આ કાર્યક્રમમાં 150 જેટલા કલાકારો પોતાની ભૂમિકા પુરા દેશ દાઝ સાથે દાખવી રહ્યા છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ઉદબોધન કરતા વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિથી ઓતપ્રોત એવા ઉપસ્થિત સમગ્ર નગરજનોને આવકાર્યા હતા.આઝાદીના અમૃત મોહત્સવ સમયે જાણીતા અજાણ્યા શહિદોને યાદ કરવા,તેમના જીવન અને બલિદાનોને સમજવા આકાર્યક્રમને તેમણે શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યુ હતુ.આ વીર શહિદો ને જાણવાની સાથે સાથે સચોટ જાણકારી મેળવવી એપણ એક જવાબદારી છે, જે નવયુવાનોને હજી ૨૦૪૬ જોવાનુ છે, તે યુવાનોને કર્તવ્ય પથપર આગળ વધવાની પ્રેરણા આપતા જણાવ્યુ હતુ કે, આપણા પુર્વજો અને નેતાઓએ જે દેશ માટે કર્યુ છે એ આપણે જોયુ છે પણ હવે આપણો કરવાનો વારો છે, કેમકે જ્યારે આપણે આઝાદીના ૧૦૦ વર્ષ મનાવ્યે ત્યારે ભારતને એક વિકસિત દેશ તરીકે જોઈ શક્યે અને વિદેશી વિરાસતથી સંપુર્ણ નિજાદ મેળવી શકીશુ, પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ અનુભવી શકીશુ.
આ કાર્યક્રમમાં મેડમ ભિખાઈજી કામ, સરદાર સિંહ રાણા, રામચન્દ્ર પાંડુરંગ યાવરકર(તાત્ય ટોપે), મણિકર્ણિક(રાણી લક્ષ્મીબાઈ),જલકારી બાઈ,પુરન સિંહ,સેનાપતિ અઝિમ ઉલ્લા ખાન, રામારાવ, નાનાસાહેબ પેશ્વા, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાક ઉલ્લા ખાન,રામ પ્રશાદ બિસ્મિલ્લા, મુળુ ભા, દેવુ ભા, ભગત સિંઘ, સુખદેવ, રાજગુરુ, શ્યામજી કૃષ્ણ વર્મા, છગન ખેરાજી વર્મા, રત્નાજી અને રંગાજી ઠાકોર, જીવાભાઈ ઠાકોર, ગરબડ દાશ પટેલ, કેપ્ટન લક્ષ્મી, દુર્ગા ભાભી અને આવાતો અનેક નામી અનામી વીરોની સહાદત ગાથા તથા ફાંસિયા વડ જેવી નવયુવાનો માટે અજાણ ઘટનાઓનું તાદ્રશ્ય વર્ણન કરતી કૃતિઓ વીરાંજલિ દ્વારા રોમાંચક રીતે ૧૫૦ જેટલા નાટ્ય કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી. વીરાંજલિ મલ્ટીમિડીયા નાટ્યકૃતિ વિરલ રાજ દ્વારા દિગ્દર્શિત તથા ગુજરાતનાં નામાંકિત લોક સાહિત્યકાર સાંઈરામ દવે દ્વારા લિખીત નાટ્યકૃતિઓનાં સમુહ દ્વારા વીર શહિદોની એ શૌર્યગાથાને સમર્પિત શ્રધાંજલી છે.
આ પ્રસંગે ગાંધીનગરનાં કલેક્ટર સુરભિ ગૌતમ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિતિ રહીને કલાકારો ઉત્સાહ વધાર્યો હતો.