અમદાવાદ
અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
અશોક ગેહલોતની એન્ટ્રીથી કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
ગુજરાતમાં કોંગ્રેસ 27 વરસથી સત્તાથી વંચિત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે જીતના જાદુગર ગણાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપી છે, જેની સાથે જ ગુજરાત કોંગ્રેસના એક જુથમાં સોપો પડી ગયો છે, તેમનામાં નિરાશા જોવા મળી રહી છે, જો કે કોઇ ખુલીને બોલવા તૈયાર નથી, અને આની આડ અસર ગુજરાત કોંગ્રેસના સંગઠનથી લઇને ચૂંટણી પ્રક્રીયા ઉપર પણ પડશે,
પુર્વ મુખ્ય પ્રધાન માધવ સિહ સોલંકીના નેતૃત્વમાં વર્ષ 1985માં યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી 149 બેઠકો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો, જો કે માધવ સિહ અનામત વિરોધી આંદોલન થયા બાદ પાચ વર્ષ પણ પુર્ણ કરી શક્યા ન હતા, તેમના સ્થાને અમર સિહ ચૌધરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા, જો કે વર્ષ 1990માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયોહતો, કોંગ્રેસને માત્ર 32 બેઠકો પ્રાપ્ત થઇ હતી, જ્યારે રામ જન્મ ભુમિ આદોલનને પરિણામે ગુજરાતમાં ભાજપ 63 બેઠકો પ્રાપ્ત થઇ હતી જ્યારે જનતા દળને 65 બેઠકો મળી હતી, જનતા દળ અને ભાજપે ગુજરાતમાં સયુક્ત સરકાર બનાવી હતી, જો કે બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં ચીમનભાઇ પટેલ સરકાર સામે સંકટ ઉભુ થયું રાજકીય કાવાદાવામાં માહિર ચિમન ભાઇ પટેલ સરકાર બચાવવા માટે કોગ્રેસમાં ભળી ગયા હતા, અને મુખ્ય પ્રધાન પદ ટકાવી રાખ્યું, મહત્વપુર્ણ વાતએ છે કે ગુજરાતમાં કોંગ્રેસે વર્ષ 1990થી 1995, 1998,2002, 2007,.2012,2017 સહિતની વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો. પણ સત્તા પ્રાપ્ત કરી શકી નથી, ત્યારે આ વખતે ભાજપ પાસેથી રાજસ્થાનમાં સત્તા આંચકી લેવામાં સફળ થનાર જાદુગર એવા અશોક ગેેહલોતને જવાબદારી સોપી છે, જો કે તેની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં કઠણાઇ પણ શરુ ગઇ છે,
અશોક ગેહલોતની નિમણુંક થતાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના એક જુથ ગમ્યુ નથી, અત્યાર સુધી ગુજરાતમાં રાજ્ય સભાના પુર્વ સાંસદ અહેમદ પટેલનો એક ચક્રીય શાષન રહ્યુ છે, જો કે તેમના નિધન બાદ ગુજરાત કોંગ્રેસની નેતાગિરીમાં શુન્યવકાશ ઉભો થયો છે,તેમની ગેર હાજરીમાં તેમના ચુસ્ત મનાતા ટેકેદારોમાં નિરાશા જોવા મળતી હતી, સુત્રોની વાત માનીએ તો અહેમદ પટેલના જુથમાં શક્તિ સિહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, શેલૈષ પરમાર, હિમ્મત સિહ પટેલ, અને નિશિથ વ્યાસ, જેવા સિનિયર નેતાઓ સામેલ છે, જ્યારે પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીના જુથમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોર, બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, અમિત ચાવડા, જેવા કોંગ્રેસના સિનિયર નેતાઓ સમાવેશ થાય છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કેન્દ્રિય નેતૃત્વ દ્વારા ગુજરાત કોંગ્રેસ જાતિગત સમિકરણોના આધારે સાત કાર્યકારી પ્રમુખ બનાવીને પ્રદેશ પ્રમુખની સત્તામાં કાપ મુકી દેવાયા હોવાનુ સુત્રો કહે છે, આ તમામ લોકો અહેમદ જુથના હોવાનો માનવામાં આવે છે, ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી સંચાલનની જવાબદારી અશોક ગહેલોતને સોપાઇ છે, ત્યારે અશોક ગેહલોત પણ અહેમદ પટેલ જુથના માનવામાં આવે છે, પરિણામે ગુજરાતમાં અહેમદ જુથ હાલ ફોમમાં આવી ગયો છે,કારણ બહુ સ્પષ્ટ છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી ચૂંટણી સંચાલન, ચૂંટણી ભંડોળ અને ખર્ચ સહિતની વ્યવસ્થાઓની જવાબદારી રેહવાની છે, ત્યારે સ્વભાવિક છે મલાઇદાર જવાબદારી દરેક નેતા અને કાર્યકર્તાને રસ હોય,, જો કે હવે અહેમદ પટેલ વિરોધી જુથે આવી મલાઇદાર જવાબદારી ભુલ જવુ પડશે, પરિણામે હવે મલાઇદાર જવાબદારી મેળવવા માટે લોંબીંગ શરુ થઇ ગઇ છે,
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં નિરાશા જોવા મળી રહી છે, પોતાના નજીકના જુથના અગ્રણિઓને ટિકીટ અપાવી શકાશે કે કેમ તેને લઇને તેઓ આશંકિત બન્યા છે, હવે જ્યારે અશોક ગેહલોત પાસે ચૂંટણી દરમિયાન ટિકીટ વહેચણીથી લઇ ચુંટણી મેેજનેમેન્ટ પ્રચાર સહિતની આર્થિક જવાબદારી જોવાના છે ત્યારે તેમના લોકોને જવાબદારી મળશે કે કેમ તેને લઇને તેઓ અવઢવમાં છે,સુત્રોની માનીએ તો આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળવા દિલ્હી દરબારમાં પહોચ્યા હતા,તેમણે ત્રણથી ચાર વખત તેમના નિવાસસ્થાને જઇને ડોર બેલ બજાવી જોયું પણ તેમને દરવાજેથી અપમાનિત કરી રવાના કરી દેવાયા,, એ એનાએ પોતાના જુથ સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે હવે અશોક ગેહલોતના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે,, હાઇકામન્ડે અશોક ગેહલોત ઉપર જ તમામ જવાબદારી છોડી દીધી છે, જેથી મને કમને અશોક ગેહલોત સાથે તાલ મિલાવીને કામ કરવુ પડશે,
જીએસટી લાગુ કરાતા ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે- કોંગ્રેસ