અમદાવાદ

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

Published

on

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

અમદાવાદમાં અસારવા સીટ ભાજપમાં માટે સુરક્ષિત માનવામાં આવે છે પરિણામે પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ અહી
પોતાનુ ભવિષ્ય અજમાવવા માટે દોડ ધામ કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા ત્યાં પાર્ટીના જ કેટલાક એસ સી આગેવાનોએ
બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે કેક કટીંગનો કાર્યક્રમ રાખ્યો તો હનુમાન જન્મ જયંતિના દિવસે
સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન જનતાની વચ્ચે દાળ શાક અને પુરી વહેચતા દેખાયા,,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

Advertisement

અસારવા કેમ છે સુરક્ષિત !

અસારવા બેઠક આમ તો ભાજપ માટે હમેશાથી સેફ માનવામાં આવે છે,, વર્ષ 2010ના નવા સિમાંકન પછી આ સીટ
એસ સી સીટ થઇ છે, આમ તો અમદાવાદમાં બીજી સીટ દાણી લિમડા પણ એસી સી સીટ છે,આ સીટ નવી બની છે, 2012 અને 2017 અહી
બન્ને વખત કોગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર જીતતા આવ્યા છે, અને એટલે જ ભાજપના એસી સી નેતાઓને લાગે છેકે
જો અસારવા સીટ ઉપરથી ટીકીટ મળી જાય તો તેઓ ચૂંટણીની વૈતરણી ખુબ સરળતાથી પાર કરી શકે છે,
આમ તો અનેક નામો આ સીટ ઉપર હાથ આજમાવવા માટે વિવિધ પ્રકારના કમિયાઓ અપનાવી રહ્યા છે
સુત્રોની કહી રહ્યા છે કે બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિએ કિરીટ સોલંકીની આગેવાનીમાં એક એસસી નેતાઓએ
કેક કટીંગનો કાર્યક્રમ કર્યો હતો,,જે પૈકી કેટલાક તો આ સીટથી દાવેદારી પણ નોધાવી રહ્યા છે, ત્યારે કેહવાય છે કે કેટ કટીંગ માંત્ર
એક બહાનું હતું પણ સાચા અર્થમાં શક્તિ પ્રદર્શન હતું

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

પ્રદીપ પરમાર અસારવામાં લોકપ્રિય નેતા

આમ તો આ બેઠક ઉપર ધારાસભ્ય પ્રદીપ પરમાર ખુબ મહેનત કરી રહ્યા છે તેઓ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય નેતા પણ છે,
તેઓ લોકોના કામ પણ સારી રીતે કરી રહ્યા છે, છતાં જે રીતે તેમની પાર્ટીમાં તેમની સામે પ્રતિસ્પર્ધીઓ ઉભા થયા છે તેના કારણે
તેમની ચિન્તાઓમાં પણ વધારો થયો છે, પરીણામે તેઓ પણ જનસંપર્ક વધારી દીધુ છે, હનુમાન જંયતિના દિવસે
તેઓ પોતાના વિસ્તારમાં અનેક ધાર્મિક પ્રસંગોમાં ભાગ પણ લીધો હતો, જેમાં ખાસ કરીને વિવિધ ભંડારોઓમાં જઇને ક્યાંક
તેઓ દાળ બનાવવામાં તો ક્યાંક શાક,,તો ક્યાંક ભોજન પીરસીને મતદારો વચ્ચે રહ્યા હતા, તેમના નજીક સમર્થકો માને છે કે
પ્રદીપ પરમાર આમ તો જનતાના નેતાને છે,છતાં તેમની સામે સામે પક્ષના કેટલાક નેતાઓ અસારવા સીટ ઉપર
ડોળો રાખી રહ્યા છે,,તેનાથી તેમને કોઇ ફેર નહી પડે, સ્થાનિક મતદારો અને જનતાને ખબર છે કે કોણ સાચો નેતા છે, અને કોણ
સિઝનલ નેતા છે,

Advertisement

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

પ્રદીપ પરમારને લઇને સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા

જ્યારે પ્રદીપ પરમારના વિરોધીઓનો તર્ક છેકે આ સીટ ઉપર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એસી મતદારોનો પ્રભાવ છે,
પ્રદીપ પરમાર ન તો ઉત્તર ગુજરાતના છે ન તો સૌરાષ્ટ્ર છે, આ સીટ ઉપર વણકર અને રોહિત સમાજનો પ્રભાવ છે, જ્યારે
પ્રદીપ પરમાર ન તો રોહિત સમાજમાંથી આવે છે ન તો વણકર સમાજમાંથી આવે છે જેથી આ વખતે અહીથી જે
સમાજના વધુ વોટ હોય તેમને સીટ મળવી જોઇએ,,આ વાતને લઇને કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપ હાઇકમાન્ડ
સુધી આ અંગેની લાગણી પણ પહોચાડી છે,તેમ સુત્રો કહી રહ્યા છે,

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

અસારવા બેઠક ઉપર ઉમેદવારોની લાઇન !
આ બેઠક ઉપરથી નરેશ ચાવડા, નરેશ વ્યાસ, ભદ્રેશ મકવાણા, વિજય સોલંકી
પ્રદેશ ભાજપના એસસી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજા,પુર્વ ધારાસભ્ય આર એમ પટેલ
કિશોર મકવાણા,દર્શના બેન વાધેલા,જયશ્રી બેન ચૌહાણ,અશ્વિનબેંકર,પુર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, જગદીશ પરમાર, જીતુભાઇ વાધેલા,
હિતેશ રજનીકાંત પટેલ અને સૌથી મજબુત નામ હાલના ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાની ઇચ્છા અસારવાની સુરક્ષિત બેઠક ઉપરથી
ચૂંટણી લડવાની છે,

Advertisement

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version