મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું
મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે
ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસના મોહનસિંહ રાઠવા તેમના પુત્ર રાજુભાઇ રાઠવા,રણજીતભાઇ રાઠવા અને સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની કામગીરીથી પ્રેરીત થઇ કોંગ્રેસને રામ રામ કરી આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીસર જોડાઇ ગયા છે. મોહનસિંહ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા સમયે પત્રકારો સાથે વાત ચીત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આજે મને જોવાનો અવસર મળ્યો છે તે મારૂ સદભાગ્ય છે. કોંગ્રેસ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તેમ છતા સમય સમય બળવાન હોવાના કારણે મેં કોંગ્રેસ પાર્ટી છોડી છે. આજે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડનાર દિલીપભાઇ સંઘાણીનો આભાર માન્યો હતો.
મોહનસિંહ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિકાસની હરણફાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ તેજ ગતિથી કરવા જઇ રહી છે અને મોદી સાહેબ સાથે મારી લાગણી અને વિશ્વાસ જોડાયેલ છે અને તેના કારણે જ હું આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું. મારે કોઇ સાથે અણ બનાવ કે કોઇની સાથે વિરોધ નથી, પરંતુ તાજેતરમાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના અમલી કરી છે તેનાથી હું પ્રભાવીત થયો છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મને કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવાની નથી તેવું કહેવામાં આવેલ નથી તેમ છતાં મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.. મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી મારે કોઇ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા નથી.
મોહનસિંહ રાઠવાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સમયે રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઇ સંઘાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદિપસિંહજી વાઘેલા, રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઇ વ્યાસ, સહ પ્રવક્તા કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ડાંગર, મિડીયા સેલના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે, સહ કન્વિનર ઝુબિનભાઇ આશરા,જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.