Uncategorized

જેમ પહેલી વખત 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો એક સાથે આવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અમે અમારા વોટનો પાવર અવશ્ય બતાવીશું: દક્ષિણ છારા

Published

on

જેમ ભાજપવાળા આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે અપશબ્દો વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ: દક્ષિણ છારા

ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ બહુ જ અપશબ્દ રીતે ડફેર જાતિનું નામ ઉચ્ચાર્યું: દક્ષિણ છારા

40 વિચરતી અને વિમુક્ત જનજાતિના અમે સવા કરોડ લોકો ભેગા થઈને અરવિંદ રૈયાણી પાસે માંગ કરીએ છીએ કે તેમણે અપશબ્દો બદલ અમારી માફી માંગવી પડશે: દક્ષિણ છારા

જેમ પહેલી વખત 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો એક સાથે આવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અમે અમારા વોટનો પાવર અવશ્ય બતાવીશું: દક્ષિણ છારા

ભાજપએ વિચરતી અને વિમુક્ત જનજાતિઓને ક્યારેય કશું આપ્યું નથી: દક્ષિણ છારા

Advertisement

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે એક અલગ વિંગ બનાવી છે: દક્ષિણ છારા

 

આમ આદમી પાર્ટી NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારાએ જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે એક અલગ વિંગ બનાવી છે અને એમના પ્રશ્નોને સન્માન આપ્યું છે અને એમના પ્રશ્નોનો હલ આવે તે માટે પ્રયત્ન કર્યો છે તે માટે હું ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકજી નો આભાર માનું છું. જ્યારથી મને NTDNT વિંગનો પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. ત્યારથી અમે સમગ્ર ગુજરાતમાં NTDNT વિંગના ઘણા બધા હોદ્દેદારો જાહેર કર્યા છે અને બધાને એક સાથે લાવ્યા છીએ. જ્યારે બધા એક સાથે આવે ત્યારે સામાન્ય વાત છે કે ભાજપને ન ગમે કેમ કે ભાજપ એ વિચરતી અને વિમુક્ત જનજાતિઓને ક્યારેય કશું આપ્યું નથી.

ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ જનસંખ્યા સવા કરોડની આસપાસ થાય છે અને આ સવા કરોડમાં ડફેર જાતિ પણ છે. આ ડફેર જાતિ માટે અત્યારે કેટલાક દિવસો પહેલા જ આપણા ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ બહુ જ અપશબ્દ રીતે આ જાતિનું નામ ઉચ્ચાર્યું હતું. તેમણે અરવિંદ કેજરીવાલજી માટે એવા શબ્દો વાપર્યા કે ‘બહારગામ થી ડફેરો આવે છે, અને અહીંયા આવીને રેવડી વહેચવાની વાતો કરે છે.’ આમ એમણે એક પ્રજાતિને અપશબ્દ રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિ ના લોકો એમ અમે સવા કરોડ લોકો ભેગા થઈને અરવિંદ રૈયાણી પાસે માંગ કરીએ છીએ કે તેમણે અમારી માફી માંગવી પડશે કેમ કે તમે કોઈ પણ જાતિનું નામ આવી રીતે ઉચ્ચારી ન શકો.

ગઈકાલે પણ રૂપાલા સાહેબે આદિવાસી સમાજ માટે અપશબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું હતું કે પોટલીયો વગર આદિવાસી સમાજને ન ચાલે. આ પહેલા પણ જ્યારે મોદી દાહોદમાં આવ્યા હતા ત્યારે પણ એમને કહેલું કે આદિવાસીઓ તો મોજમાં રહે છે. જેમ ભાજપવાળા આવા અપશબ્દો આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને અમે તમને ખાતરી આપીએ છીએ કે જેમ પહેલી વખત 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો એક સાથે આવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અમે અમારા વોટનો પાવર અવશ્ય બતાવીશું, ત્યારે તમને ખબર પડશે કે અમારી જાતિ માટે તમે કેવા અપશબ્દોનો ઉપયોગ કરતા હતા.

Advertisement

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version