અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકી લેવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી છે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની ટિમ નું મિશન ગાંધીનગર માં સત્તા કબ્જે કરવાનું છે એ માટે દિલ્હી અને પંજાબ ની ટિમ ને ગુજરાતમાં ઉતારી દીધી છે.ખુદ અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબર ના રોજ ગુજરાતનો બે દિવસનો પ્રવાસ કરશે.ભાવનગર, મહેસાણા અને ડીસામાં જાહેરસભાને સંબોધશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 17 ઓક્ટોબરે બપોરે 12:00 વાગે ઊંઝા ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને બપોરે 2:00 વાગે ડીસા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.