અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જાહેર કરશે આ પહેલી ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો
દિલ્હીના સીએમ અરંવિંદ કેજરીવાલ ગુરુવારે ગુજરાત આવી રહ્યા છે,,ત્યારે તેઓ પ્રથમ ગેરંટી જાહેર કરશે, ત્યારે તમામની નજર એના ઉપર જ છે કે કેજરીવાલ કેવા પ્રકારની ગંરેટી જાહેર કરશે, ત્યારે આપના નેતાઓ કહી રહ્યા છે, ગુજરાતની રાજનીતિમાં આ જાહેરાતથી ભારે ફેર બદલ થવાનુ છે, આ જાહેરાતની રાહ કોંગ્રેસ અને ભાજપ પણ જોઇ રહ્યા છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતિય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારો માટે શુ કરવાના છે તેને લઇને પોતાની રણનીતિ લોકો સામે મુકી રહ્યા છે ભાજપે ગુજરાત સરકારથી માંડી કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી રહી છે,,તો ગુજરાતમાં શાંતિ સલામતીને આધાર બનાવીને મતદારો રિઝવી રહી છે ,તો કોંંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતા,, મોંધવારી, ખેડુતો, બેરોજગારી જેવા મુદ્દે મતદારો પાસે જઇ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોને દિલ્હી અને પંજાબ મોડલની જેમ ગુજરાતના મતદારોને લાભ આપવાની વાત કરી રહી છે,
ઉલ્લેખનિય છે કે કચ્છના અંજાર જિલ્લામાં મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મતદારોને રુ 10 લાખનો ફાયદો થશે જેના માટે મફત વિજળી, પાણી, સારી સ્કુલો, બસોમાં મહિલાઓને મફત સુવિધાઓ, વડીલોને ચાર ધામની યાત્રા, વિગેરે જેવા લાભો છે, તે સિવાય શિક્ષણ અને સ્વાસ્થયમાં પણ લાભ આપવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહ્યુ છે, ત્યારે અરવિંદ કેજરીવાલ બુધવારે સાંજે સુરત આવી જશે, અને તેના પછી ગુરુવારે તેઓ સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમો કરશે, જેમાં નવા સંગઠનની સમિક્ષા, ટાઉન હોલ જેવા કાર્યક્રમમાં હાજરી આપશે, તો નવી ગેરંટી સ્કીમ પણ જાહેરાત કરશે સુત્રો કહે છે કે કેજરીવાલ શહેરોને ટાર્ગેટ કરશે, એટલે કે શહેરી મતદારોને રિઝવવા માટે ખાસ જાહેરાત કરી શકે છે
નિષ્ણાંતો માને છે કે શહેરી મતદારોને પ્રભાવિત કરવુ હોય તો આરોગ્ય , શિક્ષણ વિજળી અને પાણી પૈકી કોઇ એક સેવા મફત આપવાની જાહેરાત થઇ શકે છે, ખાસ કરીને વિજળીનુ બિલ શહેરીવાસીઓને વધુ સતાવી રહ્યા છે, જેથી વિજળી મફત આપવાની જાહેરાત થઇ શકે છે,
આ અંગે કોંગ્રેસના નેતાઓ કહે છે કે કેજરીવાલ જે રીતે દિલ્હી અને પછી પંજાબવાસીઓને છેતરી રહ્યા છે તેમનો ફુગ્ગો જલ્દી ફુટી જશે, દિલ્હી અને પંજાબ અલગ છે, જ્યારે ગુજરાતની રાજકીય તાસીર અલગ છે લોકો આપને નહી સ્વિકારે,,
જ્યારે ભાજપના નેતાઓએ કહ્યુ કે આપ જે રીતે મફતની રાજનીતિ કરી રહ્યુ છે તેનાથી દેશના અર્થતંત્રને ભારે નુકશાન થશે, જે રીતે વિદેશ પ્રધાન એસ જય શંકરે કહ્યુ છે કે શ્રીલંકામાં જે હાલ થયા તે ઉદાહરણ છે ત્યારે આપણે આવી રાજનિતીથી દુર રહેવુ જોઇએ, અને ગુજરાતના મતદારો મફતની રાજનીતિને નહી સ્વિકારે,
આ અંગે આપના રાષ્ટ્રિય નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છે કે જે રીતે આમ આદમી પાર્ટીની રાજનીતિ લોકો માટેની રાજનીતિ છે, અરવિંદ કેજરીવાલ જે રીતે દિલ્હી બાદ પંજાબમાં સફળ થયા છે,,તેનાથી મધ્યમ અને ગરીબ વર્ગ માટે તમામ યોજનાઓ વરદાન સાબિત થઇ છે, ત્યારે પીએમ નરેન્દ્રમોદી સહિત સમગ્ર ભાજપા ડરી ગઇ છે, ત્યારે અરવિદ જી શુ જાહેરાત કરશે તેના ઉપર સૌની નજર છે, પણ આવી અનેક ગેંરટી સ્કીમ જાહેર થશે જે ગુજરાતની રાજનીતિની સિકલ બદલી દેશે,
આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી