આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલઅને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 8 ઓક્ટોબરે દાહોદમાં જંગી જનસભાને સંબોધન કરશે: મનોજ સોરઠીયા
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે: મનોજ સોરઠીયા
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 ઓક્ટોબરે અને 9 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 8 ઓક્ટોબરે બપોરે 2:00 વાગે દાહોદની નવજીવન કોલેજ કેમ્પસમાં એક જંગી જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ સાંજે 4:00 વાગે વડોદરામાં આયોજિત એક ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભા ની સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.