Connect with us

bhavnagar

અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.

Published

on

અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાની નેમ સાથે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભગત માને ભાવનગરમાં જાહેરસભાને સંબોધી હતી જેમાં તેઓ જાહેરાત કરી હતી કે આઈબી ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.આપ દ્વારા આપવામાં આવેલ તમામ ગેરન્ટી નો અમલ પણ સરકાર બનતાની સાથે શરૂ કરી દેવાશે, તેઓ જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવો જોઈએ.આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.

હજુ આપણ વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી.

bhavnagar

કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ બગાડતા નહીંઃ અરવિંદ કેજરીવાલ

Published

on

’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાવનગરમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.

દેશના સૌથી મોટા દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવો જોઈએ, તેનાથી ભારત રત્નનું સન્માન વધશેઃ અરવિંદ કેજરીવાલ

ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત.

જુદા જુદા આંદોલનમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

જો સરકાર બનશે તો 31મી ડિસેમ્બર સુધીમાં તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

Advertisement

27 વર્ષથી લોકો થાકી ગયા છે હવે સૌને પરિવર્તન જોઈએ છે : અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં આ વખતે 150 સીટો આવવી જોઈએ જેથી દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તુટી જાય : અરવિંદ કેજરીવાલ

જો હું કામ ના કરું તો બીજી વાર હું વોટ માંગવા નહીં આવું : અરવિંદ કેજરીવાલ

કેન્દ્ર સરકારના સર્વે મુજબ, ગુજરાતમાં દિલ્હી કરતાં બે ગણી મોંઘવારી છેઃ અરવિંદ કેજરીવાલ

બહું મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો, આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું: અરવિંદ કેજરીવાલ

Advertisement

IB નો રિપોર્ટ આવ્યો છે, ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે: અરવિંદ કેજરીવાલ

આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે :અરવિંદ કેજરીવાલ

ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP આપીશું: : અરવિંદ કેજરીવાલ

Advertisement

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે, બધા જુના બિલો માફ કરવામાં આવશે : અરવિંદ કેજરીવાલ

મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલીશું: અરવિંદ કેજરીવાલ

Advertisement

2015 પછી જેટલા પણ પેપરો ફૂટ્યા છે એ તમામની તપાસ કરાવીશું અને આમાં જેટલા પણ મોટા-મોટા નેતાઓ સંડોવાયેલા છે એમને જેલ મોકલીશું: અરવિંદ કેજરીવાલ

દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ

10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું : અરવિંદ કેજરીવાલ

કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ બગાડતા નહીંઃ અરવિંદ કેજરીવાલ

લોકો જાણે છે કે માત્ર આમ આદમી પાર્ટી જ ગુજરાતમાં પરિવર્તન લાવી શકે છેઃ ભગવંત માન

Advertisement

અમે ફક્ત એક મોકો માંગીએ છીએ, અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી: ભગવંત માન

દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પ્રામાણિક સરકાર બનવી જોઈએઃ ભગવંત માન

અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છેઃ ભગવંત માન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ભાવનગરમાં વિશાળ જાહેર સભાને સંબોધશે અને આવતીકાલે મહેસાણા જિલ્લાના ઉંઝા શહેરમાં બીજી જાહેર સભાને સંબોધશે. આ બાદ, સાંજે, અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ડીસામાં પણ જનસભા સંબોધશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશના સૌથી મોટા દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવો જોઈએ, તેનાથી ભારત રત્નનું સન્માન વધશેઃ અરવિંદ કેજરીવાલ

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ ભારત માતા કી જય સાથે ભાવનગરની જાહેર સભામાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, સૌ પ્રથમ હું મહારાજા કૃષ્ણ કુમારજીને વંદન કરું છું. તેઓ એક અદ્ભુત દેશભક્ત હતા. જ્યારે 1947માં દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલજી સમગ્ર ભારતનાં રાજાઓ પાસે ગયા હતા કે ભારતમાં જોડાઈ જાઓ. ત્યારે સૌથી પહેલાં પોતાનાં રજવાડાને ભારતમાં જોડવાવાળા મહારાજા કૃષ્ણ કુમારજી હતા. આ સભા દ્વારા હું કેન્દ્ર સરકારને આપણા સૌ વતી વિનંતી કરવા માંગુ છું કે આ દેશના સૌથી મહાન દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારજીને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવામાં આવે, તેનાથી ભારત રત્નનું સન્માન વધશે. અમે જ્યારે પણ ગુજરાતમાં આવીએ છીએ ત્યારે અમને જનતાનો ભરપૂર પ્રેમ મળે છે. હું જનતાને વચન આપું છું કે હું તમારો ભરોસો ખાલી નહીં થવા દઉં, હું તમને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશ, આ મારી ગેરંટી છે. સમગ્ર ગુજરાત આ સમયે પરિવર્તન ઈચ્છે છે. દેવીની કૃપા થઈ રહી છે, ભગવાનનું ઝાડું ચાલી રહ્યું છે. 27 વર્ષથી લોકો થાકી ગયા છે, હવે દરેકને પરિવર્તન જોઈએ છે. હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને આપ્યો છે કે, ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IBનો રિપોર્ટ કહી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટો પરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટી 40-50 સીટોથી જીતવી જોઈએ. ગુજરાતમાં આ વખતે 150 સીટો આવવી જોઈએ જેથી દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તુટી જાય.

આંદોલનમાં જેનાં પર ખોટા કેસ કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે, તે બધા ખોટા કેસો પાછા ખેંચી લેવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલનો થયાં, આટલા વિરોધો થયાં, પાટીદાર આંદોલન થયું, ખેડૂત આંદોલન થયું, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણાં બધાં કર્મચારીયોનું આંદોલનો થયું, ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન હતું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં આપણી સરકાર બની જશે. ત્યારપછી પહેલું કામ કરીશું, તમામ ખોટા કેસ પાછા ખેંચવામાં આવશે, દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેનાં પર ખોટા કેસ કરાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તમામને પાછા લેવામાં આવશે.

ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે.

Advertisement

1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે, બધા જુના બિલો માફ કરવામાં આવશે : અરવિંદ કેજરીવાલ

જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.

મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ

18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

Advertisement

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના સર્વે મુજબ, ગુજરાતમાં દિલ્હી કરતાં બે ગણી મોંઘવારી છેઃ અરવિંદ કેજરીવાલ

હમણાં જ કેન્દ્ર સરકારનો એક સર્વે બહાર આવ્યો છે કે, ભારતમાં સૌથી વધુ મોંઘવારી ક્યાં છે, તેમાં જાણવા મળ્યું છે કે સૌથી ઓછો મોંઘવારી દિલ્હીમાં અને સૌથી વધુ મોંઘવારી ગુજરાતમાં છે. દિલ્હી કરતાં ગુજરાતમાં બે ગણી મોંઘવારી છે, જો દિલ્હીમાં કોઈ વસ્તુ 100 રૂપિયામાં વેચાય છે તો તે ગુજરાતમાં 200 રૂપિયામાં વેચાય છે, કારણ કે ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. જો તમે ઈમાનદાર સરકારને વોટ આપશો તો, જેમ દિલ્હીમાં બધી વસ્તુ સસ્તી કરી દીધી, તેમ ગુજરાતમાં પણ કરીશું. મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું તમને 30,000 કરોડનું પેકેજ આપી શકું, પરંતુ હું એટલું તો ચોક્કસ વચન આપી શકું છું કે જો અમે જીતીશું તો તમારા પરિવારને 30,000નો ફાયદો કરાવી દઈશ.

Advertisement

દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ

ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP આપીશું: : અરવિંદ કેજરીવાલ

અહીંના તમામ રસ્તાઓ ખરાબ છે, દરેક જગ્યાએ જવા માટે સમય લાગે છે. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે અને એક-બે વર્ષમાં બીજા તમામ રસ્તાઓને સારા કરવી દઈશું. ભગવંત માનજીએ પંજાબનાં ખેડૂતો માટે એમએસપી લાગુ કરી દીધી છે. ઘઉં, ચોખા, કપાસ, નરમા અને મગની દાળ આ પાંચ પાકો પર MSP આપી દીધી છે. તેમણે આ પાંચ વસ્તુઓ પર MSP લગાવી છે અને કહ્યું છે કે જો આ પાંચ પાક માર્કેટ કરતા ઓછા ભાવે વેચાય છે, તો તમે સરકાર પાસે જજો, સરકાર તમારી પાસેથી ખરીદી લેશે. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું. ગુજરાતમાં પણ અમે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસના ખેડૂતો માટે આ 5 પાક પર એમએસપી આપીશું. જો MSPના સમયે બજારમાં આનાથી ઓછો ભાવ હોય તો સરકાર પાસે જજો તો સરકાર તમારી પાસેથી આ પાક ખરીદી લેશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આપીશું. ઘણા વર્ષો થયા હજુ સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

Advertisement

ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે. જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું. લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે. હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.

આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગી રહ્યો છે કે જો કેજરીવાલની સરકાર આવી ગઇ અને તે બધું લોકોમાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. આ લોકોએ ગમે તે કરીને નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. ગુજરાતની અંદર જોરદાર આંધી ચાલી રહી છે પરિવર્તનની. સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછીમાં ભાજપમાં જોડાઇ જાશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.


લોકો જાણે છે કે માત્ર આમ આદમી પાર્ટી જ ગુજરાતમાં પરિવર્તન લાવી શકે છેઃ ભગવંત માન

ભાવનગરમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, અમે અહીં કોઈ ચુગલી કરવા નથી આવ્યા અને ન તો તમને દિવાસ્વપ્નો બતાવવા આવ્યા છીએ. અમે ફક્ત તમારા બાળકોના શિક્ષણ, તમારા પરિવારના રોજગારની અને સારવાર વિશેની વાત કરવા આવ્યા છીએ. અમે બીજી પરંપરાગત પાર્ટી જેવા નથી, કે આવ્યા હાથ હલાવીને ચાલ્યા ગયા. હું ખેડબ્રહ્મા ગયો, સુરેન્દ્રનગર ગયો, વડોદરા ગયો, દાહોદ ગયો, દરેક જગ્યાએ લોકોએ માત્ર પરિવર્તનની જ વાતો કરી. લોકો જાણે છે કે માત્ર આમ આદમી પાર્ટી જ પરિવર્તન લાવી શકે છે. જ્યારે અમે લોકોને પૂછીએ છીએ કે ગુજરાતની જનતા કોંગ્રેસ વિશે શું વિચારે છે ત્યારે ગુજરાતના લોકો એ જ વાત કહે છે કે કોંગ્રેસ ચેંન્જ નહીં પણ એક્સચેન્જ પાર્ટી બની ગઇ છે. તે બીજી પાર્ટીને ધારાસભ્યો સપ્લાય કરે છે અને આજે કોંગ્રેસ તેના કારણે કોમામાં ગઈ છે.

Advertisement

અમે ફક્ત એક મોકો માંગીએ છીએ, અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી: ભગવંત માન

અમે ફક્ત એક જ મોકો માંગીએ છીએ. અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી. દિલ્હીમાં અમને મોકો આપ્યા બાદ ભાજપ અને કોંગ્રેસને ક્યારેય મોકો મળ્યો નથી. પંજાબમાં પણ અમે મોકો માંગ્યો હતો, તેથી પંજાબની જનતાએ અમને 117માંથી 92 બેઠકો આપી. 92માંથી 82 ધારાસભ્યો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને તેમાંથી મોટા ભાગના ખૂબ જ યુવાન છોકરા-છોકરીઓ છે. અહીં બેઠેલા કોઈપણ વ્યક્તિને ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપી શકતા નથી કારણ કે તેઓ માત્ર તેમના પુત્ર-પુત્રીઓને જ ટિકિટ આપે છે. માત્ર આમ આદમી પાર્ટી જ રામગઢથી આવતા યુવક-યુવતીઓને ધારાસભ્ય અને સાંસદ બનાવે છે. પંજાબમાં પણ એવી જ સ્થિતિ હતી જે આજે ગુજરાતમાં છે. કોંગ્રેસ 5 વર્ષ સરકાર ચલાવતી અને 5 વર્ષ અકાલી દલ. પંજાબમાં તે બંને પાર્ટી વિચારતી હતી કે અમારા સિવાય લોકો જશે ક્યાં, પરંતુ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. અમે ગુજરાતની જનતાની મજબૂરી સમજી ગયા છીએ, અહીં ભાજપ 27 વર્ષથી હતી કારણ કે અહીં લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કારણ કે કોંગ્રેસ ચૂંટણી લડતી નથી, તેમણે ચૂંટણી લડવાનું છોડી દીધું છે. દિલ્હીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને સતત 2 ચૂંટણીમાં 0 સીટ મળી રહી છે. આ દર્શાવે છે કે તે કેટલી ચૂંટણી લડે છે અને લોકો તેને કેટલી ગંભીરતાથી લે છે.

અરવિંદ કેજરીવાલ 7 વર્ષમાં જે કર્યું તે ભાજપ કોંગ્રેસ 70 વર્ષમાં કરી શકી નથી: ભગવંત માન

1952માં દેશમાં પહેલી ચૂંટણી થઈ હતી અને આજે એ પહેલી ચૂંટણીને 70 વર્ષ વીતી ગયા છે, પરંતુ નિંદ્રાધીન પાર્ટીએ દેશને શું આપ્યું? અરવિંદ કેજરીવાલએ 7 વર્ષમાં જે કરી બતાવ્યું તે ભાજપ કોંગ્રેસ 70 વર્ષમાં કરી શકી નથી. આજે દિલ્હીમાં અમે મફત વીજળી આપી છે, મફત સારવાર આપી છે, ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી છે અને શાનદાર સ્તાઓ બનાવ્યા છે. પંજાબમાં અમારી સરકાર બનીને 7 મહિના થયા છે અને આજે પંજાબમાં 50 લાખ ઘરનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. કોંગ્રેસના એક નેતા ભાજપમાં જોડાયા હતા અને તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. તેણે કેસમાંથી નામ હટાવવા માટે તે વિજિલન્સ ઓફિસમાં ગયા હતા અને ત્યાં વિજિલન્સના અધિકારીને 50 લાખની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિજિલન્સે તેને કસ્ટડીમાં લઇ લીધો. ભાજપ અને કોંગ્રેસવાળા આવું જ કરતા હતા, પણ અમે ભ્રષ્ટાચાર પર રોક લગાવી દીધી.

અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છેઃ ભગવંત માન

Advertisement

ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણને ભરપૂર પ્રેમ મળે છે, આપણે વિચારીએ છીએ કે આનાથી વધુ પ્રેમ આપણને ન મળી શકે, પરંતુ બીજા દિવસે ગુજરાતની જનતા અમને વધુ પ્રેમ આપે છે અને તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હું ઈચ્છું છું કે ગુજરાતની જનતા દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડે. અમારા વિરોધીઓ એવી વાતો ફેલાવે છે કે અમે અહીં હેલિકોપ્ટર દ્વારા આવીએ છીએ પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે અહીં 50 કિલોમીટરની મુસાફરી કરવામાં અઢી કલાકનો સમય લાગે છે. અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે ચૂંટણીના દિવસે EVM મશીનમાં ઘણા બધા બટનો હશે. પરંતુ તે બટન ન તો ભાજપનું હશે, ન તો કોંગ્રેસનું કે ન તો આમ આદમી પાર્ટીનું. તે બટન તમારા અને તમારા બાળકો માટે નસીબનું બટન હશે.

દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પ્રામાણિક સરકાર બનવી જોઈએઃ ભગવંત માન

હું અહીં તમને કહેવા આવ્યો છું કે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા બહાદુર ક્રાંતિકારીઓએ માત્ર દિલ્હી અને પંજાબને જ નહીં પરંતુ સમગ્ર દેશને આઝાદ કરાવ્યો હતો, ગુજરાતને પણ આઝાદ કરાવ્યું હતું. તેથી દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પ્રામાણિક સરકાર બનવી જોઈએ.

ભાવનગરમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading

bhavnagar

આંગણવાડી કાર્યકરો એ પડતર માંગણીઓ ને લઇ કર્યા દેખાવો

Published

on

આંગણવાડી કાર્યકરો એ પડતર માંગણીઓ ને લઇ કર્યા દેખાવો

સમગ્ર ગુજરાત માં આંગણવાડી કર્મચારીઓ ,આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા લઘુતમ વેતન ફિક્સ પગાર નિવૃત્તિ વય મર્યાદા સહીત 16 જેટલી પડતર માંગણીઓ ને લઇ ને સમગ્ર ગુજરાત માં ઠેર ઠેર ધરણા યોજ્યા હતા અમદાવાદ માં કલેકટર કચેરી ની બહાર ધરણા યોજ્યા હતા જેમાં 1હજાર થી વધુ બહેનો એ જોડાઈ ને રાજય સરકાર ની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી

Continue Reading

bhavnagar

ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ

Published

on

ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ

સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો તેમજ ટેક્નિકલ પ્રશ્નોને લગતી સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની તાકીદ

વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો કરતાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

આજરોજ ભાવનગર કલેકટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Advertisement

ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચરને ૪૭૦ કરોડના ખર્ચથી સુધારવા અંગે આર. ડી. એસ. એસ. માં મંજૂરી આપ્યા અંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી અંડર ગ્રાઉન્ડ કેબલ, નવા ટ્રાન્સફૉર્મર ઊભા કરવા, લાઇન ડિસ્ટ્રીબ્યુશન વગેરેની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વીજપુરવઠાને લગતા પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર હંમેશા તેમનાં માટે ખડેપગે કાર્યરત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીશ્રીઓ દ્વારા ઉર્જાને લગતાં પ્રશ્નોને સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. આ સાથે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ સરકાર પ્રજાના દ્વારે આવી છે તેથી જનતાની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાના રાજ્ય સરકારના નક્કર પ્રયાસો અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી નક્કર પ્રયાસના ભાગરૂપે માસ મેન્ટેનન્સ કરવાની સૂચના આપી હતી.

આ સાથે પી.જી.વી.સી.એલ.ના સંબધિત અધિકારીઓ દ્વારા સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, અને ટેક્નિકલ પ્રશ્નોને લગતી સમસ્યાઓને નિવારવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેમજ વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, ભા. જ. પ. શહેર અધ્યક્ષ  રાજીવભાઈ પંડયા, સાંસદ  વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા. જ. પ. પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનના ચીફ એન્જિનિયર એન. આઈ. ઉપાધ્યાય, પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલના સુપ્રી. એન્જિનિયર યુ. જી. વસાવા, તેમજ GETCO અને PGVCL ના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.