ગાંધીનગર
ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી
ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી
હરિદ્વારમાં જે લોકો પોતાના સ્વજનોની અસ્થિઓ વિસર્જીત નથી કરી શકતા અને તેમના મનમાં વસવસો રહી જાય છે, તેવામાં અમદાવાદનો એક ટ્ર્સ્ટ
આવા લોકો માટે આશિર્વાદ સમાન બન્યો છે, આ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ ભાઇ ગોસ્વામી આવા લોકો પાસેથી અસ્થિયો લઇ જઇને હરિદ્વારમાં મા ગંગામાં પધરાવે
છે એટલુ જ નહી વિડીયોકોલથી સાક્ષાત્કાર કરાવડાવે છે,
અરવિંદ ભાઇએ પોતાની અનોખી સેવા વિશે જણાવે છે કે
શ્રી શીવશકતી સેવા ટ્રસ્ટ ગૃપ આગલા મહીને ૧૫/૦૫/૨૦૨૨ના રોજ હરિદ્વાર જવા રવાના થશે તો જે કોઈ ના ગરીબ વર્ગના અથવા તો કોઈ ને
ટાઈમના હોય તેવા લોકોનાં ઘરની અંદર કોઈ નું અવસાન થયેલ હોય તે લોકોનાં ફુલ પધરાવવાના બાકી હોય તો આ શિવશક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા તે
ફુલ ગંગાજી મા વિધી વિધાન સહિત પધરાવી આપવામાં આવશે.
બ્રાહ્મણને ભોજન કરવી દક્ષિણા આપી આશીર્વાદ મેળવશે તો આપ સૌને જણાવવાનું કે
આવી જો કોઈ વ્યક્તિ હોય જેને ફુલ પધરાવવાના બાકી હોય તો આ શિવશક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા ફુલ પધરાવી આપવામાં આવશે આ ફુલ આપ લોકો એ વિવેકાનંદનગર
સેક્ટર-૨ ની પાછળ આવેલા શ્મશાન ગૃહ માં પુરા સરનામા સાથે ત્યાં પહોંચાડવા નુ રહેશે. તારીખ: ૧૦/૦૫ થી ૧૪/૦૫ સુધીમાં પહોંચાડવા નુ રહેશે.
આનો લાઈવ વિડિયો જોવા મળશે. જય માતાજી
શિવશક્તિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરવિંદગીરી એચ.ગૌસ્વામી
મો : ૯૬૦૧૫૮૩૩૩૧