પ્રખર ગૌભક્ત મહેશ દવે અચોક્કસ મુદત માટે ભૂખ હડતાળ પર ઉતરશે..
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષ 2022 -2023 ના અંદાજપત્ર દરમ્યાન જાહેરાત કરાઈ હતી કે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના માટે 500કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જોકે આટલા મહિનાઓ બાદ કોઈ ગૌશાળા ને સહાય ન મળતા સાધુ સંતો રાજય સરકાર સામે સત્યાગ્રહ છાવણી માં મેદાન માં ઉતર્યા છે ત્યારે મહેશ દવે નામના સામાજિક આગેવાને કહ્યું હતું કે આ સરકારે ગૌ માતાના નામે મતો મેળવ્યા છે રામ ના નામે સત્તા પ્રાપ્ત કરી છે જે રામ અને ગૌ માતા ના નથી થયા તે પ્રજા ના શું થવા ના ત્યારે ગૌ માતા ને ન્યાય તે મળે તે માટે તેઓ ભૂખ હડતાલ પર અચોક્કસ મુદત માટે ઉતરવાની પંચાત ટીવી સાથે ની વાતચીત માં જાહેરાત કરી હતી.