MEHSANA
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થનમાં અર્બુદા સેના એ દિયોદર બંધનું આપ્યું એલાન
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થનમાં અર્બુદા સેના એ દિયોદર બંધનું આપ્યું એલાન
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરી ના કૌભાંડ મામલે ધરપકડ કરાઈ છે જેને લઇ ને મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે.ત્યારે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઇ તેમના સમર્થકો માં ભારોભાર રોષ પ્રવતિ રહી છે જેને લઇ ને અર્બુદા સેના દ્વારા શનિવારે દિયોદર બંધ નું એલાન આપ્યું છે.ત્યારે નોંધનીય છે કે વિપુલ ચૌધરી સમગ્ર ઉત્તર ગુજરાત માં મહેસાણા ,બનાસકાંઠા અરવલ્લી ,સાબરકાંઠા અને ગાંધીનગર સહીત ના જિલ્લાઓ માં મોટી સંખ્યામાં સમર્થકો ધરાવે છેજેને લીધે આગામી સમય માં યોજાનાર ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ને મોટો ફટકો પડી શકે છે..