ગાંધીનગર
અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ?
અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ?
અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલે મોડાસા બેઠક માટે દાવેદારી કરી છે ત્યારે તેની સામે ભાજપના કાર્યકરોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.સૂત્રોની વાત સાચી માનીએ તો પ્રદેશ ભાજપ ના મહામંત્રી રજની પટેલને સ્થાનિક જિલ્લા ના આગેવાનો અને કાર્યકરોએ રજુઆત કરી હતી કે મોડાસા વિધાનસભા બેઠક માટે ક્ષત્રિય સમાજ ના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.જો જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવશે તો ભાજપે બેઠક ગુમાવી પડશે તેવી દહેશત કાર્યકર્તાઓએ વ્યક્ત કરી છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલે નિરીક્ષકો સમક્ષ મોડાસા વિધાનસભા બેઠક માટે રજુઆત કરવાને બદલે સીધી જ સંકલન સમિતિમાં પોતાનો રજૂ કર્યો હતો જેને જોઈને સ્થાનિક આગેવાનો ભડકી ગયા હતા અને રાજેન્દ્ર પટેલને ટિકિટ નહીં આપવા માટે પ્રદેશ ના આગેવાનો ને રજુઆત કરી હતી..