અમદાવાદ

લગ્નમાં ડી જે મામલે દલિત સમાજના લોકો ઉપર ક્યાં થયો હુમલો

Published

on

અમદાવાદમાં ડી જે મામલે દલિત સમાજના લોકો ઉપર હુમલો કરતા અસામાજિક તત્વો !


અમદાવાદ જિલ્લામાં ફરી એક વાર દલિત સમાજના લગનમાં ડી જે બાબતે બાબલ થઇ,, જેની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઇ છે,ફરિયાદીની માનીએ તો લગનમાં કેટલાક અસમાજિક તત્વોએ લગનમાં વિધ્ન ઉભુ કરવા માટે
હુમલો કર્યો હતો જેમાં સંખ્યા બંધ્ધ લોકો ઘાયલ થયા છે, ત્યારે વિવાદ વધતા સમગ્ર દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે, આ અંગે પોલીસે કાર્યવાહી શરુ કરી છે,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

Advertisement

ઉલ્લેખનિય છે કે અમદાવાદના દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામે હાલ એટલે કે 26 મે 2022ને બપોરે લગભગ 1.30 વાગે ગામની જ દલિત દિકરીના લગન લેવાયા હતા, ગામમાં જાન પણ આવી હતી અને જાનમાં ડી જે પણ વાગતો હતો,,ત્યારે
ગામના કેટલાક અસમાજિક તત્વોએ ડી જે વગાડવાનુ બંધ કરવા કહ્યુ હતુ, પોલિસ ફરિયાદ અનુસાર ડી જે બંધ પણ કરી દેવાયુ હતું છતાં અસમાજિક તત્વોએ લાકડા તલવાર વિગેરે લઇને હુમલો કરી દીધો હતો જેમાં ત્રણ લોકો મુખ્ય હતા, તેમના
અચાનક થયેલા હુમલાથી નાસભાગ મચી ગઇ હતી,, અનેક લોકો તેમાં ઘાયલ થયા હતા, જ્યારે કેટલાકને તો દવાખાનામાં દાખલ પણ કરવા પડ્યા હતા, મહત્વની વાત એ છે કે ડી જે ના ડ્રાયવરને પણ સખત માર મારવામા આવ્યો હતો,
આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક કાર્યવાહી શરુ કરી દેવાઇ હતી, છતાં જે રીતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દલિતો ઉપર હુમલાઓ થઇ રહ્યા છે,,તેને લઇને સમાજમા નારાજગી પ્રવર્તી રહી છે, હાલ ગામમાં અજંપા ભરી શાંતિ છે,

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version