શિક્ષણ
રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીની જાહેરાત, ગ્રામસેવકોની 1571 જગ્યા માટે આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વધુ એક ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સેવક માટેની ભરતીની જાહેરાત કરાઈ છે. જે મુજબ 1571 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
30મી માર્ચથી 15 એપ્રિલ સુધી આ માટે ઉમેદવારો ફોર્મ ભરી શકશે. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીને લઈ મોટી જાહેરાત કરાઈ છે. મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે પણ ભરતીની જાહેરાત કરાઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-૩ ના સંવર્ગની પત્રકમાં દર્શાવલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે 30-03-2022થી તારીખ 15-04-2022 સુધીમાં ઓનલાઇન અરજી મંગાવી છે. આ માટે ઉમેદવારે Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.