ગાંધીનગર
વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ- જાણો અમિત ચાવડાને લઇને શુ લખ્યુ
અમિત ચાવડાના જન્મ દિવસને લઇને કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ
મહિલાઓ નું માન, સન્માન અને શીલ નું સન્માન ના કરી શકીએ તો
કમસે કમ એને તોડવાનું કૃત્ય તો ના કરો- વંદના પટેલ
કોગ્રેસના સસ્પેન્ડેડ નેતા વંદના બેન પટેલે ભરત સોલંકી અને અમિત ચાવડ઼ા વિરુધ્ધ મોર્ચો ખોલ્યો છે,ત્યારે રવિવારે અમિત ચાવડાનો જન્મ દિવસ છે,, ત્યારે વંદના બેન પટેલે અમિત ચાવડાને જન્મ દિવસની શુભકામના માટે પત્ર લખ્યો છે
જેમાં તેઓએ ભરત સિહ સોલંકીના પત્ની રેશ્મા પટેલનો ઉલ્લેખ કર્યો છે, અને અમિત ચાવડાને સદબુધ્ધી આપવા માટે કાર્યકર્તાઓને અપિલ કરી છે,
વંદના પટેલે લખ્યુ છે કે
જન્મદિવસ ની નેતાજી ને શુભકામના
જન્મદિવસ નિમિત્ત પણ શક્તિ પ્રદર્શન અને પોતાની રાજકીય મહત્વકાંક્ષા ઓ ના આડમ્બર ભલે કરો. પરંતુ પત્રિકા માં જે શાબ્દિક વાણી વિલાશ કર્યો છે તે ખુબ સરસ છે. પણ તે મુજબ વાણી, વર્તન અને વ્યવહાર જો કરતા આવ્યા હોત તો જિલ્લા પંચાયતો અને ગાંધીનગર મહાનગર પાલિકા આપણે હાર્યા ના હોત. ભલે કોંગ્રેસ નું તો જે થવું હોય થાય. તમારું ગ્રુપ મજબૂત બનાવવાનું માત્ર સંગઠન પણ બની રહે તેવી તમારી કાચી બુદ્ધિ ને ભગવાન પરિપકવ બનાવે 🙏
ગુજરાત ના હિત ની વાત કરીએ તે સારી બાબત છે. પરંતુ શરૂઆત ઘર થી થાય. રેશ્મા બેન સોલંકી ને ન્યાય અપાવવા ભાથીજી મહારાજે ગાય બચાવવા જીવન ધરી દીધું હતું. તેવી મર્દાનગી જોઈએ. મહિલાઓ નું માન, સન્માન અને શીલ નું સન્માન ના કરી શકીએ તો
કમસે કમ એને તોડવાનું કૃત્ય તો ના કરો તેવી ડાકોરવાળા રણછોડરાય સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.
દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ અને ડાકોર માં રણછોડરાય તો બધું જાણે જ છે. પણ આપણે લોકો ને મૂર્ખ ના બનાવીએ તેવી ભગવાન આપણ ને સદબુદ્ધિ આપે તેવી જન્મદિવસ ની શુભકામના પાઠવું છું.
ગુજરાત ની જનતા તેમની સદબુદ્ધિ માટે નેતાજી ને અમિત ચાવડા ને 9925020087 નંબર પર મેસેજ યા ફોન કરીને સદબુદ્ધિ માટે શુભકામના પાઠવે તેવી અપીલ કરું છું. 🙏🙏
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
દુર્યોધન એ જે રીતે દ્રૌપદી ના ચીર હરણ કર્યા હતા તેમ રેશ્મા સોલંકી ને ઘર ની ગૃહ લક્ષ્મી ને ઘરે થી તગેડી મુક્યા હતા. મેં તો સાચા કૃષ્ણ બનીને તેમને ઘરે પરત લાવવા ની હિમ્મત પુરી પાડવાનું કામ કર્યું ત્યારે દુશાશન બનીને તમે તો મને સસ્પેન્ડ કરવાની રાજ રમત કરીને બે બે સ્ત્રીઓ સાથે દૂર વ્યવહાર કર્યો છે. ભરત ભાઈ ને સ્વાર્થ માટે ના બોલી શકીએ પણ સદ્કાર્ય કરનાર સાથે રાજરમતો કરવી તે વળી કંઈ સદભાવના છે
ઉલ્લેખનિય છેકે આની પહેલા પણ રેશ્મા પટેલે ભરત સિહ અને અમિત ચાવડા ઉપર વ્યભીચાર કરવાનો અરોપ લગાવ્યા હતા, ભરત સોલંકીને તો સેક્સ મેનિયાક સુધી ગણાવ્યા હતા,,
આમ વંદના પટેલ હાલ રેશ્મા પટેલને મુદ્દો બનાવીને ગુજરાત કોગ્રેસના બન્ને ઠાકોર નેતાઓ ઉપર પ્રહાર કરી રહ્યા છે,,ત્યારે જોવાનુ એ છે કે વંદના પટેલ આગામી દિવસોમાં કઇ રણનિતિ અપનાવે છે અને કોગ્રેસ પણ વંદના પટેલ સાથે સમાધાન માટે પ્રયાસ કરે છે અથવા
કોઇ અન્ય કિમીયો અપનાવે છે,