પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ
સરકારની મેલી મુરાદ !!
રાજ્ય સરકારે મહાનગરોમાં પશુ રાખનારાઓ માટે લાયસંસ લેવાનો કાયદો ફરજિયાત કરી દીધુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ નારાજ થયો છે,
ગાંધીનગર શેરથામાં ગુજરાત માલધારી મહાપચાયતની બેઠક મળી, જેમા હવે સરકાર સામે લડી લેવા માટે રણનિતિ બનાવી દેવાઇ છે,
જેના ઉપર 18મી એપ્રિલથી અમલ શરુ કરી દેવાશે, ત્યારે મહા પંચાયતે આરોપ લગાવ્યો છેકે સરકાર શહેરોમાંથી માલાધારીઓને દુર કરીને
ત્યાંની ગૌચરો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, આમ આ કાયદો લાવવા પાછળ સરકારની મેલી મુરાદ છે,
માલાધરીઓને અપાય વૈકલ્પિક વ્યવસ્થા
ગુજરાત માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઇ સાથે પંચાત ટીવી સાથે વાત કરતા જણાવ્યુ કે પશુના કારણે કોઇ અકસ્માત થાય તે વાતનો દુખ સમગ્ર માલધારી સમાજને છે,,અમે પણ ઇચ્છિએ છીએ કે
રસ્તાઓ ઉપર ગાય માતા કે પશુઓને ન હોવા જોઇએ,, શહેરોનો વિકાસ થયો છે,, શહરોમાં ગામડાઓનો સમાવેશ કરવો પડ્યો છે,, એટલે કે પશુઓ શહેરોમાં નથી આવ્યા, પણ શહેરોએ પશુઓ માટેની જગ્યાઓ પડાવી છે
અમદાવાદમાં મુળ શહેરના વિકાસ માટે આસપાસના 38 ગામોનો સમાવેશ થયો છે, ત્યાં વરસા માલધારીઓ માટે કોઇ અલગ વ્યવસ્થા કરાઇ નથી, તેઓ ત્યા જ છે, તેમના ગૌચરો ત્યાં જ છે, ગૌચરો ઉપર દબાણ થયા
જેથી પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
લાખો થશે બરોજગાર
ઉદાહરણ તરીકે અમદાવાદની વાત કરીએ તો મહાનગર પાલિકાએ માલધારી સમાજની ગણતરી કરી અમુક ચાર્જ લઇને તેઓએ એક યાદી પણ બનાવી છે, થોડા સમય પહેલા માલધારી સમાજ તરફથી
એક પ્રોજેક્ટ રજુ કરાયો હતો, જેમાં ભુતકાલની સરકારો એ માલધારી વસાહતો માટે અલગ જગ્યાઓ ફાળવી છે, તો આવી રીતે સાણંદ, ખેડા, દહેગામ જેવા વિસ્તારોમાં અલગ વસાહતો
બનાવીને માલધારી સમાજને ત્યાં વસાવી શકાય અને પછી દંડની જોગવાઇ કરાય,, પણ તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં રસ નથી, અત્યારે 50 હજારથી વધુ લોકો દુધના વ્યવસાય
સાથે સંકડાયેલા છે, એટલે કે દુધાળા પશુઓથી રોજગારી મેળવી રહ્યા છે,
ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને અપાશે !!
નાગજી દેસાઇ વધુ માં જણાવ્યુ કે રાજ્યમાં 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાઓ છે, સરકાર આ કાયદો લાવીને ગૌચરની જમીનો છીનવી લેવા માંગે છે, તંત્ર આ જમીનો કોને આપવા માગે છે
તે સ્પષ્ટતા નથી કરતી,, આ જમીનોમાં તેઓ શુ બનાવશે, સ્કૂલ, બગીચા, આરોગ્ય કેન્દ્રો, કે પછી કોઇને જમીનો લીઝ ઉપર કે વેચાણ માટે આપવા માંગે છે, જેથી શંકા જાય છે કે સરકાર
આ જમીનો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે જેનો અમારો વિરોધ છે, આમાં જમીનો વેચવાનો કારસો સરકારે આ કાયદા થકી લવવાની છે, જેમ અવશ્ય લાગે છે
કાયદો રદ્દ નહી થાય તો ભાજપને ચૂંટણીમાં થશે મુશ્કેલી
ગુજરાત માલધારી સમાજ પહેલા 18મીએ દરેક જિલ્લામા આવેદન આપશે, તે પછી 19મીએ ગાંધીનગરમાં અમે આમરણાંત ઉપવાસ કરીશુ, જેમાં 11 લોકો જોડાશે, રાજ્યના સમગ્ર સમાજના લોકો
અમારી આ લડતમાં જોડાયા છે,અને જો સરકાર નહી માને તો આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં સરકારને ગાય માતનો અપમાન કરવાનો પરિણામ ભોગવવો પડશે, સાથે ભાજપના મલાધારી સમાજના આગેવાનો
પદ અને હોદ્દાના લાલચમાં કોઇ બોલી રહ્યા નથી,,તેમને પણ આંદોલનને સમર્થન આપવા માટે આમંત્રણ છે, સાથે સરકાર અને સંગઠન તરફથી આ કાયદો
રદ્દ કરવાની વાત કહેવાઇ છે, પણ સમાજને સરકારની વાતો ઉપર વિશ્વાસ નથી, પરિણામે હવે તેઓ કાયદો પાછો નહી ખેંચાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવા માટે મકકમ છે,