અમદાવાદ

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Published

on

અનાર પટેલ લડી શકે છે ચૂંટણી !

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય તેવો વાતાવરણ બન્યુ છે,ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પુત્રી અનાર બેન પટેલ પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
તેવી ચર્ચાઓ ભાજપમાં શરુ થઇ ગઇ છે, પરિણામે અનેક ભાજપના સિનિયર નેતાઓની ઉંધ હરામ થઇ ચૂકી છે, સુત્રોની વાત સાચી માનીએ તો અનાર પટેલ અમદાવાદમાં થી ચૂટણી લડી શકે છે,,

 

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

અનાર પટેલનુ રાજકીય ગણિત !

Advertisement

ભારતિય જનતા પાર્ટીને જે રીતે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ગોવા અને મણીપુરમાં પ્રંચડ જીત મળી છે,,જેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી બાદ અમિત શાહ પણ ગુજરાતમાં
હાજરી આપી રહ્યા છે, આગામી સમયમાં પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓ સમ્મેલનોના આયોજનની તૈયારી શરુ કરી દેવાઇ છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં વિરાંજલી કાર્યક્મમાં ભવ્ય સફળતા મળી છે, ત્યારે સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં
આવા કાર્યક્રમો કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે ઉમેદવારોની પસંદગી માટેની માપદંડ નક્કી કરી દેવાયા છે, ત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યપાલ આનંદી બેન પેટલના પુત્રી અનાર પટેલને ચૂંટણી લડાવવા માટે
લોબીંગ શરુ ગઇ છે, વર્ષ 2017ની વાત કરીએ તો અત્યારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, એએમસીના વોટર સપ્લાઇ કમિટીના ચેરમેન જતિન પટેલ સહિતના નેતાઓએ આનંદી બેન પટેલને રજુઆત કરી હતી કે અનાર પટેલને
ઘાટલોડિયા બેઠક પરથી ચૂટણી લડાવવામાં આવે,, જો કે પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલે આ બધાની આશ્ચર્યની વચ્ચે ભુપેન્દ્ર પટેલને ચૂંટણી લડવા માટે તૈયારી કરવા કહ્યુ હતું, અને પુત્રી અનારને સમાજ સેવા કરવા લાગી જવા કહ્યુ હતું
જોકે આ વખતે સ્થિતિ અલગ છે, આ વખતે અનારપટેલ ને પુર્વ મેહસુલ પ્રધાન કૌશિક પટેલના સ્થાને ચુંટણી લડાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, અનાર પટેલનુ નામ નારાણપુરા ઉપરાંત સાબરમતિ બેઠક ઉપર પણ ચર્ચામાં છે
પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર અનાર પટેલને ચુંટણી લડવી કે ના લડવી તે આનંદી બેન નક્કી કરશે, બાકી અનાર પટેલને આનંદી બેન સિવાય ચૂંટણી લડતા કોઇ અટકાવી શકે તેમ નથી,

 

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

અનાર પટેલ ઇલેક્શન લડે તો શુ થાય !
વર્ષ 2017માં ચૂંટણી નહી લડવાનો વસવસો અનાર પટેલે તેમના નજીકના સમર્થકો પાસે વ્યક્ત કર્યો હોવાનુ સુત્રો કહી રહ્યા છે,,જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને કમાન સોપાઇ ત્યારે તેમના સમર્થકો કહી રહ્યા છે કે જો 2017માં
અનાર બેન પટેલને ઘાટલોડિયા બેઠક ઉપરથી આનંદી બેન પટેલે ચૂટણી લડવા દીધી હોત તો તેઓ ગુજરાતના અનાર પટેલ ગુજરાતના સીએમ હોત ! ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં આનંદી બેન પટેલ સીએમ બન્યા પછી અનાર પટેલે
અમદાવાદ જિલ્લા ભાજપમાં ડીસેમ્બર 2014માં ભાજપમાં જોડાયા હતા, 2022માં અનાર બેન પટેલ ઇલેક્શન લડે, તો તેઓઓ પણ સીએમ પદના દાવેદાર હોઇ શકે છે, ત્યારે અનાર પટેલ સીએમ બને કે કેમ તેને લઇન આખરી
નિર્ણય પીએમ નરેન્દ્રમોદી કરી શકે છે !

અનાર પટેલના ઇલેક્શન લડવાથી કોને થશે નુકશાન !
અમદાવાદના પુર્વ મેયર ગૌતમ શાહ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે,,અમિત શાહને ભાજપમાં જોડવાનો શ્રેય ગૌતમ શાહને જાય છે,
સ્વાભાવિક છે કે શિષ્ય ગુરુને દક્ષિણામાં મોટી ભેટ આપી શકે છે, ગૌતમ શાહ નારાણપુરા વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે,
દિવાળી દરમિયાન નારાણપુરા વિધાનસભા મત વિસ્તારમાં મોટા મોટા હોર્ડીગ્સ અને પોસ્ટર્સ મુકાયા હતા, આ ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતા બેન પટેલનુ નામ પણ નારાણપુરા બેઠક માટે ચર્ચામાં છે
તેઓ પણ સિનિયર કોર્પોરેટર છે, તેઓ પણ અમિત શાહના વિશ્વાસુ છે, પાટીદારોની વાત કરીએ તો સિનિયર કોર્પોરેટર જયેશ પટેલ પણ વેઇટીંગ ફોર એમએલએ ટીકીટ છે,
ઇન્ડિયન ઇન્સ્ટીય્યુટ ઓફ ટીચર્સ યુનિ, કુલપતિ હર્ષદ પટેલ વેઇટીંગ ફોર એમએલએ ટીકીટ છે, તેઓ ગુજરાત ભાજપ મિડીયા સેલના કન્વીનર પણ રહી ચુક્યા છે,,અમિત શાહના કોર ગ્રુપના સભ્ય માનવામાં આવે છે
શહેર ભાજપના મહામંત્રી જીતુ ભગત પણ આ બેઠક માટે દાવેદાર મનાય છે, ભગત પણ અમિત શાહના ખાસ મનાય છે,
ત્યારે અનાર પટેલ રાજકીય એન્ટ્રી અમિત શાહના વફાદારોને આંચકો આપી શકે છે,

Advertisement

 

 

આનંદી બેન પટેલ રાષ્ટ્રપતિ બને તો શુ થાય !

આનંદી બેન પટેલ, પીએમ નરેન્દ્રમોદીના એકદમ અંગત વિશ્વાસુ મનાય છે,, પરિણામે તેમને ગુજરાતમાં સીએમ પદેથી હટાવ્યા બાદ તેમને પહેલા મધ્ય પ્રદેશ અને પછી ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં રાજ્યપાલ તરીકે જવાબદારી સોપાઇ
ત્યારે હવે આગામી સમયમાં દેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટર્મ જુલાઇ માસમાં પુર્ણ થાય છે ત્યારે તેમના અનુગામી તરીકે આનંદી બેન પટેલને તક મળે તેવી સંભાવના છે,જો ભાજપનુ કેન્દ્રિય નેતૃત્વ નક્કી કરે તો
દેશને પહેલી ગુજરાતી પાટીદાર શિક્ષિકા મહિલા રાષ્ટ્રપતિ દેશને મળી શકે છે, તેવામાં ઇતિહાસમાં સયોગ ઉભો થઇ શકે છે રાષ્ટ્રપતિ ગુજરાતી, પીએમ ગુજરાતી, ગૃહ મંત્રી ગુજરાતી હશે, આ તમામ બાબતો આરએસએસ ઉપર નિર્ભર છે
સંધના વડા મોહનભાગવત ઇચ્છે તો ગુજરાતી મહિલા દેશના રાષ્ટ્રપતિ બની શકે છે.ત્યારે સંધના જ કેટલાક વરિષ્ઠ નેતાઓના કેહવા મુજબ એલ કે આડવાણી, વૈકયા નાયડુ, નિતિન ગડકરી, રાજનાથ સિહ,કેરળના રાજ્યપાલ આરિફ મોહમદ ખાન
સહિતના નેતાઓને તક આપવી જોઇએ, કારણ કે દક્ષિણ ભારતનો જનાધાર વધારવામાં વૈકેયા નાયડુનો પણ રોલ રહ્યો છે, ત્યારે તેમની પણ ઇચ્છા ઉપ રાષ્ટ્રપતિથી પ્રમોશન થઇ ને રાષ્ટ્રપતિ બનાવાની છે,,તેમ સુત્રો કહે છે
ત્યારે બીજી તરફ એલ કે આડવાણીના નજીકના સુત્રો કહે છે કે નરેન્દ્રમોદીના પ્રગતિને તેમનો મોટો હાથ છે, વડા પ્રધાન ન બની શકવાનો વસવસો તો તેમને આજે પણ છે, સાથે હવે તેમને રાષ્ટ્રપતિ બનાવાય તેવી આંતરિક ઇંચ્છાં છે ,,તેવુ મનાય છે.

 

Advertisement

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

9 Comments

  1. Pingback: એસટીમાં ડીઝલ ઉચા ભાવે ખરીદીમાં કોણ છે વચેટીયો !-આપ – Panchat TV

  2. Pingback: ગુજરાતના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર 

  3. Pingback: દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ઝુલતો બ્રિજ ! – Panchat TV

  4. Santosh Patwa

    March 27, 2022 at 10:22 pm

    Nice information

  5. Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  6. Pingback: *કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ !* – Panchat TV

  7. Pingback: કયા નેતાને પત્ની પડી ભારે ! – Panchat TV

  8. Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV

  9. રાકેશ પંજાબી

    April 1, 2022 at 1:49 pm

    અનાર પટેલ કોઈ પણ સંજોગોમાં રાજકારણ માં સફળતા પ્રાપ્ત કરી શકે તેમ નથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈ પણ પ્રકારની રાજકીય વિચારધારા માં ફેરફાર કરશે જ નહીં આનંદીબેન પટેલ હવે કોઈ વધારા નું પદ નહીં મેળવી શક્શે ગુજરાત મોડેલ ઉપર મોદીએ દેશમાં વિકાસની યાત્રા શરૂ કરી છે ત્યાં તો સંગઠન ઉપર પક્કડ ધરાવતા નેતા જ મુખ્યમંત્રી બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version