સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
થોડા દિવસ પહેલા સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે જે રાણાને સોનાના બિસ્કીટ સહિતની વસ્તુઓ લઇ લેવા અને 50 લાખનો તોડ કર્યા હોવાના કારણે સસ્પેન્ડ કરી દેવાયા હોવાની ચર્ચા છે,
ત્યારે આ મામલામાં અમદાવાદના બે પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકારોની ચર્ચા પણ થઇ રહી છે,સુત્રોની માનીએ તો આ બે પત્રકારોની વિવાદાસ્પદ ભુમકાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક તપાસ રિપોર્ટ તૈયાર કરવાની સુચના
આપવામાં આવી છે,,જ્યારે એક પત્રકાર તો બ્લેક ડાયમંડ તરીકે પણ ઓળખાય છે, આ રિપોર્ટમાં તોડ કાંડ ના અધિકારીઓ અને પત્રકારો વચ્ચે પૈસાની લેતીદેતીનો મામલો હોવાની વાત સામે આવી રહી છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા એક ગાર્ડન ધરાવતા ફ્લેટમાં સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે જે રાણાએ રેડ કરી હતી. રેડ દરમિયાન નયન નામનો શખસ ઘરમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતો ઝડપાયો હતો. દરમિયાનમાં પોલીસે ઘરમાં સર્ચ કરતા ઘરમાંથી 35 જેટલા સોનાના બિસ્કીટ, ડોલર ભરેલું બોક્સ, રોકડ અને 35 જેટલી બ્લ્યુ લેબલ, રોયલ સેલ્યુટ સહિતની દારુની મોંઘી દાટ બોટલો મળી આવી હતી. દારુની બોટલો, સોનું અને ડોલર સહિતનો મુદ્દામાલ છોડી દેવા અને કેસ ન કરવા માટે સોલા પોલીસના ઇન્ચાર્જ અધિકારી અને પીએસઆઇએ મોટી રકમની માંગણી કરી હતી. આખરે કેસ ન કરવા માટે મામલો સેટ થયો હતો. દરમિયાનમાં કેસ કરવાનું નક્કી કરી સોલા પોલીસે બુકી નયન સામે ગુનો નોધી કેસ દાખલ કર્યો હતો. ક્રિકેટ સટ્ટામાં તેના આગળની લાઇન અને તેના શેઠને નહી બતાવવા અંગે સેટલમેન્ટમેન્ટ માટે સોદો નક્કી થયો હતો,
આ દરમિયાન પીએસઆઇ અને અન્ય ડી સ્ટાફના માણસો બુકીના ઘરે ગયા જ્યાં સોનાનના બિસ્કિટ અને ડોલર હતા જે તેમણે લઈ લીધા હતા.આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનર સુધી ગઈ હતી .આ મામલે તપાસનો આદેશ કર્યો હતો, તેમના દ્વારા ડીસીપી ઝોન 1 અધિકારી ને તપાસ સોંપવા માં આવી પી એસ આઈ જે જે રાણા નામના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ઇન્ચાર્જ પી આઈ યુવરાજ સિંહ વાઘેલા સહીત સિનિયર પોલીસ અધિકારી રજા ઉપર ઉતરી ગયા એક અધિકારી વિદેશ પ્રવાસ અર્થે પહોંચી ગયા હોવાનું પણ સુત્રો જણાવે છે,
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
આ સમગ્ર ઘટનામાં ક્રાઇમ રિપોર્ટીંગની દુનિયામાં મોટુ નામ ધરાવતા બે પત્રકારોની ભુમિકા શંકાસ્પદ મળી હોવાનુ સુત્રો કહી રહ્યા છે, સુત્રોની વાત માનિએ તો આ પત્રકારોના ક્રાઇમ જગતના કુખ્યાત અપરાધિઓભ્રષ્ટ અધિકારીઓ ,વહીટવદારો , બુટલેગરો સાથે ભાગ બટાઇના સંબધ હોવાના કારણે તેઓ સરળતાથી પોલીસ વિભાગના કેસોના સેટલમેન્ટમાં દલાલની ભુમિકા સારી રીતે નિભાવે છે, જેમ કે કુખ્યાત અપરાધિઓને પોલીસમાં હાજર કરાવવા, રિમાન્ડ દરમિયાન આવા અપરાધિઓને કોઇ તકલિફ ન પડે તેની કાળજી લેવી,જમીનોના સેટલમેન્ટ, દારુના સ્ટેન્ડ ચાલુ કરાવવા, બુટલેગરો સરળતાથી ધંધો કરી શકે તે માટે વહીવટદારો સાથે વ્યવસ્થા ગોઠવવા જેવી બાબતોનો ધ્યાન આ પત્રકારો રાખતા હોય છે ખાસ કરીને ભ્રષ્ટ અધિકારીઓની નેગેટીવ સ્ટોરી મિડીયામાં ન આવે તેનું પણ ધ્યાન આ પત્રકારો રાખતા હોય છે,અને તેની પણ મસમોટી રકમ પોલીસ અધિકારીઓ અને વહીવટદારો પાસે વસુલતા હોવાની પણ ચર્ચા છે, પોલીસ અધિકારી પાસે થી તેઓ પોતાની કામ કરવાના અવેજીમાં મોંધા ફોન, આંતરરાજ્યીય પ્રવાસ, ફેમિલી ટુર, વાહનો, લેતા હોવાની ચર્ચા છે,
મહત્વની વાત એ છે કે ગાંધીનગર સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે પત્રકારો અંગે પૃચ્છા કરવામા આવી રહી છે, જેને લઇને એક ખાનગી રિપોર્ટ પણ તૈયાર કરાઇ રહ્યો છે, જેમાં આ પત્રકારોનુ કોની કોની સાથે
સંબધો છે, તેઓ કેવા કેવા પ્રકારના કામો કરી રહ્યા છે, કયા અપરાધિક તત્વો સાથે કેવા પ્રકારના સબંધો છે તેની પણ નોધ આ રિપોર્ટ કરાશે,
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માં કોના વારસદાર ને પ્રમુખપદ મળતા કોણે પરિવારવાદ ગણાવ્યો
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી