ગાંધીનગર
વિચરતી અને વિમુક્ત જાતિ ના વિવિધ સમાજોનું સ્નેહ મિલન યોજાયું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજો સાથે સ્નેહમિલન યોજાયું હતું. જેને લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સમાજના લોકો સાથેનો સંવાદ ખૂબ ઉષ્માપૂર્ણ બની રહ્યો. વિચરતી અને વિમુક્ત જાતિના સમાજોની કઠિન સંજોગોમાં પણ વિકાસ સાધવાની ઉત્કંઠાને બિરદાવું છું. સમાજને સર્વાંગીણ પ્રગતિની શુભકામના પાઠવું છું.