પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનાની ચાવીમાં અમિતશાહનો ફોટો- સંયોગ છે કે ભવિષ્ય માટે સંદેશ !
કેન્દ્રિયમંત્રી અમિત શાહે કહ્યુ ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે- અમિત શાહ
અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. 307 કરોડના વિકાસ કામોનું કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
****
ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો આદર્શ મત વિસ્તાર બને એ દિશામાં કામ થઇ રહ્યું છે : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ
નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં દેશમાં વિકાસયાત્રાનો યજ્ઞ ચાલી રહ્યો છે
: કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ
***
ગુજરાતના વિકાસ મોડલના પાયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો પરિશ્રમ રહેલો છે
– મુખ્યમંત્રી
ગુજરાતમાં અમિત શાહનો પ્રવાસ હોય અને રાજનિતિન થાય તે કેવી રીતે બને,, સુત્રો કહે છે કે હવે જલ્દી જ બોર્ડ નિગમોની જાહેરાત થઇ શકે, અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રમાં કરોડો રુપિયાના વિકાસ કામોનો ઉદ્ઘટન કર્યુ, અને પ્રધાન મંત્રી આવાસ યોજનાના
લાભાર્થિઓને પણ મકાનોની ચાવી આપી,, પણ પ્રતિકાત્મક ચાવીમાં અમિત શાહનો ફોટો જોવા મળ્યો, સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી તો જે સાંસદ પોતાના વિસ્તારમાં કાર્યક્રમ કરે છે,,તે આવી રીતે પ્રતિકાત્મક ચાવીમાં પોતાના ફોટો
લગાવતા હોય છે,, આમાં કઇક અજુગતું નથી, ત્યારે કેટલાક પોલીટીકલ પંડિતો માને છે કે આ એક મોટો સંકેત છે, આગામી દિવસોમાં સંગઠન પછી જે રીતે તેઓએ સરકારમાં હમેશા નંબર ટુની ભુમિકા મજબુતાઇથી અદા કરી છે, તેમને નરેન્દ્ર ભાઇના
અનુગામી માનવામાં આવે છે,, પણ આ એક મોટો સંકેતે તો જરુર છે,કેટલાક રાજકિય પંડિતો માને છે અત્યારે કહેવુ ખુબ જલ્દી હશે કે તેઓ ભવિષ્યમાં પીએમ પદના દાવેદાર ચોક્કસ હોઇ શકે છે, ત્યારે જેરીતે યોગી આદિત્યનાથનો કટ્ટર હિન્દુત્વના
ચહેરા તરીકે ઉદય થયો છે,,કદાજ આગામી સમયમાં તેઓ પીએમ પદ માટે પ્રબળ ચહેરો માનવામાં આવે છે, છતાં આ તમામ ચર્ચાઓ માત્ર વાતોના વડા છે,, કારણ કે ભવિષ્યમાં શુ થઇ શકે અને શુ નહી તે કહેવુ અધરુ છે,
અમિતશાહે ગુજરાતમાં શુ કહ્યુ !
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગર પાલિકા ના રૂપિયા ૩૦૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી કે ધીમી પડી નથી.
તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ વધી રહ્યા હતા.
અમિતભાઈ શાહે કહ્યું કે નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીશ્રીઓએ ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્યો છે અને ભુપેન્દ્રભાઈ પટેલ આજ વિકાસ કામોને આયોજનપૂર્વક તેજ ગતિએ આગળ વધારી રહ્યા છે.
ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.
અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. ૧૫૭ કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ૧૫૦ કરોડનું ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું.
અમિતભાઈ શાહે આ વિકાસ પ્રકલ્પો ની ભેટ આપતા ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને દેશનો સૌથી શ્રેષ્ઠ અને હરિયાળો મત વિસ્તાર બનાવવાની નેમ દર્શાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ મહાનગરપાલિકાના નારણપુરા વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર નું લોકાર્પણ કર્યું હતું, જેના પગલે નારણપુરા અને ઘાટલોડિયાના 60 હજારથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પૂરતું પાણી મળી રહેશે.
અમિતભાઈ શાહે ઘાટલોડીયા, થલતેજ, ગોતા તથા સોલા તેમજ હેબતપુર ખાતે ૮૨૬ જેટલા ઇડબલ્યુએસ આવાસો તેમજ થલતેજમાં બોપલ ઇકોલોજી પાર્ક તેમજ કોતરપુર વોટર વર્કસ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈએ ચાંદલોડિયા વોર્ડમાં ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજમાં વિશ્રામનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજ સિંધુભવન ખાતે પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ તેમજ શીલજ તળાવના ફરતે આરોગ્ય વન તથા વિસત તરફ જતાં રસ્તા પર પાણીની લાઈન નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું
અમિત શાહે પ્રધાનમંત્રીને કેમ યાદ કર્યા !
.
કેન્દ્રિય ગૃહમંત્રી એ કહ્યું કે, જ્યારે દેશ પાસે દ્રષ્ટીવંત નેતૃત્વ હોય તેના કેવા સારા પરિણામો પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોનાકાળમાં એક પણ ગરીબ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી ૬૦ કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરુ પાડ્યું છે.
ગૃહમંત્રી તેમના ઉદબોધનમાં કહ્યું કે, કોરોના કાળ દરમિયાન રસીની ઉપયોગિતાને ધ્યાનમાં લઈને નરેન્દ્રભાઈએ વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં રહીને ભારતમાં બે સ્વદેશી રસી તૈયાર કરાવી અને આજે ભારતમાં લગભગ 130 કરોડ થી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. આ વ્યાપક રસીકરણને કારણે જ ભારતમાં ત્રીજી લહેર આવતી પણ અટકી છે એમ અમિતભાઈ ઉમેર્યું હતું.
આજે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણના સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. આઝાદીનાં ૭૫ વર્ષમાં જે ના થઇ શક્યું તે શ્રી નરેન્દ્રભાઈએ દેશને કરી દેખાડ્યું છે.
ઘરે ઘરે શૌચાલય સુવિધા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં કર્યું છે.
આજે દેશ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે.
એક્સપોર્ટ કરનારા દેશમાં આજે ભારતનુ સ્થાન અગ્રેસર છે. પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ની દિશામાં ભારત ઉત્પાદન હબ બનવા તરફ આગળ વધી રહ્યો છે.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
સીએમ ભુપેન્દ્ર પટેલે શુ કહ્યુ !
આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે જનતા માટે વિકાસ કામો અને યોજનાકીય લાભોની સોગાત લઈને જ આવે છે.
આંતરમાળખાકીય સુવિધાથી લઈ આરોગ્ય અને આવાસ સુવિધા સહિતની તમામ બાબતે નાગરિકોની દરકાર કરીને અમિતભાઇ શાહ તેમના મતક્ષેત્રના વિકાસ વિધાતા પુરવાર થયા છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો પરિશ્રમ રહેલો છે.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં થયેલી કામગીરી અને શહેરી વિકાસ માટે ગુજરાત સરકારના બજેટની વિભિન્ન જોગવાઇઓની વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાના આત્મનિર્ભર ભારત, એક ભારત- શ્રેષ્ઠ ભારતને સાકાર કરવા માટે આપણે સૌએ કાર્યો કરવાના છે અને આ માટે કેન્દ્રીય મંત્રી અમિતભાઇ જેવા સક્ષમ જન નાયકનું નેતૃત્વ અને માર્ગદર્શન પણ ગુજરાતને મળી રહ્યું છે.
મુખ્યમંત્રીએ ઘાટલોડિયામાં નવનિર્મિત ઇકોલોજી પાર્ક અને આરોગ્ય વનનો ઉલ્લેખ કરી, ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે ગુજરાત સરકારની ‘નમો વડ વન’રુપી નવતર પહેલની ભૂમિકા પણ સૌને સમજાવી હતી.
ગુજરાતના શહેરોને સુવિધા -સુખાકારી બાબતે આત્મનિર્ભર બનાવી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં યોગદાન આપવાનો મક્કમ નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં અને અમદાવાદમાં કોરોનાની મહામારી દરમિયાન વિકાસના એકપણ પણ કામો અટક્યા નથી. આજે પણ અમદાવાદમાં સતત વિકાસના કામો થઇ રહ્યા છે જેનું તાજુ ઉદાહરણ આજે આપની સમક્ષ છે. આજે રૂપિયા ૩૦૭ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ અમદાવાદના નગરજનોને મળી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક પરિવારોને ચિંતા કરીને આરોગ્ય લઇને તમામ બાબતોનું વિશેષ ધ્યાન રાખ્યું છે.
આ અવસરે અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર, ઉદ્યોગમંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ અમિન, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરા તેમજ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.