અમદાવાદ
એ એમ સી મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી ના નામ થી ઓળખાશે
એ એમ સી મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી ના નામ થી ઓળખાશે
એ એમ સી મેડિકલ કોલેજ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી એ નિર્ણય કર્યો છે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટે માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના દ્વારા વર્ષ 2009 માં મેડિકલ કોલજ શરૂ કરવામાં આવી હતી તેઓ અમદાવાદ મેડિકલ કોલેજ ના સ્વપ્નદ્રષ્ટા હતા તેઓને અમદાવાદ મેડિકલ કોલેજ નો વિચાર સ્ફૂર્યો હતો તેઓ એ રાજ્યમાં મેડિકલ કોલેજો ની બેઠકો વધે અને ગરીબ દર્દીઓ ને તબીબી સેવાનો લાભ મળે તે માટે મેડિકલ કોલેજ શરૂ કરાઈ હતી ત્યારે દીનદયાળ ના વિચારો ને વરેલા નરેન્દ્ર મોદી નું નામ આપવા નો અમદાવાદ મહાનગર પાલિકા એ નિર્ણય કર્યો છે.જેને મેયર કિરીટ પરમાર ,ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ ,સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટ ,મ્યુનિસિપલ ભાજપ ના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂતે આવકાર્યો છે