રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
ગુજરાતમાં ભાજપ 182 બેઠકો જીતવા માટે એડિ ચોટીનુ જોર લગાવી રહ્યુ છે,ત્યારે ઉત્તર ગુજરાતના એક પ્રધાનનો મહિલા કાર્યકર્તા સાથે કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહી છે,જેમાં તેઓ કઇ રીતે નગર પાલિકા કબ્જે કરવા માટે પાર્ટીના સિક્રેટ ઓપરેશનની માહિતી આપી રહ્યા છે જેમાં સભ્યોને કઇ રીતે રાજ્ય બહાર લઇ લવામાં આવે છે,રિસોર્ટ કરવામા આવે છે તેની સંપુર્ણ માહિતી મહિલા કાર્યકર્તાને આપી રહ્યા છે, તે સિવાય કમાણી તો નગરપાલિકામાં જ હોવાની વાત કહીને મહિલાને કામ આપવા કહી રહ્યા છે,,જ્યારે આ પ્રધાન મહિલા કાર્યકર્તાને બહેન કહીને સંબોધે છે તો મહિલા નારાજ થઇ જાય છે, અને સંબધોમાં બહેન ન કરવા કહી રહી છે,આ ઓડિયો ક્લીપ પ્રાંતિજના ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિહ પરમારનો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે,,
ઓડિયો ક્લીપની ટ્રાન્સક્રીપ છે,
મહિલા- હેલો
પુરુષ – બોલો બોલો
મહિલા, શુ કરો છો
પુરુષ-અમારા સભ્યોને ઉઠાવવાની તૈયારી કરીને રાજસ્થાન કે મધ્યપ્રદેશ રવાના કરવાની તૈયારીમાં છુ
મહિલા કેમ
પુરુષ ,અમારા નગર પાલિકાનુ ઇલેક્શન નહી તમને નથી કહ્યુ
મહિલા-આ તો તમારા પ્રાંતિજમાં હશે ને સાહેબ
પુરુષ- પ્રાંતિજ અને તલોદ બન્ને નગર પાલિકામાં ઇલેક્શન છે, બન્નેના સભ્યોને લઇ જવાની જવાબદારી છે કોંગ્રેસની મારી એક જ સીટની મગજમારી છે,
મહિલા હા
પુરુષ – હાલ તલોદ નગર પાલિકા કોંગ્રેસની છે, પ્રાંતિજ તો જીતી ગયા છીએ પણ પ્રશ્ન તલોદનુ છે
મહિલા, અચ્છા અચ્છા,
પુરુષ- મિટીંગો ચાલુ હતી, ઉપરથી સુચના આવે એટલે લઇને નિકળીએ
મહિલા રાજસ્થાન જશો
પુરુષ, નક્કી નથી, પાર્ટી આદેશ કરે,,ખર્ચો બધો સરકારે કરવાનો છે, 50 ટકા એ કરે અને 50 ટકા અમે કરીએ
મહિલા- કરવાનુ શુ ત્યાં જઇને
પુરુષ- બસ દસ દાડા ત્યાં મુકી રાખવાના,ગુપ્ત જગ્યાએ સળંગ, ઘરે ના આવવા જોઇએ
મહિલા.એવુ પાછુ
પુરુષ- એ તો એવુ જ હોયને બેન,,
મહિલા, બેન ના કહેશો યાર સારુ નથી લાગતું
પુરુષ- આ તો ટેવ પડી ગઇ હોય ને
મહિલા-નાના,
પુરુષ. રાજકારણમાં આ બધુ સામાન્ય હોય, અમે તો મહિનો મહિનો બહાર રહીએ, બેંકની ચૂટણી હોય માર્કેટીંગની ચૂંટણી હોય એક એક મહીનો બહાર હોઇએ
મહિલા- હુ શુ કહુ છુ મારે પાટીલ સાહેબને મળવુ હોય તો અભિંદન આપવા જવુ તુ એમને
પુરુષ સીધા જ એ મંગળવારે મળે જ છે
મહિલા- દર મંગળવારે..
પુરુષ- દર મંગળવારે આખો દિવસ હોય જ છે, અમે પણ સીધા જઇએ છીએ,, મારો પણ બહુ પરિચય નથી, સાહેબ સારા માણસ છે મળી જાય છે
મહિલા- આપણે ડાયરેક્ટ મળીએ તો વાંધો નહીને
પુરુષ-ત્યાં તો સાહેબે છુટ આપેલી જ છે,, ત્યાં જાઓ એટલે ફોટો પાડીને આપી દે છે,
મહિલા- અચ્છા અચ્છા
પુરુષ, ફોટો મસ્ત બનાવીને આપી દે છે, કોપી એની
મહિલા,એ લોકો મેલ કરી દે છે ને
પુરુષ,ના તમને ત્યા બે જ મિનીટમાં ફોટો આપી દેશે
મહિલા,, તમે વોટ્સએપ ઉપર મને બ્લોક કર્યો છે,
પુરુષ, નથી કર્યો થોડો પ્રોબલમ હતો, છોકરાનો અમદાવાદમાં ફોનમાં કઇક કરતા હતા,
મહિલા, સારુ ના લાગે આપણા રિલેશનમાં તમે બ્લોક કરો,,
પુરુષ – મારા ટેણિયાના કારણે
મહિલા, મને બકા દુખ થયુ ખબર છે,
પુરુષ ટેણિયો રમતો હોય મારો, બહુ માસ્ટર છે
મહિલા હુ એટલુ બધુ મેસેજ ક્યાં મોકલુ જ છું તમને, મારે ખાલી ગુડ મોર્નિંગનો નોર્મલ મેસેજ હોય છે
પુરુષ મારો ટેણિયો હોશિયાર છે હોમે લખે એવો છે, એટલે
મહિલા,મારાથી તમને કોઇ તકલીફ નહી પડે ક્યાંક એટલુ વિશ્વાસ રાખજો
પુરુષ, એટલુ વિશ્વાસ છે નથી થવાનો,,, તમે ભોળા માણસ છો મને વિશ્વાસ છે
મહિલા, આપણે સંબધ એમને એમ નથી બાંધ્યો,,
પુરુષ,મારી મજબુરી છે હાલ અત્યારે વટનો સવાલ છે
મહિલા, તમે કારો કરો, પણ દિવસમાં એક વખત મને ફોન કરો તો મને સારુ લાગે,અને મારુ કોઇ છે તેમ મને લાગે સમજ્યા તમે હુ તમને એવુ નથી કહેતી કે તમે મને ટ્વેન્ટી ફોર હવર ફોન કરો
તમને કામ જ કરો,, કરવુ જ પડશે,,
પુરુષ, અમારો વિષય જ એવો છે એટલા માટે, છ મહિના માટે પછી તો અમે ફ્રી જ છીએ
મહિલા- મને પણ કામ આપો
પુરુષ , અપીએ તમને નગર પાલિકાના કામ આપીએ
મહિલા, મને કામ આપો તમે બિન્દાસ્ત,મારે કામ લેવુ જ છે મારે આવુ પડેશે ને એ એરિયામાં,
પુરુષ, પાલિકાનુ કામ તમને આપીએ, પણ અમારી બને તો તમને આપીએને ,. ખુબ કમાણી હોય તો નગર પાલિકામાં
મહિલા, બનાવો ને તો મહેનત કરો બરાબર
પુરુષ એ જ કરુ જ છું છેલ્લા અઠવાડિયાથી કોઇ વિષય જ નથી, ઘરવાળાને મુકી આવ્યો છું
મહિલા, મારા તરફથી તમને ઓલ ધી બેસ્ટ,,
પુરુષ, ઘરવાળાને સાસરીએ મુકી આવ્યો છુ અઠવાડીયાથી
મહિલા- એવુ છે
પુરુષ આપણે ફુલ ટાઇમ ફ્રી રહીએ ને
મહિલા, બરાબર છે બરાબર, ના ના તમે મહેનત કરો હુ તમારી સાથે જ છું
પુરુષ, કાલે તમે જઇ આવો, જરુર પડે તો મને ફોન કરજો
મહિલા, કાલ ક્યાંથી જઇ આવ્યો કાલ થોડી મંગલવાર છે,,
પુરુષ- સોરી મંગળવાર જજો મંગળવારે,,હુ તપાસ કરીને તમને કહીશ
મહિલા,તમારા દિવસમાં એક ફોન નહી આવે તો મારા પચાસ ફોન આવશે
પુરુષ ના ના એમ નહી હુ તમને સામેથી ફોન કરીશ
મહિલા જો એક ફોન નહી આવે તો પચાસ આવશે
પુરુષ હુ કરીશ સામે થી,,
મહિલા, આપણે તો ખાલી હાય હેલ્લો માટે ફોન કરીએ છીએ
પુરુષ, હુ તમને સામેથી ફોન કરીશ તમે ચિન્તા ના કરતા,મને આ મહિનો ધમાલ પતી જવા દો,,
મહિલા, મહિનો એટલે શુ વાત કરો છો,, , ગાડા થઇ ગયા છો મહિનો મહિનો કરો છો
પુરુષ,વર્ષો નિકળી જાય છે
મહિલા,નિકળાય આપણે શુ લેવા દેવા,કોઇનુ આપણે શિખવાનુ નહી આપણે આપણુ વિચારવાનું સમજ્યા
પુરુષ, સારુ સારુ
મહિલા સારુ ઓલ ધી બેસ્ટ ટેક કેર..
આ મુદ્દે ગજેન્દ્ર સિહ પરમાર કહી ચુક્યા છે કે ચૂંટણીમાં તેમના રાજકીય વિરોધીએ તેમની રાજકીય કદ ઘટાડવા અને બદનામ કરવા માટે આ પ્રકારનો ખોટો ભ્રમિત પ્રચાર કરતા હોય છે,, તેઓએ કહ્યુ છે કે હુ આવી કોઇ મહિલાને ઓળખતો નથી, કોઇ પણ પ્રકારની ઓડિયો ક્લીપ કે મહિલાને તેઓ જાણતા નથી, આ તમામ વસ્તુઓ ફેબ્રિકેટેડ છે, માત્ર તેમને પ્રાંતિજ વિધાનસભામાં હરાવવા માટે આ ષડયંત્ર છે,પણ પ્રજા સમજુ છે,મારા વિરોધીઓને પ્રાંતિજની જનતા જવાબ આપશે